________________
ઝળહળતાં નક્ષત્રો
લેણદાર અમદાવાદ પહોંચી ગયો જ્યાં ચોપડે પણ સવચંદશેઠનું ખાતું ન હોવા છતાંય પોતાના કોઈ સાધર્મિક તકલીફમાં છે તેવું અનુમાન હૂંડીમાં પડેલ આંસુના ટીપા અને ડાઘાથી કરી વગર કોઈ ઓળખાણે લેણદારને લાખ ચૂકવી મુક્ત કરી દીધો.
આ તરફ વહાણો પાછા વળ્યાં. સ્વયં સવચંદ શેઠ લાખ લઈને અમદાવાદ આવ્યા પણ સોમચંદ શેઠે તો પોતાના રૂપિયા લેવાનો અધિકાર જ નથી કહી ચોપડા દેખાડી દીધા. બેઉ પ્રતિષ્ઠિત વેપારીઓ વચ્ચે મીઠી તકરારો ચાલી જેના નિકાલરૂપે અંતે શત્રુંજય ગિરિરાજ ઉપર ભવ્ય જિનમંદિર સર્જન થવા પામ્યું છે. નવટૂંકોનો ઉજ્વળ ઇતિહાસ છે, તેમાંથી સવાસોમાની ટૂંકના દર્શન કરતાં આ પ્રસંગ યાદ આવ્યા વગર ન રહે.
ધન્ય છે. સાધર્મિક ભક્તિ, વ્યાપારિક નીતિ અને ધન્યાતિધન્ય છે જિનભક્તિની શુભ ભાવનાથી દીપતા પૂર્વજોના જિનાલયો. આવા આદર્શો જ નવા ઇતિહાસ રચી શકે.
૬૮. જૈન તીર્થોના રખવૈયાઓ
આજ સુધીમાં જૈની તીર્થો ઉપર પણ અનાર્યો, યવનો અને ઇત્તરોની નજર બગડી હતી. જેના કારણે ગિરનાર, શિખરજી, પાલિતાણા વગેરે તીર્થસ્થાનોના રક્ષણ પણ જોખમાયા હતા. છતાંય ક્યારેક અંબિકાદેવી જાગૃત થયા, ક્યારેક ધરણેન્દ્ર—પદ્માવતી, તો ક્યારેક ભોમીયાજી અથવા ક્ષેત્રપાલ દેવતાઓ. જેમણે કટોકટીના પ્રસંગે સાન્નિધ્ય આપી તીર્થરક્ષામાં પોતાનો અગત્યનો ફાળો નોંધાવ્યો જ છે. માણિભદ્રવીર પણ જાગૃત અધિષ્ઠાયક તરીકે પરચાઓ આપતા રહ્યા છે અને તીર્થ-સંઘ કે શાસનરક્ષાના કાર્યો સુગમ થયા છે.
પણ શાશ્વતતીર્થ જેવા શત્રુંજય ઉપર બૌદ્ધો કબ્જો લઈ લે અને તેમના પ્રકારે પૂજા ચાલુ કરી દે કે પછી જૂનો કપર્દી યક્ષ મિથ્યાત્વથી ઘેરાઈ જાય અને તેના સ્થાને નવા યક્ષની
Jain Education Intemational
(अष्टप्रकारी
૨૨૯
સ્થાપના થાય તે બધુંય ભૂતકાળમાં થયું અને વીતી ગયું
પણ......
મહમદ નામનો મુસ્લિમ બાદશાહ જ્યારે ધર્મઝનૂન લઈ પાલિતાણાના જિનાલયોના ભંજન માટે આવ્યો ત્યારે અહિંસાપ્રેમી જૈન પ્રજા કંપી ગઈ હતી. દહેરાસર માટે માથા કોણ કપાવે તેવી કપરી ઘડી આવી હતી. ત્યારે બ્રહ્મભટ્ટ સમાજના દાદુજી બારોટ અને તેમના સાગરીતોએ મળી જે પ્રમાણે જીવતી જાનફેસાની કરી છે તે દેશની રક્ષા માટે બલિદાન આપતા શૌર્યવાન ફોજીઓ જેવી ઘટના છે.
કહેવાય છે સતત ચાલીસ દિવસ સુધી બારોટો પોતાના પ્રાણ અને પરિવારની ચિંતા કર્યા વગર ચિત્તામાં પડીને આહુતિઓ આપતા રહ્યા અને બાદશાહ મહમદ “યા ખુદા’ બોલીને પાછો ફરતો રહ્યો પણ છેલ્લે જ્યારે સળગતી ચિત્તાથી પણ ધર્મદ્વેષની સળગતી આગ ન બુઝાણી ત્યારે બે બારોટોએ તો મહમદના સામે પડી પોતાના જ પેટમાં ખંજરો ખોસી પોતાના જ પેટના આંતરડા બહાર કાઢી બાદશાહને બદલી નાંખ્યો. આવી જાનફેસાનીની કલ્પના પણ તેને ન હતી. બલિદાન એળે ન ગયા. સદાય માટે શત્રુંજયને જીતવાની જીદ પાછી લઈ મહમદે પીછે હટ કરી હતી અને તેની સામે જૈન સંઘે બારોટ સમાજના બહાદુરોના પરિવારનું જબ્બર બહુમાન કરેલ તેવી ઐતિહાસિક નોંધ છે.
તેવી જ રીતે તારંગા તીર્થને તારાજ કરવા આવી રહેલ ગુજરાતનો બનેલ નવો રાજા અજયપાળ પણ રામલાલ બારોટના બનાવેલા નાટકના દ્રશ્યો દેખી કંપી ગયેલ. વગર કોઈ ખૂનખરાબા અજયપાળે જિનાલયોની રક્ષા માટે અભયવચન આપેલ તેથી રામલાલ બારોટનું વિરોચિત્ત સન્માન થયું હતું તે યથાયોગ્ય પણ હતું. તીર્થંકર ભગવાનની પુણ્યભૂમિઓ માટે જૈન ઉપરાંત જૈનેત્તરોને પણ કેટલું માનસન્માન હોય છે તે ઉપરોક્ત પ્રસંગથી તારવી શકાય છે.
શુભં ભવતુ સર્વેષામ્
For Private & Personal Use Only
www.jainelibrary.org