________________
ઝળહળતાં નક્ષત્રો
સરળ જીવનપદ્ધતિનાં દર્શન થતાં રહ્યાં છે. આત્માનું શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન માત્ર શાસ્ત્રજ્ઞાનથી જ સધાતું નથી; શાસ્ત્રજ્ઞાનના દીપકનો પ્રકાશ માર્ગદર્શક જરૂર બને પણ આત્મજ્ઞાન તો શુદ્ધ આત્મતત્ત્વના સાક્ષાત્ અનુભવમાંથી જ સાંપડે છે. વિ.સં. ૨૦૩૪માં પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ની ૧૦૮મી વર્ધમાન આયંબિલ ઓળી નિમિત્તે મુંબઈમાં ૫૫૦ આરાધકોએ નવા વર્ધમાન તપના પાયા નાખ્યા અને ૬૦૦થી વધુ વર્ધમાન તપની નાની-મોટી ઓળીઓ થઈ. આવા પ્રસંગો આપણી ધર્મશ્રદ્ધામાં વધારો કરે છે.
પોતાના ચોક્કસ અભિપ્રાયો, લાગણીઓ કે શ્રદ્ધા હોવા છતાં અન્યના મત પણ સાંભળવા જોઈએ. અન્ય અભિપ્રાયો, સંપ્રદાયો, સાધુઓ પણ નિંદનીય નથી. અન્યમાં પણ કેટલેક અંશે સત્યનું દર્શન હોઈ શકે. આવી તીવ્ર લાગણી ભારતીય જનમાં રહી છે. જૈન દર્શનમાં અનેકાન્તવાદ યાને સ્યાદ્વાદ આ પ્રકારની સહિષ્ણુતાનો સુંદર નમૂનો છે.
દેરાસર : એક શબ્દવિચાર
મંદિરને અહીં દેરાસરજી કહે છે. તેના મૂળમાં ‘દેવાશ્રય’ શબ્દ છે. દેવ શબ્દ અહીં કોઈ સ્વર્ગાદિકમાં વસનાર અમુક ચોક્કસ જાતિ કે વર્ગ માટે પ્રયોજાયેલ નથી. દેવ શબ્દની વ્યુત્પત્તિ ચાર ક્રિયાઓ પરથી દર્શાવી છે. દ્રવ્યનું કે જ્ઞાનનું
અતિશય દાન કરે તે દેવ. જેનું જીવન પ્રકાશમય હોય તે દેવ. જે બીજાના જીવનમાં પ્રકાશ રેલાવે તે દેવ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ “સિદ્ધહેમ' નામના વ્યાકરણગ્રંથમાં દેવ’ શબ્દને સમજાવતાં લખ્યું છે કે પોતાનાં સમ્યમ્ જ્ઞાન, સમ્યગુ દર્શન અને સમ્યગુ ચારિત્ર્યથી જે પોતે એટલું ઝળહળતું જીવન જીવે અને દેવો પણ જેને નમસ્કાર કરે તે દેવ. અન્યત્ર આચાર્યશ્રી ફરી એક વાર લખે છે કે શાંતિપૂર્વક અને અલૌકિક ધર્યથી જે દૈવી, માનુષી અને ભૌતિક આપદાઓઉપસર્ગોને સહે, આત્માના સહજ સ્વરૂપમાં અખંડ રમે અને જગતના જીવમાત્રને પોતાના આત્મારૂપે ભાવીને સકલ ક્લેશ પોતાના કર્મોના વિપાક છે એમ માનીને પોતે ભોગવી સર્વ ભૂતમાત્રનાં સુખ માટે ઉપદેશ કરે અને સૌનું કલ્યાણ ભાવે તે દેવોનો દેવ છે.
જૈનધર્મમાં પૂજા-અર્ચનાનું તાત્પર્ય
આવા દેવો-જિનેશ્વરોની પ્રતિમાઓ સમક્ષ જઈને તેમની પાસે સ્તોત્રો ભણીને, દૂધ વડે યા જલ વડે પ્રતિમાઓનો અભિષેક કરતાં કરતાં પોતાના મનની વૃત્તિઓને સંસારમાંથી વાળી આ જિનેશ્વર ભગવંતો સાથે તેનું સંધાન કરવું અને તે ભગવંતોના
ગુણ અને મહિમાનું સ્મરણ કરતાં કરતાં “મારે પણ એ જ માર્ગે જવું છે,’ એવો સદાગ્રહ સેવવો. આંગી રચતી વખતે સુગંધી દ્રવ્યોનું વિલેપન કરતાં કરતાં ભાવનાઓની સુગંધ મારામાંથી પ્રાણીમાત્ર પર રેલાય, રત્નાભૂષણોથી શ્રી જિનેશ્વરોનાં બિંબોને અલંકૃત કરતાં મારા જીવનમાં દૈવી-સગુણોનાં; જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનાં, શાસનસેવાનાં, સાધુ-સાધ્વી ભગવંતોની સેવાનાં અણમોલ રત્નો પ્રગટી ઊઠે એવી ભાવના કરવાની છે.
શ્રી જિનેશ્વર ભગવંતોની પ્રતિમાઓ પણ અલૌકિક, દિવ્ય, આત્માનંદથી પરિપૂર્ણ, આત્માના ઓજથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org