________________
૧૯૧
ઝળહળતાં નક્ષત્રો
તો ચાલો વાર્તાવિહારને બદલે સત્યપ્રસંગોને સત્કારવા ચાલીએ, ભવ્ય ભાવોથી વધાવીએ અને સ્વના સુકતસ્વપ્નને સંવારીએ.....
૧. અવધિજ્ઞાની આનંદશ્રાવક
પરમાત્માના શાસનમાં ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રાવકશ્રાવિકાઓનું સ્થાન પણ આરાધક આત્માઓ રૂપે અનાદિ કાળથી સ્વીકૃત છે. તેમાંય નિશ્ચલ મનવાળા, પરિણત, પીઢ અને પ્રૌઢ શ્રાવકો તો સંયમના સોપાનો સર કરવામાં દેખીતી રીતે અસફળ પણ શ્રાવકપણાના વ્રત-નિયમો અણિશુદ્ધ પાળી સંયમલક્ષી ગૃહસ્થજીવનમાં અનેક પ્રકારે સફળ જોવા મળે છે.
- વીતરાગ સ્થાપિત શ્રીસંઘમાં આર્થિકબળથી અદ્ધર પુણીયા શ્રાવકની સામાયિક અને સાધર્મિક ભક્તિની આરાધના પણ અનુમોદાય અને સ્વયં પરમાત્મા મહાવીરદેવ પણ જેમની પ્રશંસા સ્વમુખે કરે, તો ગુણવાન કે ધનવાન એવા આનંદ- કામદેવ જેવા આરાધક સાધકોની કથાકહાણી લોકમુખે ગવાય તેમાં આશ્ચર્ય શાને?
શ્રાવિકા શિવાનંદાના ભર્તાર અને વણિકગ્રામવાસી આનંદ નામના શ્રાવક ભગવાન મહાવીર દેવના સમકાલીન ઉપાસક થઈ ગયા, ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં જેના ૪૮૩ કરોડ સોનૈયા રોકાયા હોય તેવા ૧૨ ક્રોડ સોનૈયા સાથે વિશાળ ચાર ગોકુળના સ્વામિ તે શ્રાવકે પુતિપલાશ નામના ઉદ્યાનમાં સમવસરિત પ્રભુજીની દેશના સુણી જે પ્રમાણે પરિગ્રહ પરિમાણ અને ભોગપભોગ વિરમણવ્રત સ્વીકાર્યા તેવો ત્યાગ તો શ્રાવકધર્મની શોભામાં ચાર ચાંદ લગાડી દે તેવો પંકાયો હતો. એટલું જ નહીં બલ્ક ત્યાગ સાથે તપમાં પરપાર્થ ફોરવી મર્યાદિત ક્ષેત્રના અવધિજ્ઞાની બનવાનું સૌભાગ્ય પણ આનંદ શ્રાવકને લાધી ગયેલ.
સંયમી સાધુ માટે પણ દુર્લભ એવું તૃતીયજ્ઞાન પ્રાપ્ત કરી એવી તો પ્રબળ સાધના અને સમતા સાધી કે તેમના
ઉત્પન્ન જ્ઞાન માટે આશંકા ઉત્પન્ન કરનાર પંચમહાવ્રતધારી ગણધર શ્રેષ્ઠ ગૌતમસ્વામિને પણ પરમાત્માના આદેશથી અણુવ્રતધારી આનંદશ્રેષ્ઠીને સામે ચઢી ક્ષમાપના કરવા જવાનો પ્રસંગ આવેલ.
દીર્ધકાળ ગૃહસ્થજીવનમાં પણ શ્રાદ્ધસાધક બની કર્મો ખપાવી સૌધર્મ દેવલોકમાં અરૂણપ્રભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યધારી એકાવતારી દેવ તરીકે જેમનો જન્મ થયો છે તેવા શ્રાવકશ્રેષ્ઠ શ્રેષ્ઠી આનંદની કથાવાર્તા આજે પણ અનેકોને આનંદ આપનારી બને છે, જે ગૃહસ્થો માટે તો ખાસ આદર્શરૂપ કહી શકાય. કારણ કે તે ધનાઢ્ય શ્રાવકના શુભનિમિત્તે તે નગરના કોલ્લાક સન્નિવેશના અનેક નિવાસીઓ પણ સવિશુદ્ધ જિનધર્મ પામી ગયેલ અને આરાધનાભરી શાસનપ્રભાવના સ્વયંભૂ સર્જાણી હતી.
આવા વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષા વર્તમાનના વિલાસી, ભૌતિક, કૃત્રિમ અને વિકારી વાતાવરણ વચ્ચે કેમ કરી શકાય. કદાચ તેથી જ મોક્ષમાર્ગ પણ રૂંધાઈ ગયો છે. મોક્ષગમન બંધ થયું છે. ૨. ઉપસર્ગ વિજેતા શ્રાવક કામદેવ
ભર્યાભર્યા દેવ-દાનવ-માનવ અને તિર્યંચોના સમવસરણમાં પરિષહવિજેતા તરીકે પરમાત્મા મહાવીર ભગવંતે પણ જેમની ગ્લાધા કરી છે તથા અણગારી એવા ગૌતમસ્વામિ વગેરે સંયમીઓને પણ જે શ્રાવકના મનોબળ અને આદર્શો માટે નોંધ લેવા બાધ્ય કર્યા હતા, તે શ્રાવકનું નામ કામદેવ. કુલ ૧૮ ક્રોડ સુવર્ણમુદ્રાધારી + વિશાળ છેછ ગાયોના ગોકુળ ધરાવતા ચંપાનગરીના તે શ્રમણોપાસક ધનાઢ્ય તો હતા જ સાથે ગુણાત્ય પણ હતા.
જ્યારે પ્રભુવીર પુણ્યભદ્ર ઉદ્યાનમાં સમવસર્યા ત્યારે કુલપતિ કામદેવે સામે ચઢી અડવાણે પગે પધારી જિનવાણીને અવધારી. જીવનમાં ભદ્રા શ્રાવિકાની સાથે સજોડે બાર અણુવતો સ્વીકારી ઉત્તમ દેશવિરતિ અંગીકારી હતી.
અવગ્રહિત સર્વે વ્રતોને લાગલગાટ ચૌદ વરસો સુધી વહન કરતાં એવી તો આત્મશુદ્ધિ ઉપજી કે એક વારની જ શુભભાવના થકી સંસારનો બધોય ભાર પોતાના પુત્રોને સોંપી સ્વયં સાધુ જેવી સાધના સાધવા સ્વયંની પૌષધશાળામાં સાધક બની ગયા અને દર્ભના સંથારા સાથે અલ્પઉપધિધારી બની અકિંચન દશા અનુભવવા લાગ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org