________________
ઝળહળતાં નક્ષત્રો
એક વાર એક જ દિવસે એકવીસ સંઘોનું આગમન થયું. આટલા બધામાં પહેલી માળા કોણ પહેરે એ પ્રશ્ન પેચીદો બન્યો.
જ્ઞાની પુરુષોએ માર્ગ કાઢ્યો.
સંઘમાળ પ્રસંગે જે જે સંઘવી જે જે નિયમો લેવા ઇચ્છતા હોય તેની વિગત ભરીને મોકલી આપે. જેનો નિયમ સહુથી દુષ્કર જણાશે તે પ્રથમ માળાનો અધિકારી બનશે.
બધા સંઘવીઓએ પોતપોતાના લેવા ધારેલા નિયમોનું લખાણ કર્યું.
સહુથી પ્રથમ માળાના હકદાર કોણ બન્યું ખબર છે? ધરણાશા.
એમણે શું નિયમ લેવા તૈયારી બતાવેલી?
નાની વયમાં જ સંઘવી-સંઘવણે આજીવન બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ જાહેર કરેલો. સંસારમાં રહીને નાની વયમાં બ્રહ્મચર્યનું પાલન અતિદુષ્કર બાબત છે. રાણકપુર જિનાલયનું પાછળથી નિર્માણ કરનાર ધરણાશાએ સિદ્ધગિરિરાજ ઉપર પ્રથમ માળા પહેરી. તપ-જપ વગેરે અન્ય નિયમવાળાનો ક્રમ પછી આવ્યો.
એ વ્રત જગમાં દીવો મેરે લાલ' એ ગીત દ્વારા જે બ્રહ્મચર્યવ્રતનો મહિમા જગતમાં વિખ્યાત બન્યો છે એવા ચતુર્થવ્રતના ધારકો આજે પણ નાની વયના આરાધકો મળે છે તે આ યુગનું આશ્ચર્ય છે.
થોડા સમય પહેલાં ગિરિરાજ ઉપર સોનાના કલશો ચડાવવાનો લાભ પણ આવા બ્રહ્મવ્રતધારી નવયુવાન યુગલોને અપાયો હતો. વિષયોના ભોગવટાથી હટી વ્રતના માર્ગે જઈએ. આત્મકલ્યાણ નિશ્ચિત છે.
વિવેકચક્ષુ ખોલો
પરમાત્મા ઋષભદેવ પ્રભુએ પોતાના ૧૦૦ પુત્રોને જુદાં જુદાં રાજ્ય આપ્યાં.
દ્રવિડ નામના પુત્રને જે પ્રદેશ અપાયો તે દ્રાવિડ તરીકે પ્રસિદ્ધ થયો. રાજા દ્રવિડે બીજા ૯૭ ભાઈ જોડે દીક્ષા લીધી. મોટા દીકરા દ્રાવિડને રાજધાની મિથિલા આપી. નાના વારિખિલ્લને એક લાખ ગામડાં આપ્યાં.
Jain Education International
૧૬૯
શરૂ શરૂમાં દ્રાવિડ હરખાયો. રાજમહેલ બગીચાઓ સાથેનું મોટું નગર ભાગમાં મળ્યું તેથી. પણ, એ હરખ લાંબો ના ટક્યો. આવકના મોટા ભાગના સ્રોત ખેતી, મહેસૂલ વગેરે વારિખિલ્લના ભાગમાં ગયા હતા. દ્રાવિડને શહેરના રસ્તાની સફાઈ વગેરે. ખરચખાતું મોટું, આવક ઓછી.
વારિખિલ્લની વધતી સમૃદ્ધિથી અકળાયેલા દ્રાવિડે વારિખિલ્લને નગરમાં આવવાનો પ્રતિબંધ મૂક્યો.
સંપત્તિના કારણે બંને ભાઈઓની દુશ્મનાવટ ઘેરી બનવા લાગી. એક દિવસ બંને ભાઈઓ ૧૦-૧૦ કરોડના પાયદળ અને લાખો હાથી, રથ, ઘોડા સાથે યુદ્ધના મેદાનમાં
સામસામા ટકરાયા.
સમજાવટના પ્રયત્નો નિષ્ફળ ગયા. ઘોર યુદ્ધ હજારો લાખોની ખુવારી સાથે આગળ વધ્યું. સાત માસમાં દસ કરોડ સૈનિકોની લાશો પડી. લોહીની નદીઓ વહી પણ બેમાંથી એકે સમાધાન માટે તૈયાર નથી. વર્ષાઋતુ શરૂ થતાં યુદ્ધવિરામ કરવો પડ્યો.
એક વાર દ્રાવિડને એનો મંત્રી વિમલબુદ્ધિ સુવલ્ગુ નામના ઋષિના આશ્રમમાં લઈ ગયો. તાપસ સુવલ્લુએ સંપત્તિની નશ્વરતા વર્ણવી. એના માટે યુદ્ધ અને નિર્દોષોનાં લોહી રેડવાનો માર્ગ સારો નથી એ વાત વિગતે સમજાવી. દ્રાવિડ કહે, ‘અમારા પિતાના મોટાભાઈ ભરત અને બાહુબલી પણ લડ્યા હતા. ક્ષત્રિયો માટે યુદ્ધ દૂષણ નથી, ભૂષણ છે.'
ઋષિ કહે : ‘એ બંને પણ અન્યની સમજાવટથી સૈન્યયુદ્ધ છોડી પરસ્પર લડેલાં. એમાં પણ બાહુબલીને મૂઠી ઉપાડ્યા પછી વિવેક જાગ્યો અને લોચ કરી સ્વયં દીક્ષા દીધી. માત્ર લડ્યા એટલી જ વાત કેમ જુઓ છો? અનુકરણ સારાનું કરો.
દ્રાવિડનાં વિવેકચક્ષુ ઊઘડી ગયાં. વારિખિલ્લની છાવણીમાં સામે પગલે ગયા. યુદ્ધ નહીં પણ સમાધાનની ભાવના ગુંજવા માંડી. વારિખિલ્લ પણ સામે આવ્યો. બંને ભેટ્યા. રડ્યા, વેરઝેર નીતરી ગયાં.
દ્રાવિડ કહે : ‘હવે લડવું નથી. હું વ્રત લઈશ.' વારિખિલ્લ કહે, ‘હું પણ?' સૈનિકો કહે ‘અમે પણ.......
સુવલ્ગુ તાપસ પાસે બંને ભાઈઓએ ૧૦ કરોડ સૈનિકો સાથે તાપસવ્રત લીધું. લાખો વર્ષો પછી નમિ-વિનમિ વિદ્યાધર
For Private & Personal Use Only
www.jainelibrary.org