________________
ઝળહળતાં નક્ષત્રો
૨૩૧
જળશાસન સોહી સાધુવની નિશજના
(શ્રમણ પરંપરાની તેજસ્વી આચાર્ય પરંપરા : એક વિહંગાવલોકન)
-પ્રા. ડૉ. મહાકાત્ત જયંતિલાલ જોશી, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ
નૈનં નથતિ શાસન છે એમ કહેવાયું છે. ભારતના આર્યધર્મની ત્રણ શાખાઓ છે. વૈદિક, જૈન અને બૌદ્ધ. આ ત્રણે મળીને આર્યાવર્તના પ્રાચીન ધર્મનું પૂર્ણ સ્વરૂપ તૈયાર થાય છે. જૈન પરંપરા શ્રમણપરંપરા તરીકે પણ જાણીતી છે. આ પરંપરામાં પોતાના જ્ઞાન, લોકકલ્યાણની ઉદાત્ત ભાવના અને વિશુદ્ધ આચરણથી, ચારિત્ર્યથી એક તેજસ્વી આચાર્યપરંપરાનો જન્મ થયો. આ આચાર્યપરંપરા જૈનધર્મના ઉદય સાથે જ ઉદિત થઈ છે; જે અદ્યાવધિ ટકી રહી છે. આચાર્યપરંપરાના આ સમગ્ર કાલપટને ધ્યાનમાં લઈએ તો તેમની વિગતો કહેવા જતાં એક સ્વતંત્ર ગ્રંથ રચાઈ જાય તેમ છે. તેથી સં. ૧૩00 થી ૧૫00ના કાળપટમાં થયેલા તેજસ્વી આચાર્યોના જીવન–સમય અને કાર્યની સંક્ષિપ્ત માહિતીથી સમગ્ર શ્રમણ પરંપરાને માહિતગાર કરવા-કરાવવાનો એક નાનકડો ઉપક્રમ આ લેખ દ્વારા રચાયો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, આ લેખમાં સમાવિષ્ટ તેજસ્વી આચાર્યપરંપરામાં જ સમગ્ર શ્રમણઆચાર્યપરંપરાનો સમાવેશ થઈ જાય છે. શ્રમણપરંપરાની આચાર્યપરંપરા કેવી દિવ્ય અને તેજસ્વી છે તેની માત્ર ઝાંખી કરાવવાનો જ આ લેખનો આશય છે. તેથી એક નાનો કાલપટ પસંદ કરી તેની તેજસ્વી આચાર્યપરંપરાનું માત્ર અહીં વિહંગાવલોકન જ કરાયું છે. આ વિહંગાવલોકનથી જૈનધર્મના અનુયાયીઓનો, ઉપાસકોનો અને અનુરાગીઓનો જૈનધર્મ પ્રતિ દિનપ્રતિદિન સુદઢ પ્રેમભાવ વધે એવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ. સંવત ૧૩૦૦ થી સં. ૧૫૦૦ ના કાલપટમાં થઈ ગયેલી તેજસ્વી શ્રમણ આચાર્યપરંપરાનું વંદનાપૂર્વક વિહંગાવલોકન કરીશું.
આ લેખમાળાનું પ્રસ્તુત પુષ્પ રજૂ કરે છે. સંસ્કૃત ભાષાના સ્વાધ્યાયી ડૉ. મહાકાન્તભાઈ જયંતિલાલ જોશી જેઓ ઉત્તર ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે મહેસાણાના કડી મુકામે પ્રમુખસ્વામી સાયન્સ-આર્ટ્સ કોલેજમાં તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે.
તા. ૨૫-૫-૧૯૬૯ તેમની જન્મ તારીખ છે. અત્યાર સુધીમાં સાઈઠથી વધારે સ્થાનિક, રાષ્ટ્રીય અને ત્રણેક આંતરરાષ્ટ્રીય સંસ્કૃત કોન્ફરન્સમાં ભાગ લઈ પેપર રીડિંગ કર્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના વાર્ષિક સંસ્કૃત અધિવેશનોમાં ૧થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવનારા અધ્યાપકોમાં સતત દસ વર્ષ સુધી તેઓ પેપસી કિંગ સ્પર્ધામાં વિજેતા બન્યા છે. લખવું-વાંચવું. પ્રવાસ, મનન, ચિંતન ગીત-સંગીત એમના શોખના વિષયો છે. કડી કોલેજની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પણ તેઓ સારી કામગીરી કરી રહ્યા છે. સ્નાતક, અનુસ્નાતક સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે એમની સેવાઓ જાણીતી છે. ગીત, સંગીત, વકતત્વ વગેરે સ્થાનિક અને તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેઓ રહ્યા છે. તદુપરાંત “વહીલ સ્માર્ટ શ્રીમતી'ના ૨૦માં એપિસોડમાં સમગ્ર ઉત્તર ગુજરાતના એક માત્ર ગુજરાતી દંપતી તરીકે તેમણે પત્ની પારુલ જોશી સાથે કે પત્ન કરેલું. જૈન સાહિત્યના પણ તેઓ અનુરાગી છે. ધન્યવાદ.
–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org