________________
૧૯૬
વિનય દર્શાવ્યો. વિમલે પણ વિનય કર્યો અને અંબિકા કહેવા લાગી કે “વિમલ તું સ્વરૂપવાન છો તેમ હું પણ સ્વરૂપવાન છું. ફક્ત એટલું જણાવ કે તને મારી સામે જોયા પછી શું વિચાર આવે છે?''
તે સમયે સ્વરૂપવાન કન્યાની આંખોમાં વાસના-વિકાર અને મુખ ઉપર વિલાસી હાસ્ય ને ઉન્માદ હતો. વિમલકુમારની પરીક્ષા હતી. બ્રહ્મચર્યલક્ષી તે યુવાને અંબિકાદેવીને જવાબ આપ્યો કે “મારી માતાએ મને પરસ્ત્રીને બહેન કે માતા તરીકે જોવા માટે જ બે આંખો આપી છે અને ત્રીજી આંખ મારે છે નહીં કે તે સિવાય, ત્રીજી કોઈ દૃષ્ટિથી જોઈ શકું, માટે તું મને કેવી લાગતી હશે તે તો તારે જ વિચાર કરવાની વાત છે.’
આટલી જ વાત પૂર્ણ થતાં અંબિકા પ્રસન્ન થઈ ગઈ વરદાન આપ્યું અને તે પછી તો વિમલ દેવીકૃપાથી લાટ દેશના દંડનાયક, જૈનશાસનના પ્રભાવક શ્રાવક થયા છે, જેમના સાંનિધ્યથી છ'રી પાળતા સંઘ નીકળ્યા, અનેક જિનાલયોના જિર્ણોદ્ધારાદિ કાર્યો થયાં.
૮. બાહડ મંત્રીની નિષ્ઠા
ગુજરાતની ભોમકામાં થોડા જ સૈકા પૂર્વે થઈ ગયેલ બાહડ મંત્રીની કર્તવ્યનિષ્ઠા જાણવા-માણવા જેવી છે. તેમના પિતાશ્રી રાજા કુમારપાળના વિશ્વાસુ આરાધક મંત્રી ઉદયન નામે હતા. ક્યારેક યુદ્ધે જવું પડે તોય સવાર-સાંજનું પ્રતિક્રમણ કરનારા હતા. એકદા યુદ્ધમાં ઘવાયા અને અંત સમયે પોતાના પુત્ર બાહડ પાસે વચન લીધું હતું કે પોતાના મરણ પછી બાહડ પુત્ર શત્રુંજયના દાદા આદીશ્વર પ્રભુનું દહેરાસર લાકડામાંથી આરસનું બનાવે. ગિરનાર તીર્થે જવા પહાડ ઉપર પત્થરોના પગથિયાં કરાવે તે બેઉ વચન તો બાહડે આપ્યાં જ ઉપરાંત પિતા મંત્રીને એક સમયે કોઈ ભવાઈયાને સાધુવેશ પહેરાવી સમાધિ આપવામાં નિમિત્ત બનેલ. બાહડે પિતા મંત્રીની મરણોત્તર ક્રિયા કરી.
આપેલ વચનની નિષ્ઠા પ્રમાણે સાધન-સગવડ વગરના તે જમાનામાં લગભગ ત્રણ કરોડનો ખર્ચ કરી સુંદર આરસનું જિનાલય સિદ્ધગિરિ ઉપર બંધાવ્યું. કાર્યમાં અનેક મુશ્કેલીઓ નડી પણ બધાયનો સામનો કર્યો, પણ બીજા વચન પ્રમાણે ગિરનારમંડણ નેમિનાથ પ્રભુ સુધી પહોંચવાની પગથાર માટે પહાડમાં ક્યાં શિલાઓ મૂકવી, કેમ પગથિયાં બંધાવવાં તે માટે
Jain Education Intemational
જિન શાસનનાં
શિલ્પીઓની કલા પણ શરમાવા લાગી, કારણ કે આખોય કાચો રસ્તો ખાડા–ટેકરા તથા જંગલ-ઝાડીથી ભરેલ હતો. વાંકાચૂકા રસ્તે પગથાર કેમ બનાવી શકાય?
પણ બાહડ હિમ્મત ન હાર્યો. પિતાને મૃત્યુ સમયે આપેલ વચન નભાવવા અંબિકાનું સ્મરણ કરી, શરણ લઈ અઠ્ઠમ તપ કર્યો. ત્રીજી રાત્રિએ અંબિકા પ્રસન્ન થયાં. બાહડને સંકેત આપી દીધો. તેજ પ્રમાણે તળેટીએ સ્નાત્રમહોત્સવ કરી જેવી જાત્રા ચાલુ કરી આકાશમાંથી અક્ષતની ધાર પડવા લાગી. તે તે સ્થાન ઉપર પગથિયાં ગોઠવતાં થોડા જ દિવસોમાં પગથાર રચાઈ ગઈ, જે માટે લગભગ ત્રેસઠ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા, પણ બાહડમંત્રી ભલાઈનું કાર્ય કરી ખૂબ ખુશ હતા.
૯. નવકાર તીર્થનો જીર્ણોદ્ધાર
એક સમડી પારઘીના બાણથી વીંધાણી અને આકાશમાંથી કપાયેલ પતંગની જેમ લડખડાતી હતી. અંત સમય
હતો અને એક મુનિ મહાત્માના શ્રીમુખેથી મહામંગલકારી નવકાર મૃત્યુ સમયે મળી ગયો જેના પ્રભાવે તેજ તિચિણી સુદર્શના નામે રાજપુત્રી બની ગઈ અને તે ભવમાં પણ ફક્ત “નમો અરિહંતાણં' પદ સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન પામી. પૂર્વભવનો નવકારનો ઉપકાર સમજાયો, જેથી ગુજરાતના ભરૂચ નગરમાં પોતાના પ્રાણપ્રિય નવકારનું સ્મારક શકુનિકાવિહાર નામનું જિનાલય બંધાવ્યું, જે આજે પણ શાશ્વતા નમસ્કાર મહામંત્રના પ્રભાવને દર્શાવતું તે જ સ્થાને હયાત છે, પણ વચગાળામાં તે પ્રાચીનતીર્થ" જિર્ણોદ્ધારની એક નાની ઘટના જાણવા જેવી છે.
ઉદયનમંત્રીના પુત્ર અમ્બડને રાજા કુમારપાળે રાજના દંડનાયક નીમ્યા. એકવાર પલ્લીવન વિજય માટે સસૈન્ય જતાં રાત્રિની નીરવતા વચ્ચે ભક્તામરનો પાઠ કરી રહેલ તેમને સ્તોત્રની અઢારમી ગાથા “નિત્યોદયં દલિતમોહમહાન્ધકાર” બોલતાં ચક્રાદેવીએ પ્રગટ થઈ ચંદ્રપ્રભુની પ્રતિમા આપી, જે ચંદ્રકાંતમણિની હતી. વરદાનમાં નિઃસૃહિ અમ્બડે ફક્ત જિનપૂજા હેતુ નાગરવેલનાં પાન મળતાં જ રહે તેવી લબ્ધિ માંગી, જેથી જીવનના અંત સુધી તામ્બુલ બધેય દુર્લભ થવા છતાંય તેમને દેવીના પ્રભાવે રોજ પાન મળતાં રહ્યાં ને પૂજા અખંડિત થતી રહી.
For Private & Personal Use Only
www.jainelibrary.org