________________
ઝળહળતાં નક્ષત્રો
૭૫
શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ જયઘોષસૂરિ–જયસોમ વિજયેભ્યો નમઃ Maોનું નવલખું લક્શણું
ચિંતક : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
પંડિત વીરવિજયજીએ રચેલ સ્નાત્ર પૂજામાં એક પંક્તિ આવે છે “ચંદ્રની પંક્તિ છાસઠ-છાસઠ, રવિશ્રેણી નરલોકો.” તે ઉપર જ વિચારણા કરતાં અને જૈન ભુગોળનો અભ્યાસ હોય તો ખ્યાલ આવે કે અઢીદ્વીપના ભૂવિસ્તારમાં મેરુની બે તરફ ૬૬ + ૬૬ = ૧૩૨ ચંદ્રો અને એટલા જ સૂર્યો સ્વભાવવશ સતત પરિભ્રમણ કરે છે, જે ચંદ્ર અને સૂર્યના સંચરણને કારણે સંસારનો વ્યવહાર પણ તે પ્રમાણે અનાદિકાળથી વ્યવસ્થિત ચાલે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારે જ્યોતિષ દેવલોકના વિમાનો ગગનમાં વિચરે છે. તેમાં સૂર્યનો પોતાનો પરિવાર નથી, જ્યારે એક એક ચંદ્ર સાથે ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ કોટાકોટી તારાઓનો સમૂહ તે એક ચંદ્રપરિવાર બને છે, તો ૧૩૨ ચંદ્રોનો કુલ પરિવાર કેટલો વિશાળ તે ગુણાકારથી જાણવો.
મૃત્યુલોકનો માનવી અહીંથી સીધો જ દેવલોકમાં પોતાના માનવદેહથી જઈ નથી શકતો પણ અહીં બેઠા દરરોજ સૂર્ય-ચંદ્ર વગેરેના જે દર્શન કરે છે તે હકીકતમાં દેવલોકની દુનિયાનો જ એક વિભાગ છે અને આમ પ્રત્યક્ષ દેવદુનિયા દેખાતી હોવાને કારણે પણ કોઈ જીવો દેવગતિ મેળવવા પણ ધર્મ કરી લે છે, પાપોથી વિરામ લઈ લે છે. ચંદ્રની સાથે ચલાયમાન નક્ષત્રો, ગ્રહો અને તારાઓ વગેરે માનવલોકના સુખદુઃખના પણ નિયામક બને છે. તેથી પણ જન્મ પછી રાશિ પ્રમાણે નામકરણ તથા કંડલી વગેરેની સમાયોજના તે જ્યોતિષચક્રને આભારી છે.
કલ્પસૂત્રજીનો સ્વાધ્યાય કરતાં જાણવા મળશે કે અર્ધન કૌશલિક શ્રી ઋષભદેવનો જ્યારે જન્મ થયો ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો અને નિર્વાણ સમયે અભિજિત નક્ષત્ર (તારાઓનો ઝૂમખો) સાથે ચંદ્રયોગ હતો. આમ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો સમયે દરેક તીર્થકર ભગવાનને અલગ અલગ ૨૮માંથી કોઈ પણ એક નક્ષત્રના યોગની વાતો જોવા મળે છે તે પણ સાબિત કરે છે કે નક્ષત્રોનો નક્કર નતીજો નીકળી શકે છે. છતાંય સામાન્યતયા તીર્થકર ભગવાનની માહિતીઓના સંગ્રહ સમયે દરેક ભગવાનના ફક્ત જન્મકલ્યાણકના નક્ષત્રની જ વિચારણા કરવામાં આવે છે. કારણ કે તેમનો જન્મ એ જ જગત ઉપર ઉપકાર કરવા સર્જાય છે. જેમ કે શાંતિનાથ ભગવાનનો જન્મ ભરણી નક્ષત્રમાં થયો. નેમિનાથજી, પાર્થપ્રભુજી અને મહાવીર ભગવંત વખતે જન્મ નક્ષત્ર ક્રમશઃ ચિત્રા, વિશાખા અને ઉત્તરફાલ્ગની હતું.
પ્રસ્તુત સારભૂત નક્ષત્ર લેખમાં કમથી નક્ષત્રોના નામ લખાયા છે અને પ્રત્યેક નક્ષત્રના નામનો પ્રથમ અક્ષર ગ્રહણ કરી પદાર્થો પીરસવા નમ્ર પ્રયાસ થયો છે. તે નિમિત્તે પણ ગમ્મત સાથે જ્ઞાન કે કથાનુયોગથી દ્રવ્યાનુયોગની ખૂબ નાની સફર કરવામાં આવી છે. ભરતક્ષેત્રના વર્તમાન ચોવીશીના ૨૪ ભગવાન ક્યા ક્યા નક્ષત્ર સાથેના ચંદ્રયોગમાં જન્મ પામ્યા તે તે ભગવંતનું નામ લખેલ છે. બાકીના પદાર્થો ૨૮ નક્ષત્રોના વિવરણમાંથી વાંચવા અનુરોધ છે. લેખ-લખાણ જરૂર કાલ્પનિક છતાંય વાસ્તવિક (IMAGINARY FACTS) છે. નક્ષત્રોની નવલકથા નથી પણ તત્ત્વવાર્તાની મિશ્રણકથા જરૂર છે. વિશેષતા એટલી જ કે આ લેખ વિ.સં. ૨૦૬૬ના અંતે દિવાળીના દિવસોમાં ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકના પ્રસંગે લખાયો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org