________________
જિન શાસનનાં
જ દર્શન કરાવે છે. જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અભયકુમારની પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવના અને આભુની કૃતોપાસના જુઓ. શોભનમુનિના મોટાભાઈ મહાકવિ ધનપાલ અને તિલકમંજરીની વાતો આપણા હૈયાને હચમચાવી દે છે. પરિગ્રહ અને પરિમાણની પ્રતિજ્ઞાને બરોબર પાળનારા જૈન મંત્રીઓ દ્વારા અંકિત થયેલા સુકૃત્યો આજે આપણી ગૌરવગાથાના મુગુટમણિ બની ગયા છે. |
માલવ અને મધ્યપ્રદેશની ભૂમિમાં નમ્રતાના ભંડારસમાં આદર્શ શ્રાવક દીવડાઓએ સર્વત્ર રોશની પ્રગટાવી છે. કસ્તુરભાઈ લાલભાઈની સત્યપ્રિયતા કે ગુલાબચંદજી ઢઢાની કર્તવ્યનિષ્ઠા જુઓ, મોતીચંદ, કાપડીયા કે કુંવરજીભાઈ પંડિતની ધર્મનિષ્ઠા જુઓ. અગરચંદજી નાહટા, જયભિખ્ખું કે રતિલાલ દીપચંદ દેસાઈની કૃતોપાસના જુઓ એ બધું ઉત્તમ આદર્શ કોટીનું ગણાયું. ઉવસગ્ગહરં પાર્થતીર્થના રાવતમલજી કે બેંગલોરના સુરેન્દ્રભાઈ ગુરુજી અને મનહરભાઈ પારેખે જૈન સૌરભને હંમેશા મહેકતી રાખી છે. અમારા માટે (સતત ચિંતા સેવનાર મનહરભાઈ પારેખની લખાણી ક્યારેય ભૂલાશે નહીં.
ને અમારા આ અભિયાનમાં એવા પણ સંતો અને શાસન હિતચિંતકો અમને જોવા મળ્યા કે જેમણે આંજી નાખનારા ક્ષણિક પ્રકાશમાં કે પ્રસિદ્ધિના પરદે ઝૂલવાનું હમેશા ટાળ્યું છે. મુંબઈના સ્વ. સેવંતીભાઈ અને તેનો પરિવારે ઘણું બધું અમને બળ આપ્યું છતાં તેઓએ એકમાત્ર શાસનદેવના વિજયને જ લક્ષમાં રાખ્યો શાસનસેવાના ઉત્કર્ષ માટે માત્ર મૌન અતિતમાં જ ગૂપચૂપ સરી જવાનું વધુ પસંદ કર્યું છે. આવા
ઓ પણ ઘણા છે. જેમણે સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો સદ્વ્યય કર્યો હોય, વિદેશમાં પણ અજાણી ધરતી ઉપર વસવાટ કરી દૂધમાં સાકર જેમ ભળી જઈને સંપૂર્ણ શાકાહાર ટકાવી રાખ્યો હોય, નેત્રયજ્ઞો. ચિકિત્સા યજ્ઞો દ્વારા માનવસેવાની ધૂણી ધખાવી સાધર્મિક ભક્તિનો માંડવડો રોપ્યો હોય એ સૌનો કાળબળના ધસમસતા પ્રવાહમાં પણ માનવની શાશ્વતી ચેતનાના પ્રકાશકિરણોને ઉજાગર કરી ધર્મશ્રદ્ધાને વધુ બળવત્તર બનાવવાનો શુભાશય રહ્યો છે. મુંબઈના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ નિશિધભાઈ શાહે આયોજનના અમૃતકુંભ બનીને ઘણી સેવા આપી છે. માનવચેતનાની સુગંધને જ કેન્દ્રસ્થાને રાખીને અમારું પણ એ જ લક્ષ રહ્યું છે.
અમારું અહોભાગ્ય
કચ્છ વાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પૂ. આચાર્યદેવ શ્રીમવિજય કલાપૂર્ણસૂરિજી મહારાજના પટ્ટધર, પ્રવચનપ્રભાવક પાલિતાણા ચાતુર્માસ મેં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલાપ્રભસૂરિજી મ.સા., પૂ. પં.શ્રી | કલ્પતરૂવિજયજી મ.સા., પૂ.પં.શ્રી કીર્તિચંદ્રવિજયજી મ.સા. ગ્રંથપ્રેરક પૂ. પંન્યાસપ્રવરશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા. પૂ.પં.શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.સા., પૂ.પં.શ્રી મુનિચંદ્રવિજયજી મ.સા. આદિની નિશ્રામાં આ છેલ્લો ગ્રંથ તા. ૯ -૧૦-૨૦૧૧ના રોજ વિમોચન પામે છે તેનો અમને અત્યંત આનંદ છે. સૂચિત ગ્રંથમાં જે જે પૂજયો આ ગ્રંથની શુદ્ધિ-વૃદ્ધિ વગેરેમાં મહદ્ અંશે સહાયક બન્યા છે તેમના પ્રત્યે કતજ્ઞ છું. સૌને અંતકરણપૂર્વક ભાવથી વંદના |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org