________________
૨૧૬
જિન શાસનનાં
માનસ્થિતિમાં લોક અત્યંત આ
વેપારધંધામાં ન
પોતાના ગુરૂ સ્વીકારી ફરી સંયમમાર્ગનું સંધાન કરી લીધેલ હતું તેથી પણ મંત્રીશ્વરની પીઢતા અને પ્રૌઢતા જાહેરમાં ગવાયેલ હતી.
એકદા તેમના ઉપર પૂરો રાજ્યભાર સોંપી જ્યારે સિદ્ધરાજ જયસિંહ તીર્થયાત્રાએ ગયેલ ત્યારે અચાનક તક શોધી માલવનરેશે પાટણ ઉપર આક્રમણ કરી દીધેલ. તેવા સમયે પોતાની સૂઝબુઝથી પોતાની અલ્પ શક્તિ માપી લઈ તેમણે સંધિનો શ્વેત વાવટો ફરકાવેલ હતો અને કોઈ પણ નકશાની વગર માલવપતિને સન્માન સાથે પ્રીતિભોજ કરાવી વિદાઈ આપેલ પણ હિંસાત્મક યુદ્ધ ન થવા દીધેલ.
આજ શાંતનુ મંત્રીને છેલ્લી ઉમ્રમાં રાજા સિદ્ધરાજ સાથે કોઈ બાબતનો મતભેદ થયો અને બોલાચાલી પછીનો વિખવાદ ટાળવા જ્યારે મંત્રીપદથી રાજીનામું આપી માળવા ચાલ્યા ગયા ત્યારે પાટણમાં તેમની ગેરહાજરીમાં વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ જતાં રાજાએ ફરી પાછા માનસન્માન સાથે પાછા બોલાવેલ. ગાઢ વફાદાર શાંતનુ મંત્રી માળવા ગયા પછી પણ સિદ્ધરાજના પક્ષમાં જ રહ્યા અને અંતે મેવાડમાળવા વચ્ચેના આહડ ગામે અણસણ લઈ દેહત્યાગી દેવલોકે ગયા છે. ૪૭. હસુમતી ભાવસારની સાધર્મિક
ભક્તિ સાધર્મિક ભક્તિનો આ જીવંત પ્રસંગ છે. અનુપમ પ્રકારની સાધર્મિક સહાયતા કેવળી વિશાળ વૃક્ષ બની ફળ આપનારી બની શકે છે તે માટે નિકટના ભૂતકાળમાં બની ગયેલ તે પ્રસંગને ખાસ વિચારવા જેવો છે. સાથે સાચા ભાવે થયેલ પ્રભુ ભક્તિ પણ કદીય નિષ્ફળ જતી નથી તે પણ હકીકત છે.
કર્ણાવતીમાં એક શ્રીમંતની પુત્રવધૂ હસુમતી ભાવસાર વિધવા થયેલ. પતિના પરલોકગમન પછી શ્રાવિકાએ જીવનમાં ધર્મારાધનાઓ ખૂબ વધારી દીધી અને પોતાને પ્રાપ્ત પરિસ્થિતિમાં દરરોજ જિનાલય જઈ પૂજા-દર્શન-ચૈત્યવંદન નિત્ય કરવા લાગી.
એક દિવસ જિનોપાસના કરવા આવેલ ત્યારે બે બાળકો, એક બાલિકા સાથે તે જ દહેરાસરમાં બહારગામથી કોઈ દંપતીયુગલને આવેલ દીઠા. એમાં ઉદા નામના એક સાવ
ગરીબ બની ગયેલ શ્રાવકની ધર્મપત્ની ઉપવાસી સ્થિતિ અને દુઃખીયારા સૂઈ ગયેલ બાળકોને ખોળામાં રાખી પતિ સાથે ચૈત્યવંદન કરતાં મધુરકંઠે સ્તવન ગાવા લાગી. દહેરાસરમાં તે પરદેશીની ભક્તિ અનેકોએ નજરે નિહાળી પણ ચાલુ ભક્તિમાં કેમ તે પૂછાય કરી લોકો ભાવવિભોર બની સ્તવન ગાતા પતિપત્નીને દેખી આનંદ પામી આવતા-જતા રહ્યા. આમ પાંચ-સાત સ્તવન ગવાઈ ગયા પછી જ્યારે તેઓ સપરિવાર ચિંતિત ચહેરે બહાર નીકળ્યા ત્યારે તેમના જ પરિચય અને પરોણાગતી માટે બહાર રોકાયેલ હસુમતી ભાવસારે તેમનો રૂડો પરિચય કરી તેમની કઠણાઈ સમજી લઈ તરત જ સાધર્મિક મહેમાનને પ્રણામ કરી પોતાના ઘેર જ મહેમાન બનાવ્યા. સત્કારવાળી ભોજનભક્તિ કરી, ઉપરમાં સંઘપૂજન જેવો વ્યવહાર કરતાં કિંમતી વસ્તુઓ ભેટ આપી તે સૌની ઇચ્છા પૂછી.
ઘરબાર છોડી દીધેલ પૂરા પરિવારને સદ્ધર કરી સન્માનસ્થિતિમાં લાવવા હસુમતીએ પોતાની માલિકીનું એક મકાન ઉદા વણિકના અત્યંત આગ્રહથી નજીવા ભાડા ઉપર રહેવા આપી દીધું. એકાદ વરસમાં જ વેપારધંધામાં નફો થઈ જવાથી જ્યારે તે જ ઘર ખરીદીને મૂળ પાયાથી ખોદકામ કરી નવું ચણતર ચાલુ કર્યું ત્યારે જમીનમાંથી સોનું-ઝવેરાતદાગીના વગેરેના ચરૂ નીકળી આવ્યા. તે બધુંય ધન અણહક્કનું માની હસુમતીને આપવા ઉદો તૈયાર થયો ત્યારે વિધવા તે શ્રાવિકાએ પણ પોતાની માલિકી જતી કરી મહેમાન ઉદાને જ તેનો હક્ક આપ્યો હતો. તે બાબતની રકઝક રાજા સિદ્ધરાજ સુધી જ્યારે ગઈ ત્યારે નીતિ પ્રમાણેના હકદાર ઉદા વણિકની પ્રમાણિકતા દેખી તેને તરતમાં જ નગરના મંત્રીપદની મુદ્રા પહેરાવી હતી. આમ શ્રાવિકા હસુમતીની પ્રસંગોચિત્ત સાધર્મિક ભક્તિના પ્રભાવે જિનશાસનને ધર્મી ઉદયન મંત્રી મળ્યા હતા. જેમણે તે જ ચરની લક્ષ્મીને જિનાલય બાંધવામાં લગાડ્યા પછી પણ અઢળક શાસન પ્રભાવનાઓ કરેલ.
૪૮. દાનશૂરા જગડુશા ઉદારતા અને દાનધર્મમાં જેમને તે સમયના કોઈ ધનવાનો અને શ્રેષ્ઠીઓ પણ આંબી ન શક્યા તેવા દાનશૂરા જગડુશાએ પરમદેવ નામના જૈનાચાર્ય પાસેથી દુકાળની આગાહી જાણી વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ની સાલમાં સોથી વધુ દાનશાળાઓ ખુલ્લી મુકી દઈ છૂટા હાથે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org