________________
ઝળહળતાં નક્ષત્રો
દેઢભક્તિકારક શ્રાવકોના નામ ઐતિહાસિક સત્ય છે. જિનબિંબ, જિનાલય અને જયણા એ ત્રણના આધારે રાજા સંપ્રતિ, શ્રેષ્ઠી સુદર્શન કે શ્રાવક નંદિનીપિતા કુંડકૌલિક વગેરે અને શ્રાવિકા દમયંતી, મયણાસુંદરી, સુલસા વગેરે જીવનોત્થાન પામી ગયા છે. જ્યારે જિનાગમ, જિનાજ્ઞા અને જાગૃતિ દ્વારા અભયકુમાર, મેઘકુમાર કે શાલિભદ્ર–ધન્ના નામના અણગારો એકાવતારી– અલ્પભવી બની ગયા છે. ‘વિષમકાળે જિનબિંબ–જિનાગમ ભવિયણ કું આધારા,'' તે પંક્તિનો ભાવાર્થ એવો છે કે શ્રમણોપાસકો જિનપ્રતિમાથી અને શ્રમણો જિનાજ્ઞાપાલનથી તરવાના.
(૨૧) ઉત્તર અષાઢા નક્ષત્ર = ઉ./અ. (ઋષભદેવજી) ઉત્તરાયણમાં અસ્ત પામેલો સૂર્ય ઊગે છે પૂર્વમાં, આથમે છે પશ્ચિમમાં, પણ ગગન-ગમન કરે છે ઉત્તરદિશા તરફથી. તેથી વિપરીત દક્ષિણાયનમાં દક્ષિણ દિશાને પાવન કરી પરિક્રમા કરે છે. સૂર્યના શાશ્વત માંડલા સમજવા સૂર્યપ્રજ્ઞપ્તિ આગમગ્રંથનો અભ્યાસ કરવો. દૂર ગયેલો સૂર્ય શિયાળો લાવે છે. નિકટમાં આવેલો ઉનાળો અને મધ્યનું પરિભ્રમણ વર્ષાૠતુને આમંત્રણ આપે છે. સૌર જગતની શાશ્વતી શક્તિઓથી વૈજ્ઞાનિકો પણ અજાણ છે. તે જ સૂર્યના કિરણને અવગાહી ગૌતમસ્વામી દ્વારા અષ્ટાપદજીની જાત્રા કે સૂર્યનું મૂળ વિમાન સાથે મહાવીરપ્રભુને વાંદવા આવવું તે કેવી આશ્ચર્યકારી ઘટનાઓ છે?
(૨૨) શ્રવણ નક્ષત્ર = શ્ર (શ્રેયાંસનાથજી અને મુનિસુવ્રતસ્વામીજી) શ્રવણકુમા૨ કાવડમાં પોતાના માતાપિતાને બેસાડી જાત્રા કરવા નીકળેલ કારણ કે તેને મન માતા–પિતા એ જ પરમતીર્થ હતા. અજૈન કથાનકો પણ માતા-પિતામાં ભગવાનના દર્શન કરાવે છે જ્યારે જિનશાસનના તીર્થંકરો પણ માતા-પિતાના ઉપકારને દુઃપ્રતિહાર્ય જણાવે છે. જન્મપૂર્વે જ માબાપના હિતાર્થે તેમના જીવતા દીક્ષા ન લઈ તેમને શાતા આપવાનો અભિગ્રહ ભગવાન મહાવીરે ધાર્યો. ઋષભદેવે યુક્તિપૂર્વક માતા મરૂદેવાને મુક્તિ જવાનો વૈરાગ્ય આપ્યો તે ઉપરાંત સુમતિનાથ પ્રભુજીના માતા સાથેના ઋણાનુબંધ વગેરે બોધ આપે છે કે માતા-પિતા ગુરુપદે છે. તેમને છોડીને દીક્ષા લઈ શકાય પણ તરછોડીને કદાપિ નહિ.
(૨૩) ઘનિષ્ઠા નક્ષત્ર = ઘ : ઘનિષ્ઠ સંબંધીઓ હતાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ. એકબીજાથી દૂર રહી શકતાં ન હતા. દુ:ખમાં પણ ભાગ પડાવનારા અને એકબીજા માટે મરી
Jain Education Intemational
૭૯
પડનારા ૠણાનુબંધવાળા હતાં. પણ જીવન પૂર્ણ થતાં એક ગયા મોક્ષે, સીતા ગયાં દેવલોકે. મહાશતક શ્રાવક મહાવીર પ્રભુ થકી એકાવતારી દેવતા બન્યો, જ્યારે તેની પત્ની રેવતી નરક ગતિએ ગઈ. ભદ્રા બ્રાહ્મણીએ અમરકુમારની હત્યા કરી નાખી છતાંય નવકાર પ્રતાપે દેવલોકમાં જ અમર ગયો અને માતા મરી છઠ્ઠી નરકમાં ગઈ. વૈરાગ્યની વાત એટલી જ છે કે કોઈ કોઈનુંય નથી, એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે. (૨૪) શતભિષા નક્ષત્ર = શ (વાસુપૂજ્ય સ્વામીજી) : શતશઃ વંદના તે અણગારોને જેઓ ધર્મરુચિ કે મેતાર જ મુનિરાજની જેમ ક્ષુદ્રજીવોની રક્ષા હેતુ આત્મબલિદાનની ઊંચાઈ સુધી પહોંચી ગયા. સ્થૂલભદ્રજી, સુદર્શન કે જંબુસ્વામીના નિર્મળ બ્રહ્મચર્યને લાખ વંદના હોજો. ધન્ના-શાલિભદ્રના તપ અને ત્યાગને ક્રોડ વંદના કરજો. મહાત્મા વાલીના ધ્યાનયોગ તથા વિષ્ણુમુનિના સંઘરક્ષાના ભાવને નમસ્કાર હોજો. જિનાલયો, તીર્થો તથા જિનશાસનના હિતમાં બલિદાન કે જીવનનું સર્વસ્વ દાન આપી દેનારા રાજા કુમારપાળ કે મંત્રી વિમલ વગેરેને પણ અભિનંદન કરજો. પ્રત્યેક યુગમાં જેમ યુગપ્રધાન પણ થયા છે તેમ યુગપુરુષો
પણ પાક્યા અને થવાના છે.
(૨૫) પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર = પૂ./ભા : પૂર્વ ભારતના તીર્થોમાં શ્રીસમ્મેતશિખરજી, રાજગૃહી, પાવાપુરી, ગુણીયાજી, ચંપાપુરી, બનારસ, અયોધ્યા કે આજીમગંજજીયાગંજ, ૠજુબાલિકા કે નાલંદા વગેરે તીર્થોની જાત્રા કરનારને ખ્યાલ આવવો જોઈએ કે જગતના ઉપકારી ભગવંતોએ તે તે ક્ષેત્રોને પોતાના ચરણકમળથી કેવી રીતે પાવન કર્યા છે અને આજે ભગવંતો કે ગણધરો સ્વયં પોતે હાજર નથી છતાંય તેમના સાધના પરમાણું અનેકોના ભાવોલ્લાસ અને આત્મશુદ્ધિનું કારણ બને છે. દુર્ભાગ્ય સમજશો તેમના જેમણે જિનધર્મ પામી જિનાલયો ખોયાં, જાત્રાઓ ન કરી.
(૨૬) ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર = /ભા (વિમલનાથજી) : ઉત્તર દિશામાં દરરોજ ભાસમાન થતો ધ્રુવનો તારો જેમ નિશ્ચલ છે તેમ સિદ્ધના જીવો શાશ્વતી સિદ્ધશિલા ઉપર સ્થિર છે. ધર્મને મનમાં સ્થિર કર્યા પછી જ સાધનામાં આગળ ધપી શકાય. વિમાન ભલે તેજ ગતિથી આકાશમાં ઊડે પણ અંતે તો પૃથ્વી ઉપર જ આવવું પડે છે. તેમ સંસારની ગતિવિધિમાં જીવ કેટલોય અટવાય પણ અંતે તો ધર્મના શરણાથી જ સુખ સાંપડે છે. જીવવાનું તેનું જ સાર્થક
For Private & Personal Use Only
www.jainelibrary.org