________________
૨૪૦
એક દિવસ કોઈ દુષ્ટ સ્ત્રીઓએ સાધુઓને વડાં વહોરાવ્યાં. આચાર્યશ્રીએ તેને મંત્રવાળાં જાણી બહાર નખાવ્યાં. આ જ વડાં સવારે પથ્થર બની ગયાં. આચાર્યશ્રીએ તે દુષ્ટ સ્ત્રીઓને પાટલા પર બેસાડી થંભાવી દીધી, પછી કરુણાથી છોડી મૂકી.
કહેવાય છે કે એકવાર વિજાપુરમાં આચાર્યશ્રીની વ્યાખ્યાનની મધુરતા જોઈ બીજા પક્ષવાળી સ્ત્રીઓએ ઇર્ષા આવતાં સ્વરભંગ કરવા કામ કર્યું. આચાર્યશ્રીએ તેઓને પણ પાટલા ઉપર થંભાવી, પછી છોડી દીધી ત્યારે આચાર્યશ્રીના પ્રતિભાતેજથી ઝાંખી પડેલી તે સ્ત્રીઓએ વચન આપ્યું કે, “હવે આજથી તમારા ગચ્છને અમે ઉપદ્રવ કરીશું નહીં.''
સાધુઓ ગોધરાના ઉપાશ્રયમાં રાત રહે તો ઉપાશ્રયના દરવાજાને મંત્રજાપથી બંધ કરતા. એકવાર સાધુઓ મંત્રજાપ કરવો ભૂલી ગયા. એટલે રાત્રે શાકિનીઓ આવીને આચાર્યશ્રીની પાટ ઉઠાવી ગઈ. આઆર્યશ્રીએ સ્વયોગશક્તિથી શાકિનીઓને થંભાવી દીધી. ત્યારે શાકિનીઓએ વચન આપ્યું કે “હવે પછી તમારા ગચ્છને હેરાન કરીશું નહીં.” આ વચન સાંભળી આચાર્યશ્રીએ કરુણા લાવી શાકિનીઓને છોડી દીધી.
બ્રહ્મમંડળમાં એક દિવસે આચાર્યશ્રીને સાપ કરડ્યો. ઝેર વધવા માંડ્યું. તેથી આખો સંઘ ખૂબ ગભરાઈ ગયો. સૌ ઉપાય શોધવા લાગ્યા. ત્યારે આચાર્યશ્રીએ સંઘને સાંત્વન આપતાં જણાવ્યું કે “સવારે નગરના પૂર્વ દિશાના દરવાજે કઠિયારો લાકડાની ભારી લાવશે. તેમાં એક વિષહરિણી વેલ મળશે તેને સૂંઠ વગેરે સાથે ઘસી, ડંખ ઉપર લગાડજો.” સંઘે તે પ્રમાણે કર્યું અને તેથી આચાર્યશ્રીને આરામ થઈ ગયો. ત્યારથી આચાર્યશ્રીએ આજીવન છ વિગઈનો ત્યાગ કર્યો. તેઓ માત્ર જારનો જ આહાર લેતા હતા. આચાર્યશ્રીની વિદ્વત્તા અને પ્રભાવ
એક દિવસ એક મંત્રીએ આચાર્યશ્રીને આઠ યમકવાળું એક કાવ્ય સંભળાવ્યું. સાથે સાથે જણાવ્યું કે, આવા કાર્યો કરનારું હવે કોઈ નથી. આચાર્યશ્રીએ તેની વાત નકારી. તો મંત્રીએ ‘એવો કોઈ હોય તો બતાવો' એમ જણાવ્યું. આથી આચાર્યશ્રીએ એક જ રાતમાં આઠ યમકવાળી ‘જય વૃષભ’ પદથી આરંભાતી સ્તુતિઓ બનાવી, ભીંત ઉપર લખી નાખી. મંત્રી તો આ કાવ્યો વાંચીને ચિકત થઈ ગયો.
આચાર્યશ્રીએ સં. ૧૩૩૨માં પોતાના શિષ્ય સોમપ્રભને
Jain Education International
જિન શાસનનાં
આચાર્યપદ આપ્યું. તેમને આચાર્યશ્રીએ બાર અંગોનું જ્ઞાન' આપ્યું જ હતું. પણ છતાંય તેમની વિશેષ યોગ્યતા જોઈ “મંત્રની પોથી” આપી. આ. સોમપ્રભસૂરિ તો ત્યાગ–વૈરાગ્યમાં રંગાયેલા મુમુક્ષુ જીવ હતા. તેથી એમણે આચાર્યને વિનંતી કરી કે, “કાં તો ચારિત્રની આરાધના આપો, કાં તો આ મંત્રપોથી આપો.” આચાર્યશ્રીને તેમના સિવાય અન્ય કોઈ શિષ્ય આ ‘મંત્રપોથી’ માટે યોગ્ય ન લાગ્યો. પરિણામે તેમણે પોથીને પાણીમાં વહાવી દીધી.
તેમણે અનેક ગ્રન્થોની રચના કરી.૪
આ. ધર્મઘોષસૂરિના ઉપદેશથી દિયાણાના શ્રીસંઘે સં. ૧૩૪૯ મહાસુદી તેરસના રોજ ગ્રંથભંડારની સ્થાપના કરી, તેમાં ઘણા ગ્રન્થો લખાવીને મૂકાવ્યા.
આચાર્યશ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી
૩૫
મંત્રી સીમંધરના કુટુંબે ગ્રન્થો લખાવ્યા. આ. ધર્મઘોષસૂરિ સં. ૧૩૫૭માં સ્વર્ગે સીધાવ્યા.૬
(૨૬) આચાર્ય સોમપ્રભસૂરિ
તેમનો જન્મ સં. ૧૩૧૦માં થયેલો. સં. ૧૩૨૧માં દીક્ષા મેળવી જ્યારે સં. ૧૩૩૨માં આચાર્યપદ અને સં. ૧૩૭૩માં તેમનું સ્વર્ગગમન થયેલું.
તેઓ શાંત, આત્મસંતોષી અને વિદ્વાન હતા. તેમને ૧૧ અંગો મુખપાઠ હતાં. આ અંગોનો તેઓ નિત્ય પાઠ કરતા. જ્યોતિષવિદ્યામાં પણ તેઓ નિપુણ હતા. ચારિત્રની રક્ષા માટે તેમણે ગુરુદેવ પાસેથી ‘મંત્રપોથી’ લીધી નહોતી. ચિત્તોડમાં બ્રાહ્મણોની સભામાં તેમણે વિજય પ્રાપ્ત કરેલો.
માંડવગઢનો મંત્રી પેથડકુમાર આચાર્ય ધર્મઘોષસૂરિનો ભક્ત હતો. તેણે જુદા જુદા સ્થાનોમાં ૮૪ જિનપ્રાસાદો બંધાવ્યા હતા. તેમાંના ઘણા પ્રાસાદોની પ્રતિષ્ઠા આ. સોમપ્રભસૂરિના હસ્તે કરાવી હતી. આ સમસ્ત જિનપ્રાસાદોનું વર્ણન ૪૮મા આ. સોમતિલકસૂરિએ રચેલા ‘પૃથ્વીધર સાધુ પ્રતિષ્ઠિત જિનસ્તોત્ર'માં કરેલું છે. તેમાં તેમણે આ જિનાલયો બંધાવ્યાની વિગતે નોંધ આપી છે. આ નોંધ ઉપરથી આ. સોમપ્રભસૂરિના ‘વિશાળ વિહારક્ષેત્ર'નો પણ આપણને પરિચય મળી રહે છે.
સં. સમરા શાહે સં. ૧૩૭૧માં શત્રુંજય મહાતીર્થનો ૧૫મો ઉદ્ધાર કરાવ્યો ત્યારે ત્યાં આ. સોમપ્રભસૂરિ સપરિવાર પધાર્યા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org