________________
ઝળહળતાં નક્ષત્રો
તેમાં રાણી જોધાબાઈ જે અકબરની બેગમ અને સલીમની માતા હતી તેણીએ દિલ્હી છોડી દીધું અને અહમદાબાદ બાવી ગઈ ત્યારે જિનશાસનના રાગી શેઠ શાંતિદાસે પોતાના બંગલે આશ્રય આપવાથી અને સારી આગતા-સ્વાગતા કરવાથી જૈનોના સંબંધ મુસ્લિમ બાદશાહ સાથે સારા બની ગયા હતા. જોધાબાઈએ શાંતિદાસને પોતાના ભાઈ માની લીધા, તેથી જ્યારે પિતા અકબર અને પુત્ર સલીમનું સમાધાન થઈ ગયું ત્યારે જોધાબાઈ દિલ્હી પાછી વળી અને તેણીનો પુત્ર શેઠ શાંતિદાસને જોહરી મામા કહેવા લાગ્યો અને બાદશાહે પણ શાંતિદાસ શેઠની વ્યવહાર કુશળતા દેખી તેમને અહમદાવાદના નગરશેઠ જાહેર કરી દીધા. બલ્કે અહમદાવાદથી પંદર હજાર જાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ સિદ્ધગિરિની જાત્રા માટે કાઢ્યો ત્યારે ઘણી બધી સગવડ તો અકબર બાદશાહે પૂરી કરી આપી.
પણ તે પછી અકબર અને જહાંગીર પછી વિ.સં. ૧૬૪૫માં શાહજહાંએ અમદાવાદના સૂબા તરીકે નિયુક્ત કરેલ ઔરગંઝેબે જ્યારે ધર્મઝનૂની બની શેઠ શાંતિદાસનું ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર રાતોરાત મસ્જિદમાં ફેરવી નાખ્યું ત્યારથી આઘાત પામેલા શેઠે શાહજહાંનો સંપર્ક કરી અકબર સાથેના સંબંધો યાદ કરાવી વૃદ્ધાવસ્થામાં પણ તીર્થરક્ષાના ફરમાનો બહાર કઢાવી વિ.સં. ૧૬૫૯ની સાલમાં સિત્તેર વરસની ઉંમરે પોતાનો વારસો પુત્ર લક્ષ્મીચંદને સોંપી પરલોક ગમન કર્યું, પણ તે પૂર્વે વિ.સં. ૧૬૫૮ની સાલમાં મુરાદ અને શાહજહાંને પણ કેદખાને ધકેલી ઔરંગઝેબ જ્યારે દિલ્હીનો બાદશાહ બની બેઠો ત્યારે સ્વર્ગગમન પૂર્વે જ શાંતિદાસ શેઠે પુત્ર લક્ષ્મીચંદ શેઠને ઔરંગઝેબથી ચેતતા રહેવા સૂચના કરી દીધી, સ્વયં અંતિમયાત્રા પૂર્વ ઔરંગઝેબને મળી આવ્યા, ને દિલ્હી જઈ ઝવેરાતોનું નઝરાણું નવા બાદશાહને ધરી ખુશ કરી દીધા ને બદલામાં મુરાદ નામના ગુજરાતના સૂબાએ જે રકમ શત્રુંજય ગિરિરાજના અધિકારની સનદ માટે લીધેલ, તે રકમ પાછી મેળવી લીધી, બલ્કે ઔરંગઝેબે શેઠ શાંતિદાસની ધર્મભાવના, વૃદ્ધાવસ્થા અને અકબર બાદશાહ સાથેના સારામાં સારા સંબંધોની મૂલવણી કરી સ્વેચ્છાએ આબુ, ગિરનારના પહાડો પણ શત્રુંજય ગામની જેમ પાછા ભેંટ કરી દીધા. ઉપરાંત દર વરસે શેઠ શાંતિદાસની ભાવના મુજબ નવા ફરમાન કાઢી આપવા હોદ્દેદારોને સૂચના કરી, પણ તે પછી શેઠ શાંતિદાસ તો ફક્ત એક વરસ જ જીવ્યા તેથી આગળનું કાર્ય શેઠ લક્ષ્મીચંદે ઉપાડ્યું, ઔરંગઝેબની જેમ જ તેના પુત્ર
Jain Education Intemational
૧૯૩
બહાદુરશાહ બાદશાહ તથા જહાંદરશાહ જ્યારે બાદશાહ થયા ત્યારે તે બેઉને પણ મિત્રસંબંધથી બાંધી રાખ્યા ને શત્રુંજય વગેરે તીર્થોની રક્ષા માટે સનદો મેળવતા રહ્યા.
તે પછી તો જહાંદરશાહનો વિદ્રોહ જ્યારે સૈયદ બંધુઓએ કર્યો ત્યારે દિલ્હીના તખ્ત ગોઠવાયેલા સૈયદબંધુઓને પણ આર્થિક સહાય આપી સદ્ધર કરી દીધા. જેવી દીર્ઘ દૃષ્ટિ સ્વ. શેઠ શાંતિદાસની હતી તે જ વારસો શેઠ લક્ષ્મીચંદને મળ્યો અને તેવી જ વિશાળતા તેમના પુત્ર ખુશાલચંદ શેઠમાં ઊતરી.
તેને કારણે તે સમયના અહમદાવાદના સૂબા અખત્યારખાંએ જ્યારે ચૈત્ર સુદ તેરસના પ્રભુ મહાવીરદેવના જન્મકલ્યાણકના વરઘોડા માટે પણ પ્રથમવાર જ પરવાનગી માંગવાની સૂચના મોકલી ત્યારે શેઠ ખુશાલચંદે નારાજગી વ્યક્ત કરી પરવાનગી વગર જ વરઘોડો કાઢીશું તેવો સંદેશ સૈનિક સાથે મોકલ્યો, ઇર્ષ્યાળુ અખત્યારખાંએ શેઠને જ કેદ કરવા પચાસેક જેટલા ઘોડેસ્વાર મોકલ્યા, જેને શેઠના પાંચસો આરબ સૈનિકોએ શેઠની પોળથી દૂરજ ભગાડી મૂક્યા. વાત વણસી ને સૂબાએ મોટી ફોજ ઉતારી.
અહમદાવાદમાં યુદ્ધ જેવું વાતાવરણ સર્જાતા મહાજન ભેગુ થયું ને સૂબાને સમજાવવા બધાય ગયા, પણ તે વટમાં રહ્યો અને અંતે શર્ત મુજબે શેઠ ખુશાલચંદ જ્યારે તીર્થ-મંદિરો તથા સંઘની રક્ષા હેતુ ત્રણ દિવસમાં અહમદાવાદ છોડી પેથાપુર નિકટના વાસણા ગામમાં ચાલ્યા ગયા ત્યારે જ સૈન્ય પાછું ખેંચ્યું, યુદ્ધ ટળ્યું અને અહમદાવાદમાં ફરી શાંતિ સ્થપાણી.
શેઠ ખુશાલચંદે તો દિલ્હીના સૈયદ બંધુઓનો તરત સંપર્ક કરી અખત્યારખાં સૂબેદારને જોરદાર ઠપકો અપાવ્યો ને પોતે પાછા ઠાઠમાઠથી અહમદાવાદમાં પ્રવેશ પામ્યા તે પછી પણ રાજકીય ઉથલપાથલને કારણે જ્યારે આખાય અહમદાવાદને લૂંટવા મરાઠા તૂટી પડવાના હતા ત્યારે તેમને પણ પુષ્કળ ધન આપી પાછા વાળ્યા, જેના કારણે અમદાવાદના હિન્દુ અને મુસ્લિમ વેપારીઓએ શેઠના વંશવેલાને સેંકડે ચાર આના માલ વેંચાણ ઉપર ભરી સરભર કરવાનું નિર્ણિત હતું.
અકબર
સ્વ. શેઠ શાંતિદાસ અને સ્વ. શેઠ લક્ષ્મીચંદની જેમ સિસોદીયા વંશના શેઠ ખુશાલચંદે પણ બાદશાહના વંશવેલા સાથે સંબંધો જાળવી રાખી પ્રત્યેક તીર્થની રક્ષા તો કરી પણ જ્યારે સત્તા મરાઠાઓના હાથમાં આવી ત્યારે તેમની સાથે પણ આર્થિક દાન
For Private & Personal Use Only
www.jainelibrary.org