________________
ઝળહળતાં નક્ષત્રો
૨૫૧
આરંભકાળના મહિમાવંત જૈનાચાર્યો
–નલિનાક્ષ પંડ્યા
૧૨ ગણધરો આચાર્યતુલ્ય ગણાયા હોવાથી આચાર્યોની પરંપરા તેમનાથી શરૂ થાય છે. તીર્થકર મહાવીરે પ્રત્યક્ષરૂપે પ્રબોધેલા જ્ઞાનને ૧૨ અંગોમાં ગણધરોએ સંકલિત કર્યું હતું, જેથી શિષ્ય પરંપરાથી ભાવી પેઢીઓમાં તે પ્રસારિત થઈ શકે. ધર્મપ્રવર્તનમાં જે આચાર્યોનું મહિમાવંત યોગદાન રહ્યું છે તેમનો અહીં પરિચય આપ્યો છે. કેવળજ્ઞાન અને નિર્વાણ પામવામાં છેલ્લા એવા જબુસ્વામીએ લટારા પ્રભવનું હૃદય પરિવર્તન કરીને તેની લુટારું-ટોળકી સાથે શ્રમણ થવા પ્રેરેલો તો સંન્યાસી રક્ષિતે તેમનો સંન્યાસ છોડાવવા માંગતા પરિવારજનોને ધર્મોપદેશ આપીને દીક્ષિત કરેલા. લુટારામાંથી શ્રમણ અને આચાર્ય બનેલા પ્રભવની ધર્મસાધના એટલી પ્રભાવક નીવડી કે તેમણે શäભવ જેવા વૈદિક કર્મકાંડીને દીક્ષિત કરી
દશવૈકાલિકીની રચના કરી શકે તેઓ સમર્થ બનાવ્યો. પહેલા ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ', બૃહત્કલ્પસૂત્ર' અને વ્યવહાર જેવા ગ્રંથો લખ્યા તો બીજા ભદ્રબાહુએ આ ત્રણેય અને બીજા શાસ્ત્રગ્રંથો ઉપર નિર્યુક્તિઓ લખી. સ્થૂલભદ્ર, તોસલિપુત્ર, ભદ્રગુપ્ત, વજસ્વામી, સ્કંદિલ અને રક્ષિત જેવાએ નાશ પામી રહેલા ૧૨મા અંગ દૃષ્ટિવાદને બચાવી લેવા ભરચક પ્રયાસો કર્યા. સુસ્થિત-સુપ્રતિબદ્ધ શ્રમણોનો ગણ કોટિક’ પુનર્જીવિત કર્યો તો ગોપાલ, વજસ્વામી, વજસેન, પૌમિલ, નાગિલ, જયન્ત, તાપસ, રથ, પદ્મ અને સ્કંદિલ જેવા આચાર્યોએ શ્રમણોની વિવિધ શાખાઓ શરૂ કરી. ભદ્રબાહુ-૧, સુહસ્તિન, સમિત અને વજએ જૈન ધર્મને બિહાર અને તે સાથે જોડાયેલા પ્રદેશોમાંથી કર્ણાટક, ઓડિસા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફેલાવ્યો. સ્થૂલભદ્ર, સ્કંદિલ અને નાગાર્જુને ધર્મશાસ્ત્રોનો લોપ થતો અટકાવવા પાટલિપુત્ર, મથુરા અને વલભીમાં પંડિત પરિષદો ભરી અને જૈન ધર્મની જ્યોત સદાકાળ માટે ઝળહળતી રાખી.
આ લેખની રજૂઆત કરનાર ગુજરાતમાં સાક્ષરોની પ્રથમ હરોળમાં બેસી શકે તેવા પ્રખર વિદ્વાન શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org