________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૭
-
.
-
ક
જળ શાશનાં દીપ્તિમંત સાધુ fક્ષકોશ્ચોળી નીશાળા (પ્રભાવકોની તેજસ્વી તવારીખ)
સંયમમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિતપ્રજ્ઞસૂરીશ્વરજી મ.સા.
ર૫00 વર્ષનો જૈનશાસનનો ઇતિહાસ એમ કહે છે કે સિદ્ધાંત અને શાસન રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાળા આ શ્રમણ સંસ્થાના સંઘનાયકો અને
જ્યોતિર્ધરોને પ્રસંગે પ્રસંગે અનેક તાણાવાણામાંથી પસાર થવું પડ્યું છે. કાળબળની સામે પડકાર ફેંકીને પણ શાસનની આન-શાન વધારી છે. સો ટચના સોના જેવો શાસનનો મૂલ્યવાન વારસો જાળવવામાં આ પ્રતિભાસંપન્ન સંઘનાયકોની રોમાંચક વાતો ઇતિહાસના પાને જોવા મળે છે.
જૈન શાસન શિરતાજ દીક્ષાયુગ પ્રવર્તક તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અનેકાનેક શિષ્યપ્રશિષ્યરત્નો જૈન શાસનના રાજા સમાન, નવપદના તૃતીય એવા સૂરિ-આચાર્યપદને શોભાવી રહ્યા છે.
પ.પૂ.આ.શ્રી ગુણયશસૂરિજી મ. તથા પ.પૂ.આ.શ્રી કીર્તિયશસૂરિજી મ.ના આશીર્વાદ મેળવી આ લેખમાળામાં પ્રગટ થયેલ લેખમાળાનું સંકલન કરનાર આવા જ એક સૂરિપુંગવ છે સંયમમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિતપ્રજ્ઞસૂરીશ્વરજી મહારાજ.
અમરેલી સૌરાષ્ટ્રના વતની. ત્યાં જ વિ.સં. ૧૯૮૬ના ભાદરવા વદ ૧૧ના જન્મ્યા. માતા મીઠીબહેન અને પિતા તારાચંદભાઈ કોરડીયા હતા. વ્યવસાય માટે મુંબઈ–મુલુંડ રહેતા. નાનપણથી જ ધર્મના સારા સંસ્કાર હતા. વૈરાગ્યનો ઢાળ હોવાથી યુવા અવસ્થામાં પણ ભોગથી વિમુખ રહી બ્રહ્મચારીનું જીવન ગાળતા હતા. મુલુંડમાં આઠ વર્ષ સેવાભાવથી ધાર્મિક પાઠશાળા ચલાવી હતી. નમસ્કાર મહામંત્રારાધક પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે પણ
મુમુક્ષપણાની તાલીમ મેળવી હતી. તેઓશ્રીની હાર્દિક સંમતિથી તેઓશ્રીના (પૂ.આ.શ્રી વિજય હિતપ્રજ્ઞસૂરિજી મ.સા.).
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org