________________
\ ° °°
પોલીસ પ
पारमेश्वरी आज्ञा अनेकांतिका
ાિવરની વાણી - શાસ્ત્રોમાં ગૂંથાણી
૭
સંગ્રાહક : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (બેએિની) ૩૫ દર્દી નો નાપાસ
(૧) જે આચાર્યજી અને ઉપાધ્યાયજી પાસેથી શાસ્ત્ર અને વિનય ગ્રહણ કર્યા છે, તેમની જ જે બાલ અજ્ઞાની નિંદા કરે છે, તે પાપ શ્રમણ કહેવાય છે.
ભગવાન મહાવીર સ્વામી (ઉત્તરાધ્યયનનું ૧૭મું પાપશ્રમણીય અધ્યયન) (૨) જિનેશ્વરદેવે જેનો નિષેધ કર્યો હોય તે કાર્યો કર્યાં હોય, કરવાયોગ્ય કાર્યો ન કર્યો હોય, જિનવચન પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરી હોય તે ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે. ગણધર સુધર્માસ્વામી (વંદિત્તુ ગાથા નં. ૪૮) (૩) જયણાપૂર્વક વિચરવું, ઊભવું, બેસવું કે સૂવું, જયણાપૂર્વક ભોજન કરતાં કે સંભાષણ કરતાં પાપકર્મનો બંધ થતો નથી. આ. શય્યભવસૂરિજી (દશવૈકાલિક સૂત્રનું ૪ થુ અધ્યયન ગાથા નં. ૮) (૪) જિનવચનમાં શ્રોત્રનો ઉપયોગ કરનારા સાવઘ સાધુઓ અને તેથી જ સંસારની ભયંકરતાનો વિચાર કરનારા સંયમીઓ, બાલિશજનોનાં દુષ્ટ વર્તાવ સહન કરે એમાં શું આશ્ચર્ય ?
આ. ધર્મદાસગણિજી (ઉપદેશમાલા ગાથા નં. ૪૩) (૫) મહામંત્ર નવકાર પરમ મંગળ છે. નવકાર ગણતા ઉઠવું, તેથી પંચપરમેષ્ઠિ પ્રતિ બહુમાન થાય છે. વિનયપૂર્વક બધાય જાપ મનમાં કરવા. સૂતાં પૂર્વે પણ નમસ્કાર મહામંત્રનું ચિંતન અવશ્ય કરવું. આ. હરિભદ્રસૂરિજી (શ્રાવકધર્મ પંચાશક ગાથા નં. ૪૨ અને ૪૫) (૬) ભવભ્રમણ કરતાં જીવ ક્યારેક માનવી તો ક્યારેક નારકી, કોઈવાર દેવ તો કેટલીક વાર તિર્યંચ બની જાય છે. પુરુષ ક્યારેક સ્ત્રી અને નારી પણ નર બની જાય છે, માટે વિજાતીય આકર્ષણો અજ્ઞાન છે. આ. સિદ્ધર્ષિજી (ઉપમિતિભવપ્રપંચા કથાસાર)
(છ) શરદઋતુના સફેદ મેઘ ભલે ઉજ્જવળ પણ જેમ વરસતા નથી અને જેમ વર્ષાૠતુના શ્યામ મેઘ ખૂબ વરસે છે, તેમ દુનિયામાં નકલીના આડંબર ઘણા હોય છે. અસલને આકર્ષણો ઊભા કરવા પડતા નથી. આ. હેમચંદ્રાચાર્યજી (શ્રીત્રિપષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર-પર્વ-૮)
Jain Education International
(૮) જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે, તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે.
ઉપાધ્યાય યશોવિજયજી (જ્ઞાનસારનું ૫મું અષ્ટક ગાથા નં. ૧)
(૯) સુપાત્ર દાન, નિર્મળ શીલ, વિચિત્ર પ્રકારનું તપ અને શુભભાવના એ સંસાર સમુદ્રને તરવામાં ધર્મના ચાર પ્રકાર મુનિઓએ કહ્યા છે.
વહાણ સમાન
આ. વિજય લક્ષ્મીસૂરિજી (ઉપદેશ પ્રાસાદ ભાગ-૪, વ્યાખ્યાન નં. ૨૧૯, ગાથા નં. ૧) कंचनबेन शांतिलाल शाह परिवार बेंगलोर - मद्रास
base
अनुमोदक : स्व.
For Private & Personal Use Only
www.jainelibrary.org