________________
૧૦૬
પ્રાકૃતભાષામાં ૮૪ આગમો લખાયા હતા, જેમાં ૧૧ અંગો સૌથી છેલ્લે લખાયા છે. તેમાંથી અનેક આગમો કાળપ્રવાહમાં પ્રાકૃતિક અને આક્રમક કારણોથી નષ્ટ થયાં, હવે ફક્ત ૪૫ આગમ મોજૂદ છે. તે બધાય ગ્રંથોની સુરક્ષા દેવર્ધિગણિજીએ ન કરી હોત તો કેટલું શ્રુત આજના ધર્મીઓ સુધી પહોંચ્યું હોત તે વિરાટ પ્રશ્ન છે.
તેના તરત પછી વીર સં. ૯૮૩ થી ૯૯૪ સુધી ચોથા કાલકસૂરિજી યુગપ્રધાન પદે રહ્યા અને તેમના થકી જ આજ સુધી પર્યુષણ મહાપર્વમાં ભાદરવા સુદ ચોથના દિવસે બારસાસૂત્ર વંચાય છે. તે પૂર્વે સંવત્સરી પર્વ ભાદરવા સુદ પંચમીના દિવસે મનાવાતો હતો. રાજા ધ્રુવસેનના પુત્રવિયોગના દુ:ખથી પાંચમની ચોથ તિથિ થઈ જે આજ સુધી તે જ પ્રમાણે ઉજવાય છે. કલ્પસૂત્રજી આગમનું જાહેર પ્રવચન સર્વપ્રથમ વી.સં. ૯૯૩ની સાલમાં ભાદરવા સુદ-૪ના બારસાસૂત્ર વાંચનરૂપે થયું હતું અને પાંચમી આગમવાચના સમયે આ. ભૂતદિન્નસૂરિજી તથા આ. કાલકસૂરિજી (ચોથા) પણ વલ્લભીમાં ઉપસ્થિત હતા, તેવી ઐતિહાસિક નોંધ છે. આજ સુધી અષ્ટાહિકા પ્રવયન પછી કલ્પધર અને ચૌદ સ્વપ્નોની ઉછામણીઓ અને પછી બારસાસૂત્ર વગેરેની પરંપરા ચાલુ જ છે.
(૧૧) આ હરિભદ્રસૂરિજી
જેમના નામોલ્લેખ વિના વર્તમાનની શ્રુતસંપદાની ગૌરવગિરમાની તુલના ન કરી શકાય તેવા ચિત્રકૂટના રાજપુરોહિત જન્મે બ્રાહ્મણ પણ જૈન સાધ્વી યાકિની મહત્તરા થકી જીવનપરિવર્તન પામી શ્રમણસંસ્થામાં જોડાયા અને આચાર્યપદ સુધી પણ પહોંચ્યા, કારણ કે દિગ્ગજ કોટિની વિદ્વત્તા હતી. છતાંય તે કાળ બૌદ્ધધર્મના પ્રચારનો હતો, જેમાં હંસ અને પરમહંસ બે શિષ્યોના કમોત મરણથી અકળાયેલ સૂરિજીએ બૌદ્ધોને વાદ કરી હરાવવા માસિક ગાંઠ બનાવી. ચિત્તોળથી વિહાર કરી સુરપાળ રાજાને સમજાવી બૌદ્ધાચાર્ય સાથે વાદ ઇંડ્યો. શર્ત પ્રમાણે જીત્યા અને તેથી હારનારને બૌદ્ધાચાર્યની રારત પ્રમાણે ઊકળતી તેલની કઢાઈમાં મરવાનું હતું. તેમાં બૌદ્ધાચાર્યની સાથે બીજા પણ પાંચથી છ બૌદ્ધો હાર્યા અને શર્ત પ્રમાણે કમોતે મર્યા.
આવા હિંસકવાદને આ. જિનભટ્ટસૂરિજીએ સમરાદિત્ય ચારિત્રની ત્રણ ગાથાઓ લખી મોકલાવી બંધ કરાવ્યો, બલ્કે ૧૪૪૪ બોદ્ધાની ક્રૂર હત્યાના સંકલ્પના પ્રાયશ્ચિત્ત પેટે ૧૪૪૪
Jain Education International
જિન શાસનનાં
ગ્રંથો રચવાની આલોચના આપી, ગુર્વાજ્ઞા માથે લઈ એકપણ નવા શિષ્ય કે કોઈનીય વિશેષ સહાયતા વગર હરિભદ્રસૂરિજીએ દૈવી પ્રભાવથી ૧૪૪૦ ગ્રંથો જીવનાંત સુધી લખી નાખ્યા હતા. તેમની રચનાઓ આગમ, ન્યાય, કર્મસાહિત્ય, પ્રકિર્ણક અને પછી ચારેય અનુયોગોના વિભાગીકરણ સાથે આજના વિદ્વાનોને પણ મુગ્ધ કરે તેવી છે. ભૂગોળ, ખગોળ કે ગદ્ય-પદ્ય બધુંય નવેય ૨સો સાથે તેમણે વિરોધીઓને પણ બહુમાન આપી લખ્યું છે અને શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીથી લઈ જિનદાસ મહત્તર કે સિદ્ધસેન ગણિના શાસ્ત્રપાઠો આપીને પોતાના અભિનવશાસ્ત્રોને પુષ્ટ કર્યા હતા, તેથી જ તે પછીના શ્રુતસાધક આ. હેમચંદ્રસૂરિજીથી લઈ ઉપા. યશોવિજયજી સુધીના સમર્થ
વિદ્વાનોએ એક અવાજે તેમની રચનાઓને પણ હાર્દિક રીતે વધાવી લીધી છે. મહાનિશીથસૂત્રના ઉદ્ધાર કર્યા પછી તેમને શ્રુતસ્થવિરની બિરુદાવલી મળી છે.
બૌદ્ધો અને વેદાંતીઓ સામે જબ્બર ટક્કર લઈ જિનશાસ્ત્રોનું ગૌરવ એક બ્રાહ્મણ શ્રમણ વધારે તેવી સુઘટનાથી આજે પણ અનેક લેખકો આ. દેવેશ હરિભદ્રસૂરિજીના શ્રુતપુરુષાર્થની ખાસ નોંધ લે છે. વિ.સં. ૭૮૫માં સ્વર્ગગમન કરનાર તેમને ભાવભરી શ્રુતાંજલિ.
(૧૨) વાદાચાર્ય શ્રી ગુપ્તસૂરિજી
શાસ્ત્રોમાં આઠ પ્રભાવકો કહ્યા તેમાં વાદીપ્રભાવક પોતાના શ્રુતબળે અનેકોના મિથ્યાત્વને હણી શકે છે. તેવા પ્રભાવકોમાં શ્રી ગુપ્તસૂરિજીનું પણ એક નામ છે. તેમની પ્રસરતી કીર્તિ એક અજૈન વાદી જેનું નામ ગોવિંદ હતું તે સહન ન કરી શક્યો. એક જૈનાચાર્યને હરાવવા જ બીજો વિકલ્પ ન મળતા કોઈ પાસે જૈની દીક્ષા લીધી. ભણી-ગણીને તૈયાર થઈ પછી વાદ કરવા દીક્ષા છોડી. પણ શ્રીગુપ્તસૂરિજી સામે હાર્યો. ફરી દીક્ષા, ફરી અભ્યાસ, ફરી દીક્ષા ત્યાગ, ફરી વાદ અને ફરી હાર તેમ ક્રમ ચાલ્યો છતાંય ઇર્ષ્યાળુ બનેલ ગોવિંદ ઝંપ્યો નહીં તેથી દૂરના ક્ષેત્રમાં જઈ ફરી જૈની દીક્ષા લઈ, ઊંડાણથી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યો. જીવાજીવાભિગમ, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેના સચોટ અભ્યાસ પછી એક દિવસ શૌચભૂમિ જતાં ગોવિંદમુનિને દરેક વનસ્પતિમાં અલગ-અલગ જીવતત્ત્વ સાક્ષાત્ દેખાતું હોય તેવી પ્રતીતિ થવા લાગી, વારંવારના સ્વાધ્યાય થકી મિથ્યાત્વનો અંધકાર નાશી ગયો હતો અને જ્ઞાનપ્રકાશમાં જે જે દેખાવા લાગ્યું તે જ પ્રમાણે આગમગ્રંથોમાં ગણધરો અને ગીતાર્થોએ નોંધેલ હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org