________________
ઝળહળતાં નક્ષત્રો
લાગ્યો. તેની એ ભાષા જાણતા હોવા છતાં કૌતુકથી આચાર્ય ભગવંતે ભીંત પર ચીતરેલા ઘોડા પાસે કષ્ટથી પણ જેનો જવાબ ન આપી શકાય એવા ગહન વિકલ્પો અત્યંત વેગથી બોલાવ્યા. આ સાંભળી દ્રવિડ વાદી નિરુત્તર થઈ ચાલ્યો ગયો.
શાસન પ્રભાવના
આચાર્યશ્રીએ ૪૧૫ રાજકુમારોને બોધ પમાડી જૈન બનાવ્યા. ધૂળનો કોટ પડી જવાની આગાહી કરીને ૭૦૦ શ્રીમાળી કુટુંબોને બચાવ્યા અને તેમને દૃઢ જૈનધર્મી બનાવ્યા. આચાર્યશ્રીના ઉપદેશથી મહીરોલ ગોત્રના ડીંડક શ્રીમાલી જૈન બન્યા અને તેમણે ભગવાન આદીશ્વરનું ચૈત્ય બંધાવ્યું.
આચાર્ય શાન્તિચન્દ્રસૂરિજીની આજ્ઞાથી તેમના શિષ્ય આચાર્ય પૂર્ણચન્દ્રસૂરિએ સં. ૧૦૮૪માં ચૈત્રી પુનમે રામસેન નગરના રાજા રઘુસેનના જિનાલયમાં ભગવાન આદિનાથની પ્રતિષ્ઠા કરાવી.
આચાર્ય શાન્તિચન્દ્રસૂરિજીએ ‘અંગવિજ્જા’ નામના ગ્રંથનો ઉદ્ધાર કર્યો. ૫૧ ગાથાનું જીવવિચાર પ્રકરણ રચ્યું. ધર્મરત્નપ્રકરણ નામના ધર્મશાસ્ત્રની રચના કરી. ૯૧૦ ગાથાના ‘સંઘાચાર માધ્ય’ નામે પ્રસિદ્ધ ચૈત્યવંદન ભાષ્યની રચના કરી, જેમાં ચૈત્યવંદનના રહસ્યોને પ્રગટ કર્યા છે. શાસ્ત્રરૂપે ક્યાંય નહીં મળતી ઘણી આચારણાઓના તર્કસંગત છતાં શાસ્ત્રસંમત ખુલાસાઓ, બીજે ક્યાંય નહીં મળતા એવા ઘણા અજ્ઞાત
૧૮૧
પદાર્થોથી સભર, અતિ સરળ રીતે શાસ્ત્રોના ચાવીરૂપ રહસ્યોનું પ્રગટીકરણ, પ્રવાહી પ્રાકૃતભાષા, શક્તિ-ભક્તિ-યુક્તિનો ત્રિવેણી સંગમ એ આ ભાષ્યગ્રંથની વિશેષતાઓ છે.
જ્ઞાનસાધના
ઉત્તમ શીલસંપન્ન, સિદ્ધાંત વિશારદ, પ્રવચન ભાસ્કર, પુર્ણતલ્લગચ્છિય આચાર્ય ગુણસેનસૂરિની પ્રેરણાથી, પાટણમાં મહામાત્ય શાંતુ મહેતાના ચૈત્યગૃહમાં રહીને આચાર્ય શાન્તિચન્દ્રસૂરિએ વાદશક્તિના કિલ્લા સમી, ઉત્તરાધ્યયનસૂત્રની પાઈઅટીકા’ના નામે પ્રસિદ્ધ શિષ્યહિતા ટીકા બનાવી. આ ટીકાના આધારે સ્રીનિર્વાણ અંગેના અનેક વિકલ્પોનો ઉપન્યાસ કરી આચાર્ય મુનિચન્દ્રસૂરિના શિષ્ય આચાર્ય વાદિદેવસૂરિએ સિદ્ધરાજની સભામાં દિગંબર આચાર્ય કુમુદચન્દ્રને હરાવ્યા હતા. જૈનધર્મના દેઢ અનુરાગી સિદ્ધનાગ વંશના શ્રાવક વરદેવે જ્ઞાનની અતિભક્તિથી ‘પાઈઅ−ટીકા'ની પ્રતિ લખાવી હતી.
અંતિમ સાધના
એક દિવસ આચાર્યશ્રીએ થરાદ તરફ વિહાર કર્યો. થરાદમાં આચાર્યશ્રીના પ્રવચનમાં નાગિનીદેવી આવી એટલે આચાર્યશ્રીએ પાટલા પર વાસક્ષેપ નાખી તેને સ્થાપન કરી.
વરદેવે અંતિમ સમયે પોતાના પુત્રોને સંપત્તિ સોંપતા જણાવ્યું આવું રોજ થતું. એક વાર વિસ્મરણથી આચાર્યભગવંત પાટલા
હતું કે મારા શ્રેય માટે તમે જિનમંદિર આદિ સુકૃતોમાં ધન વાપરજો પણ સૌથી વધુ ધન જ્ઞાનના લેખન-સંરક્ષણ માટે વાપરજો.
પર વાસક્ષેપ નાખવો ભૂલી ગયા. તેમ જ દેવીને આસન પણ ન મોકલ્યું. તેથી દેવી લાંબો વખત ઉંચે અદ્ધર ઉભી રહી. પછી રાત્રે આચાર્ય ભગવંત ધ્યાનમાં બેઠા ત્યારે નાગિનીદેવીએ ઉપાશ્રયમાં આવી આચાર્ય ભગવંતને ઉપાલંભ આપતા કહેવા લાગી, “આપના વાસક્ષેપના અભાવે ઉંચે રહેતા મારા ચરણે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાનમય એવા આપને પણ વિસ્મૃતિ થઈ એ લક્ષણથી હવે આપનું આયુષ્ય છ મહિના જેટલું શેષ લાગે છે. માટે આપે ગચ્છની વ્યવસ્થા કરીને પરલોકની સાધના કરી લેવી જોઈએ એવું મારા જાણવામાં આવવાથી હું આપને નિવેદન કરું છું.” એમ કહી દેવી અંતર્ધ્યાન થઈ ગઈ.
Jain Education International
તેમણે પર્વપંજિકા નામક એક અર્હભિષેક વિધિના ગ્રંથની રચના કરી છે. તેનું સાતમું પર્વ એ અત્યારે પ્રસિદ્ધ એવી ‘બૃહત્ક્રાંતિ’ છે એમ કહેવાય છે. આ સંસ્કૃત કૃતિમાં અત્યારે પ્રાપ્ય પાંચ પર્વોમાં અનુક્રમે ૧૦-૧૬-૩૦–૧૮ અને ૨૪ પઘો છે એમ કુલ ૯૮ પઘો છે. પ્રથમ પર્વમાં જિનાભિષેકનું ફળ અને ભગવાન ઋષભદેવના જન્માભિષેક અને રાજ્યાભિષેકનો ઉલ્લેખ છે. બીજા પર્વમાં જિનબિંબ માટેની વેદી, જિનસ્નાત્રના અધિકારી શ્રાવક અને દસ દિક્પાલોને આહ્વાનનું વર્ણન છે. ત્રીજા પર્વમાં ઘૂમાવલી અને જિનબિંબનું વર્ણન, ગંગાદિ ચૌદ નદી-પાદિ મહાદ્રહોમાં વસનારી છ દેવી તથા પ્રભાસાદિ તીર્થોના અધિપતિઓને આહ્વાન વગેરે બાબતો છે. ચોથા પર્વમાં પરમાત્માને સર્વોષધિસ્નાનનું વર્ણન છે. પાંચમાં પર્વમાં ધાન્યાદિ દ્વારા બલિ, મંગળદીવો, આરતી, લૂણ ઉતારણ, દસ દિક્પાલોનું સન્માનપૂર્વક વિસર્જન તેમજ નવગ્રહોના વર્ણ વગેરે માહિતી છે. આ ગ્રંથના ઉદ્ધરણો કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરિકૃત ‘યોગશાસ્ત્ર’ની સ્વોપજ્ઞવૃત્તિમાં, જિનપ્રભસૂરિકૃત દેવાધિદેવ પૂજાવિધિમાં, આચાર્ય રત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધવિધિકૌમુદીમાં આદિ ગ્રંથોમાં જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org