________________
૧૭૨
જ્ઞાન-સાધના કરવી તથા જ્ઞાન-સાધક અન્યને સહાયક થવું, સાધકના રુચિ-રસ ઊભાં કરવાં એ પૂજયશ્રીનો શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાનાવરણીયકર્મના અદ્ભુત ક્ષયોપશમથી શાસ્ત્રના કઠિન-જટિલ ગણાતા પદાર્થોને સહેલાઈથી બીજાના મગજમાં ઉતારવાની હથોટી ધરાવનાર પૂજ્યશ્રી શ્રેષ્ઠ પ્રવચનકાર છે. જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાંની વ્યક્તિને પૂજ્યશ્રીના નિર્દભ–નિષ્કપટ, શાંતિપ્રિયતા વગેરે ગુણવૈભવ પ્રત્યે આકર્ષણ સાહજિક થઈ જાય છે. પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં થતા ઉપધાન તપ, છ'રીપાલક તીર્થયાત્રા, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આદિ પ્રસંગો આનંદોલ્લાસપૂર્વક સંપન્ન થયા છે. પ્રસંગો વચ્ચેય પૂજ્યશ્રીની પ્રસન્નતા હૃદયસ્પર્શી પ્રવચનોથી શ્રોતાઓને ધર્મ હૃદયગમ્ય થાય છે એવા પૂજ્યશ્રી વકતૃત્વકલાની જેમ લેખનકલામાંય માહિર છે. બાળ-યુવાન-વૃદ્ધ દરેક પૂજ્યશ્રી દ્વારા લિખિત ૫૪ જેટલા પુસ્તકોનું રસપૂર્વક વાચન કરે છે. સ્યાદ્વાદમંજરી-પ્રતિમાશતક, ધર્મસંગ્રહણી ભાગ૧ તથા ભાગ-૨ જેવા ન્યાય પ્રચૂર શ્રી નંદીસૂત્ર, શ્રાદ્ધવિધિપ્રકરણ આદિ ગ્રંથોના કરેલ સુંદર અનુવાદનું વાચન ચતુર્વિધ સંઘમાં થઈ રહ્યું છે.
આવા ગુણનિધિ પૂજ્યશ્રીના ચરણે લાખ લાખ વંદન કરી પૂજ્યશ્રી લિખિત લેખમાળાનું અવગાહન કરીએ.... —સંપાદક
નિર્મળ સંયમધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મઘોષસૂરિવર મહારાજા “આ દરવાજે લગાડવા આસોપાલવનું તોરણ લાવજો તો!’’ “આંગણામાં રંગોળી પૂરવાના રંગો ક્યાં મૂક્યા છે?’’ “ભીંત પર કંકુના થાપા લગાવવાનું ભૂલતા નહીં.' “અરે! રસોઈયાને મોતીચુર માટેનું કેસર પહોંચાડ્યું કે?” રેશમની તળાઈ ને મખમલના ગાલીચાને મહેમાનોના ઉતારે પહોંચાડો.’’
જિન શાસનનાં
એવી તમામ તૈયારી થઈ રહી છે.
રાજસ્થાનના નાગોરથી પાલનપુર થઈ ગુજરાતના વિજાપુર આવી વસેલા વરદેવ પલ્લીવાલના વંશજ સંઘવી શેઠ શ્રી જિનચન્દ્ર વરહુડિયાના આંગણે વિવાહનો માંડવો મંડાયો છે. શેઠાણી ચાહિણીના ચોથા પુત્ર વીરધવલના લગ્ન લેવાયાં છે. તેનો નાનો ભાઈ ભીમદેવ વિવાહની તૈયારીમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટે દોડધામ કરી રહ્યો છે. આંખુય ઘર વિવાહઘેલું બન્યું છે. રસનાને તૃપ્ત કરે તેવી રસવતી, નાકને સુરભિત કરે તેવી ફુલ–અત્તરની સુગંધ, આંખને ઠારે તેવી રંગોળી–ચાકળા–તોરણ-વસ્ત્રોની સજાવટ, મનને ડોલાવે તેવા ગાયન-વાદન, શરીરને આરામ આપે એવા ગાદી-તકીયારજાઈ–તળાઈ—ગાલીચાઓ. આમ પાંચે ઇન્દ્રિયોને અનુકૂળ
“ધર્મલાભ!” ડેલીના દરવાજે અવાજ સંભળાય છે. બધા લગ્નની ધમાલમાં વ્યસ્ત છે. “ધર્મલાભ!” ફરી અવાજ સંભળાયો. “પધારો, પધારો મુનિરાજ, પધારો!” ભીમદેવ હરખભેર ગોચરીએ આવેલા મુનિવરોને આવકારે છે. ઘરમાં આવેલા આ રૂડા અવસરે આવો સુપાત્રદાનનો લાભ ક્યાં મળે? ગોચરી વહોરાવતાં વાત-વાતમાં ભીમદેવે જાણ્યું કે શાંતસ્વભાવી, સચોટ ઉપદેશક, ચારિત્રનિષ્ઠ આચાર્ય દેવેન્દ્રસૂરિ વિજાપુર પધાર્યા છે. આ તો ઘર આંગણે ગંગા! આવી તક કોણ ચૂકે? જિનચન્દ્રશેઠ સપરિવાર આચાર્યભગવંતને વંદન કરવા અને તેમની અમૃતવાણીનો લાભ લેવા પૌષધશાળામાં પધાર્યા. આચાર્યશ્રીના પ્રવચનના સંવેગ, ત્યાગ અને શાંત રસના અમોઘ પ્રવાહને ઝીલતા વીરધવલના હૃદય પરથી રાગના રંગો એક પછી એક ઉતરવા માંડ્યા. સંસારની અસારતા અને વૈરાગ્યના ઉપદેશથી તેણે વિવાહનો વિચાર માંડી વાળી, દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. જિનચન્દ્રશેઠના ઘરમાં જાણે ભૂકંપ થયો. બધા જ સગા-સંબંધીઓ વીરધવલને વિવાહ કરવા માટે સમજાવવા મચી પડ્યા. પણ વીરધવલનો દૃઢ વૈરાગ્ય જોઈ પુત્રનું કલ્યાણ ઇચ્છતા જિનચન્દ્રશેઠે તેને દીક્ષા માટે સહર્ષ રજા આપી. આ બધી મથામણમાં નાનાભાઈ ભીમદેવના હૃદયમાં વિચારવલોણું ચાલ્યું. તેણે પિતાજીને કહ્યું, “જો મોટાભાઈ
પૂજ્યોની પ્રવચનધારાના પ્રભાવે ઠાઠથી નીકળનારા લગ્નના વરઘોડા દીક્ષાના વરઘોડામાં ફેરવાઈ ગયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org