________________
ઝળહળતાં નક્ષત્રો
ઘટનાઓ વાંચતા કે સાંભળતાં જરૂર લાગશે કે વર્તમાનમાં દેખાતી જાહોજલાલી અને શાસનપ્રભાવનાની રમઝટો કે વિવિધતાઓ જેટલી ભદ્રંકર જણાય છે તેટલી જ
ભયંકર દુર્ઘટનાઓ ભૂતકાળમાં ભસ્મક ગ્રહના પ્રભાવે જિનશાસને પેઠી છે. અહિંસાવાદી આ જ ધર્મની પરંપરાને બૌદ્ધો-યવનો-મ્લેચ્છો-અનાર્યો કે ગોરાઓની હિંસાના છાંટા પણ ઊડ્યા છે. કેટલોક કાળ પ્રકાશમાન દિવસ જેવો ગયો તો ક્યારેક રાત્રિ જેવા અંધકારો પણ અફળાયા છે.
તે ભૂતકાળનો સાર વાંચવા નોંધમાં લેવા જેવું કે ઇ.સંવતથી વિ.સંવત ૫૬ વર્ષ વધારે અને વિ.સંવતથી વીર નિર્વાણ સંવત ૪૭૦ વરસ વધુ આંકડામાં આવે છે. ભવિષ્ય માટે પણ તે જ પ્રમાણે સંવતોના વરસો ગણી લેવા.
પ્રસ્તુત લેખમાળામાં પ્રવચન, વાદી, તપસ્વી, વિદ્યા, ધર્મકથા, નિમિત્ત, કાવ્ય અને સિદ્ધ નામના આઠ પ્રભાવકોમાંથી વાદી અને વિધાપ્રભાવકનાં ઉદાહરણો વધારે લેવાયાં છે, કારણમાં આજથી ચારસો વરસ પૂર્વેનો કાળ માંત્રિકયુગ રહ્યો હતો. જ્યારે હાલમાં મંત્ર-તંત્ર શક્તિઓ સપ્રમાણ હ્રાસ પામી, બીજી તરફ યંત્ર શક્તિઓ આંખ સામે વિદ્યમાન છે અને દરેક કાળમાં વિદ્યા પ્રભાવકોના બળે શાસનની ઉન્નતિ સર્જાય છે અને વાદી પ્રભાવકો થકી પ્રગતિ સ્થિર થાય છે, માટે જે જે પ્રસંગો પણ ઇતિહાસના અવલોકન પછી સંશોધન સાથે લખાયા તેમાં પોતા તરફથી કંઈપણ ઉમેર્યા વિના તટસ્થભાવે ફક્ત ચિત્ર આપવામાં આવ્યું છે, જેથી સુજ્ઞજનો હકીકતોને પામી શકે.
દરેક આચાર્ય ભગવંતોના સમયમાં બનેલી તે તે ઘટનાઓ પાછી સંક્ષેપમાં લખાઈ છે અને અનેક પ્રસંગો તો લખી જ નથી શકાયા. છતાંય સત્તત્ત્વ એ છે કે પૂર્વકાળની જેમ શું વર્તમાનમાં દૈવી તત્ત્વો સાનિધ્ય આપી ન શકે? હાલમાં પ્રવર્તતી આચારનિષ્ઠા તા આચાર્ય ભગવંતોની સામૂહિક સૂક્ષ્મ-શક્તિઓ શું નવા આશ્ચર્યો દેખાડી ન શકે? તે હેતુ જિજ્ઞાસા-વૃત્તિથી અને સરળ શાંતિથી લખાણનું લંબાણ વાંચવું– વિચારવું, વાગોળવું તેવી નમ્ર ભલામણ છે.
(૧) આચાર્ય ભગવંત રત્નપ્રભસૂરિજી
પરમાત્મા મહાવીરદેવના અગિયાર ગણધરો પણ ગચ્છ ફક્ત નવ હતા. પણ તે બધાય વિભાગ સ્વાધ્યાય, યોગક્ષેમ અને આરાધના-પ્રભાવનાની વ્યવસ્થા માટે ગોઠવાયેલા હતા, પણ
Jain Education Intemational
CC
તેમાં મતમતાંતરો કે સામાચારિ ભિન્નતા ન હતી. પણ ભગવાનના નિર્વાણના માત્ર સિત્તેર જેટલા વરસોમાં જ રાજસ્થાનના ઓસીઆ અને કોરટા સંઘો વચ્ચે મતભેદ અને એકતાખંડનનું વાતાવરણ ખડું થઈ ગયું. જો આ કલહ-કંકાશ
ઊભો રહે તો વિષચક્ર બની અનેક સ્થાનની ગરિમા અને એકતા ભાંગી નાખે તે માટે ગીતાર્થ રત્નપ્રભસૂરિએ બુદ્ધિબળ બેઉ વાપર્યા હતાં.
મનદુ:ખના મૂળ કારણમાં તેઓશ્રીએ બેઉ સંઘને એક જ મુહૂર્ત પ્રતિષ્ઠા માટે આપ્યાં અને પોતાની મૂળકાયાથી મહા સુદ પંચમીના દિવસે ઓસીઆમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી જ્યારે કોરટામાં તે જ પંચમીના દિવસે વૈક્રિય શરીરથી કરી. તે બાબતના ઉપયોગ પાછળથી શ્રાવકોને આવી જતાં તેઓને માઠું લાગી આવેલ. જેથી બદલો વાળવા સૂરિજીના પ્રાજ્ઞશિષ્ય કનકપ્રભ મુનિરાજને આ. ભગવંતની અનુમતિ લીધા વિના જ કોરટામાં આચાર્ય પદવી આગ્રહપૂર્વક આપી દીધેલ અને રત્નપ્રભસૂરિજીની આજ્ઞા માનવી છોડી દીધી.
પ્રસંગ રત્નપ્રભસૂરિજીના અપમાન જેવો હતો, પણ તરત જ બગડેલી બાજી સુધારી લેવા પ્રતિષ્ઠાના તરત પછી આ. ભગવંત કોરટા આવ્યા અને ચાલુ પ્રવચનમાં ત્યાંના સંઘના અગ્રણીઓને ઠપકો સંભળાવવાને બદલે તેમના શિષ્યને આચાર્ય પદવી આપી દીધા બદલ ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે કોટા સંઘે તેમનો બોઝ હળવો કર્યો છે, હવેથી સંઘની અડધી જીમ્મેવારી મારા શિષ્ય નૂતન આચાર્ય સંભાળશે. એટલું જ નહીં, કોરટા સંઘ સાથે મિચ્છામિ દુક્કડમ્ની ભાષામાં વાર્તાલાપ કરી આગામી ચાતુર્માસ પોતે કોરટામાં જ કર્યું અને તેમના નૂતનાચાર્ય કનકપ્રભસૂરિજીએ ઓસીઆ મુકામે કરી ભગવાનની અખંડ પાટ પરંપરા સંભાળી લીધી. આ તે જ ઓસીઆ છે, જ્યાંથી ઓસવાલ પરંપરા પ્રારંભ થઈ છે.
ધન્ય છે પાર્શ્વપ્રભુજીની પાટપરંપરાના પાંચમા પટ્ટધર શ્રી રત્નપ્રભસૂરિજીને જેમના કારણે સંઘોમાં ફાટફૂટ થતી બચી અને જ્યાં સંપ ત્યાં જંપ જેવી સ્થિતિ સર્જાણી. વર્તમાનના ગચ્છવાદ, સમુદાયવાદ માટે ઉપરોક્ત દૃષ્ટાંત વિચારણીય છે. ચારેય ફિરકાઓ પણ આજેય અમુક પ્રકારી આચાર-વિચારની એક્યતા અમલમાં મૂકી શકે છે.
(૨) સંભૂતિવિજયજી મહાત્મા સુધર્માસ્વામીની પાટ જંબૂસ્વામીએ વહન કરી, તેમના
For Private & Personal Use Only
www.jainelibrary.org