________________
ઝળહળતાં નક્ષત્રો
જિનશાસનના ઝળહળતા નક્ષત્રો નામના અમારા આ ૨૭મા મહાગ્રંથમાં ઠીક ૨૮ નક્ષત્રોની સરખામણી કરતાં ૨૮ આચાર્ય ભગવંતોનો ઉજ્વળ પરિચય ઐતિહાસિક સત્યની પરિભાષા સાથે પ્રસ્તુત કરી રહ્યા છે સંશોધનકર્તા મહાત્મા ૫.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી). જેમણે ખાસ્સી મહેનત લઈ આ લેખનું સર્જન પોતાના અંગત જ્ઞાન અને દર્શનપદની તપ-સાધના સમયે કરી આપ્યું છે અને તે હેતુ પ્રકીર્ણક શાસન પ્રભાવક પ્રવૃત્તિઓ પણ ગંભીરતાથી ગૌણ કરી એક નવા પ્રકારનો જ લેખ સંગ્રહ રજૂ કર્યો છે.
અઠ્ઠાવીસ નક્ષત્રો જિનશાસનના
સંશોધક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી)
શાંત-પ્રશાંત બની તટસ્થ ચિત્તે લેખમાળાને બે-ત્રણ વાર વાંચી જતાં સહજ લાગી જશે કે પ્રસ્તુત થયેલા પરિચયો કોઈ પણ ગચ્છ-સંપ્રદાય કે સમુદાય
તરફી નથી, બલ્કે એકમાત્ર જિનશાસનની ઝળહળતી જ્યોતિનો પ્રકાશ પાથરવા પારમાર્થિક પ્રસ્તુતિ થઈ છે. બીજી તરફ એ તથ્ય પણ ઉત્થાપી નથી શકાતું કે શ્વેતાંબરીય શ્રમણ સંઘ અને શ્રમણોપાસકોએ ખૂબ જ ભોગ આપીને પોતાનો તીર્થ વારસો સાચવ્યો છે, તે માટે કદાચ વાદો પણ થયા છે, વિવાદો પણ ઊભા થયા હતા. ક્યારેક તો હિંસાનો જવાબ અહિંસાથી પણ આપવો પડ્યો છે. શત્રુંજય ગિરિરાજ જેવા તીર્થાધિરાજની સેવા માટે તો જૈનોની આગેવાની સાથે દાદુજી બારોટ જેવા અનેક બ્રહ્મભટ્ટ જ્ઞાતિના ભક્તિવંતોની શહાદત કે જીવન બલિદાનની યશોગાથા અમરકથાની જેમ ઉમેરાઈ છે, તેમ તારંગા તીર્થને યુક્તિથી બચાવનાર અને દુષ્ટ અજયપાળને પણ સત્ય સમજાવનાર રામલાલ બારોટનો ઇતિહાસ પણ તાજો જ છે.
ક્યારેક અંબિકા, પદ્માવતી, ચક્રેશ્વરી કે શાસનદેવી મારફત તીર્થરક્ષા થઈ છે, કયારેક સીમંધરસ્વામીજીનાં પ્રમાણો પણ જીવંત બન્યાં છે. તે બધુંય સાક્ષીભૂત છે કે પ્રભુ મહાવીરની પાટ પરંપરા, તીર્થસ્થાનકો કે જ્ઞાનાગમોનો વારસો શ્વેતામ્બર સંઘોમાં જૈનાચાર્યો તથા સુવિહિત શ્રાવકોના સાનિધ્યે બહુજ વ્યવસ્થિત રીતે રક્ષણ પામ્યો છે અને આજે પણ તે બાબત મતાંતર વગર બધાય સંઘો-ગચ્છો-આચાર્યો એકમત થઈ પોતાનો સહકાર-ટેકો જાહેર કરી શકે છે. વિચાર-આચાર કે સામાચારીની ભિન્નતાથી ઊભા થતા અવનવા મતાંતરો અત્રે ગૌણ કરવા જ પડે અને મન-મગજને મુક્ત બનાવી શાસનરક્ષામાં જોડી દેવું પડે, તે માટે જૈનધર્મીય ઇતિહાસ અવગાહવો પડે.
તે જ હેતુથી પ્રસ્તુત લેખ સંગ્રહ આજ સુધીના પ્રકાશિત તમામ ગ્રંથો કરતાં સવિશેષ માહિતીપ્રદ જાણી અત્રે અવતરિત કરવામાં આવ્યો છે. કાયમી ધોરણે કામ આવે તેવો જૈનીય ઇતિહાસ નોંધનીય જ નહીં પણ આદરણીય પણ છે. જે માટે ખાસ શ્રમ અને સમય-સાધનાનો ભોગ આપી નવી કલમ ચલાવવા બદલ લેખકશ્રીને અભિનંદનના અર્ધ્ય અર્પણ કરીશું.
13
Jain Education International
૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org