________________
ઝળહળતાં નક્ષત્રો
મરેલાને પાછા ઊભા કરવાની અદ્ભુત વિદ્યાઓ મંત્રી પાસે રજૂ કરી. તેમના લબ્ધિના પ્રભાવે જ ગિરનાર તીર્થ જે બૌદ્ધોના હાથમાં જવાનું હતું તે શ્વેતામ્બરીય માલિકીનું બન્યું છે.
તેઓ મંત્રશક્તિવેત્તા આ. યશોભદ્રસૂરિજીના જ શિષ્ય હતા, સાંડેરગચ્છના હતા, પણ વિદ્યાપ્રયોગથી લીંડીઓમાંથી સોનું બનાવ્યું, ત્યારથી ગુરુની નારાજગીનો ભોગ બન્યા હતા, તેથી પાટ પરંપરા ચૌહાણવંશી શાલિભદ્રસૂરિજીને અપાઈ હતી, પણ છતાંય હટ્યુંડીમાં બેઠા બેઠા મેવાડપતિ રાજા અલ્લટની વિનંતિથી આહટ નગરમાં રહેલ રાણીના રેવતીદોષને ઉપશમાવી દીધો. તેથી ખુશ થયેલ રાજાએ તેમને આચાર્યપદવી આપી નામ આખું વાસુદેવસૂરિ. પછી થોડા જ સમયમાં હભુંડીના રાજા વિદગ્ધરાજને ઉપદેશથી જૈનધર્મી બનાવ્યો અને તે પછી તેમની સ્વતંત્રગચ્છ પરંપરા ચાલી તે હસ્તિકુંડીગચ્છ તરીકે
ઓળખાણી.
(૧૭) આચાર્ય વીરસૂરિજી
કરોડપતિ શિવનાગ શ્રેષ્ઠીના તેઓ વીરકુમાર નામે જૈન પુત્ર હતા. સાત કન્યાઓ સાથે પાણિગ્રહણ કરેલ, છતાંય પિતાના મરણના આઘાતથી વૈરાગી બન્યા હતા, જ્યારે માતાના મરણ પછી છ વિગઈઓનો ત્યાગ કરી નગર બહાર કાયોત્સર્ગમાં રહેતા હતા. એકવાર રાત્રિના એકાંત સ્થાનના કાઉસ્સગ્ગ-ધ્યાન માટે જતાં રસ્તામાં પૂરા ૧૦૦ વરસની ઉમ્રના વૃદ્ધવિમલગણિને દેખી હર્ષિત થયા અને તેમના આગ્રહથી પૌષધ છોડી સાક્ષાત્ સંયમ ગ્રહણ કર્યું. પોતાના અંતિમ દિવસો જાણી વિમલગણિએ નૂતન શિષ્યને ફક્ત ત્રણ દિવસમાં જ અંગવિદ્યાના આમ્નાયો આપ્યા અને વીરગણિ એવી પદવી આપી પોતે વિમલાચલ તીર્થમાં જઈ અણસણ કરી દેવલોકે સીધાવ્યા.
સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞાથી વીરગણિજીએ થરાદનગરે જઈ અંગવિદ્યાઓની સિદ્ધિ કરી લીધી અને પછી તો પ્રભાવક શક્તિવાળા સંત બની ગયા. નિકટના થરા ગામના વિરૂપાક્ષ યક્ષનો ઉપસર્ગ રાત્રિભર સમતાથી સહન કરી પછી તેમને પરમ સેવક બનાવી દીધો અને તે જ યક્ષની સેવા લઈ અષ્ટાપદજીતીર્થની સાક્ષાત્ જાત્રા કરી આવ્યા. સાક્ષીરૂપે ત્યાંની પ્રતિમાજીને દેવોએ યઢાવેલ ચોખામાંથી ફક્ત પાંચ-સાત દાણા પોતાના સ્થાને લાવી તે ઉપાશ્રયને મઘમઘાયમાન બનાવી દીધેલ. એક-એક ચોખાનો દાણો ૧૨ આંગળ લાંબો અને ૧
Jain Education International
૧૦૯
આંગળ જાડો હતો. મુસ્લિમો દ્વારા પાટણના ભંગ સુધી તે બધાય સુગંધી તંદુલ અષ્ટાપદજીના પ્રતિબિંબની જેમ દેરાસરમાં પૂજાયા હતા.
સાંસારિકપણે જે રીતે રાત્રિધ્યાન માટે સ્મશાન વગેરે નિર્જનભૂમિમાં તેઓ જતા હતા, તેમ તેમની પ્રભાવક શક્તિ દેખી રાજગચ્છના શ્રી વર્ધમાનસૂરિજીએ પણ પાટણમાં જ્યારે મોટા ઉત્સવ સાથે તેમને આચાર્યપદવી પ્રદાન કરી તે પછી પણ નૂતનાચાર્ય વીરસૂરિજી વિવિધ ગામોમાં વિચરતા ઉપાશ્રયે રોકાતા, પણ રાત્રિ ધ્યાનયોગમાં વિતાવતા. તેવો ઉત્તમ ચારિત્રાચાર, તપ-ત્યાગ વગેરે દેખી ઉંબરણી ગામના રાજપુત્ર ભદ્રકુમારે પણ દીક્ષા લીધેલ. પાછળથી તેઓ પણ આચાર્ય ચંદ્રસૂરિ નામે બન્યા અને આ. વીરસૂરિજીએ અનેક પ્રકારે શાસનપ્રભાવનાઓ કરી અજૈનોને પણ જૈન બનાવી, અંતે અણસણ લઈ દેવલોક સાધ્યો છે. પ્રાયેઃ તેઓશ્રી તે સમયના યુગપ્રધાનાચાર્ય ગણાયા છે અને તેમના શિષ્ય ચંદ્રસૂરિજી પણ તેજવંતા આચાર્ય ભગવંત થયા છે. આ વીરસૂરિજી જેવી
અઠંગ સાધના કરનાર પરમાત્મા મહાવીરદેવના સમયે તો અનેક મહાત્માઓ હતા.
(૧૮) વાદિવેતાળ આ. શાંતિસૂરિજી
ધારા નગરીના રાજા ભોજના સમયકાળમાં જેઓ થઈ ગયા, તથા જેમના તેજસ્વી લલાટને ઉત્તમ ભાગ્ય દેખીને આ. વિજયસિંહસૂરિજીએ ભીમ નામના શ્રેષ્ઠીપુત્રને તેના પિતા ધનદેવને સમજાવી દીક્ષિત કરી ભણાવેલ-ગણાવેલ તે જ બન્યા હતા આ. શાંતિસૂરિજી જૈનાચાર્ય.
સરસ્વતી પણ જેમના ઉપર તુષ્ટમાન થયેલી હતી. મંત્રજાપ સમયે આશીર્વાદ આપેલ કે તમે જ્યારે-જ્યારે હાથને ઊંચો રાખી વિજયમુદ્રામાં વાદ કરશો, ત્યારે એક જૈનવાદી પ્રભાવકરૂપે વિજય વરશો. તેથી જ રાજા ભોજના દરબારમાં જઈ ચૌર્યાસી જેટલા વાદીઓને હરાવ્યા હતા. દરેક વિજય દીઠ એક લાખ દ્રમ્પનું ઇનામ હતું. અને લગભગ પાંચસો જેટલા વાદીઓ વાદ કરવા તલપાપડ થયા હતા, તેથી કવિ ધનપાળે અગમચેતી વાપરી બાકીના વાદીઓની સાથે રાજાની પણ નાલેશી અટકાવવા વાદ રોકાવી દીધેલ અને વળતરમાં આચાર્યશ્રીને “વાદિવેતાળ''નું બિરુદ આપેલ.
આજ સૂરિજીએ ધનપાળ કવિ રચિત તીલકમંજરી કાવ્યનું સંશોધન પણ કરેલ તથા વાદની જીત પછી મળેલ
For Private & Personal Use Only
www.jainelibrary.org