________________
ઝળહળતાં નક્ષત્રો
બાર અણુવ્રતો દ્વારા જ મનુષ્યજીવનને મહાન બનાવી શકાય છે. વ્રતનિયમના બંધનો તે જ મુક્તિનું કારણ બને છે અને બંધન વગર તો પશુ કે ધસમસતી નદી જેવું જીવન જ અસ્તવ્યસ્ત બની જાય છે. રાવણ અશુભ કર્મોદયે સીતામાં મોહાયો, પાપોથી લેપાયો પણ ન ઇચ્છતી સ્ત્રીનો સંગ ન કરવાનો નાનો નિયમ પણ તેની રક્ષા કરી ગયો. તેની જ જેમ નાની મોટી ટેકના કારણે જ શ્રીકૃષ્ણ અને શ્રેણિકરાજા વગેરે ભાવિકાળમાં તીર્થંકરની પદવી પામશે.
(૮) પુષ્ય નક્ષત્ર = પુ (ધર્મનાથજી) પુષ્ય નક્ષત્રમાં ધાર્મિક માંગલિક કરો કે સાંસારિક, પુષ્પો દ્વારા ભગવાનની ભક્તિ કરો કે સ્તવન–સ્તુતિ દ્વારા તે બધાય અનુષ્ઠાનો તો જ દીપ્તિમાન બને છે જો દિલમાં દંભ નથી. લક્ષ્મણા સાધ્વીનો તપ, પીઠ અને મહાપીઠના સ્વાધ્યાય, મલ્લિ ભગવાનનો પણ પૂર્વભવનો વ્રત પુરુષાર્થ, પ્રશંસા ન પામ્યો. કારણ કે આંતરભાવનાઓ વિશુદ્ધ ન હતી. માયા વગેરે પાપ રાશિના ઉદય વગર સ્ત્રીના અવતાર કે તિર્યંચ ગતિ કેમ સંભવે? સારાંશ છે જેને પાપોનો બળાપો નથી, દિલમાં દર્દ નથી, આંખોમાં આંસુ નથી તેનો ધર્માચાર ગમે તેટલો વિશાળ દેખાય પણ આંતરિક લેશ્યાઓ ફળ ખાઈ જાય છે.
(૯) આશ્લેષા નક્ષત્ર = આ :—આશ્લેષભર્યું આલિંગન દીધું હતું રાજા શ્રેણિકે પોતાના પુત્ર કૂણિકને. કારણ કે તેની માતા ચેલ્લણાએ જ્યારે તાજા જન્મેલા બાળકને ઉકરડે ત્યજી દીધો હતો ત્યારે એક કૂકડીના પીંછાથી તેની આંગળીમાં જખમ થઈ ગયેલ. પીડાગ્રસ્ત તે આંગળીને રાજા સ્વયંના મુખમાં લઈ કૂણિકને શાતા આપતો હતો. પણ તે જ પુત્રે ભાવિ તીર્થંકરના જીવાત્મા રાજા શ્રેણિકને કેદ કરી જે અશાતા આપેલ તે કથા ભલભલાને વૈરાગ્ય ઉપજાવે તેવી છે. કારણ કે અંતે પણ પુત્ર જ પિતાના જીવનાંત મોતમાં નિમિત્ત બની ગયો હતો. સંદેશ એ જ કે કોણ કોના પિતા ને કોણ કોની માતા. બધાય મિલનો એક પંછીમેળો છે.
(૧૦) મધા નક્ષત્ર = મ (સુમતિનાથજી) પાંચ લાખ વરસનું આયુ ધરાવતા ત્રીજા મધવા ચક્રી વર્તમાન અવસર્પિણીમાં પંદરમાં તીર્થંકર ધર્મનાથ ભગવાનના શાસનમાં થઈ ગયા, દીક્ષા લીધી અને ત્રીજા દેવલોકે ગયા, જ્યારે આઠમા સુભદ્ર અને બારમા ચક્રી બ્રહ્મદત્ત મરણાંતે સાતમી નરકે ગયા. અન્ય આઠ મોક્ષે ગયા. ચોથા સનતકુમાર ચક્રી ત્રીજા દેવલોકે ગયા તે બધીય હકીકતો જણાવે છે કે જો ચક્રી ચારિત્ર લે તો
Jain Education Intemational
66
જ બચ્યા છે, અન્યથા તેમની સત્તા અને સંપત્તિ કે સુંદરીઓ અને સુંદરતાઓ કશુંય તેમને દુર્ગતિથી બચાવી નથી શકતું. જિનશાસનના તત્ત્વોનો સાર છે ધર્મો રક્ષતિ રક્ષિત । જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે. હવે ધર્મ વિના કેમ ચાલે ?
(૧૧) પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર = પૂફા :—પૂર્વ ભારતવર્ષમાં ફાગણ ચોમાસી પછી જે પ્રમાણે તીર્થંકરોના વિચરણ સમયે કે તે પછીના કાળમાં જે રીતે ભક્ષ્યાભક્ષ્યના વિવેક જળવાતા હતા શ્રમણ-શ્રમણીઓના આવાગમન થતાં હતાં અને ધર્મશાસનની પ્રભાવના થતી હતી તેવી જાહોજલાલી વર્તમાનકાળમાં જોવા નથી મળતી. કારણમાં બૌદ્ધો ઉપર વિજય મેળવી શંકરાચાર્યના અનુયાયીઓએ અભિમાની બની બંગાળ વગેરે પૂર્વભારતના જૈનોને પણ ખાસ્સું નુકસાન પહોંચાડેલ. તેમાંય દુકાળ પડતાં આસામ, ઓરિસ્સા વગેરે તરફના અનેક જૈનોને પોતાનો સ્વધર્મ પણ ખોવો પડ્યો હતો. બંગાલના શ્રાવકોના વંશજો સરાક જાતિ તરીકે ઓળખાય છે, અંબિકા હિંસક દેવી રીતે પૂજાય છે.
(૧૨) ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર = /ફા (મહાવીરસ્વામીજી) :—ઉત્તર દિશાનો ફાલ દક્ષિણમાં જશે અને પૂર્વનો ધર્મ પશ્ચિમ પ્રદેશ તરફ ચાલ્યો જશે, તેવી અગમ આગાહી કરનાર ભગવાન મહાવીર દેવને લાખ મુબારક. દિવાળીની અંતિમ દેશના પ્રમાણે આજે તીર્થંકરોની વિચરણ ભૂમિ કલકત્તાથી લઈ દિલ્હી સુધીનો વિરાટ પ્રદેશ શ્રાવકશ્રાવિકાઓના રહેઠાણ વિનાનો જોવા મળે છે. જ્યારે તેના પ્રતિપક્ષે મદ્રાસ–બેંગ્લોર-મુંબઈ-અમદાવાદ જેવા શહેરો ધર્મારાધનાઓથી ધબકી રહ્યા છે. નીતિશાસ્ત્ર કહે છે કે ઇતિહાસ હંમેશા પરાવર્તન પામે છે. કદાચ તેવા જ કારણોથી આવતી સંપૂર્ણ ચોવીશી ગિરનારજીથી મુક્તિ
વરશે.
(૧૩) હસ્ત નક્ષત્ર = હ : હસ્તકળા, ચિત્રકળા, વિજ્ઞાન–વાણિજ્ય કે પુરુષોની ૭૨ અને સ્ત્રીઓની ૬૪ કળા ઉપરાંત પૂરા એકસો શિલ્પોનું વ્યાવહારિક જ્ઞાન આપી જગતને મર્યાદાધર્મ શીખવનાર પ્રથમ તીર્થોધીપ આદિનાથજી સંસારવર્ધક ક્રિયાકલાપો દર્શાવીને પણ સંસારમુક્ત મુક્તિ પામી ગયા છે, કારણમાં અપવાદી માર્ગે, ઓછામાં ઓછા પાપદોષો સાથેનું જીવન અને ધર્મનું જાગરણ તે જ તેમાં લક્ષ્યો હતાં,
For Private & Personal Use Only
www.jainelibrary.org