________________
૬૪
શ્રી નવકાર સાંભળીને તન્મય બની ગયેલ ભીલ-ભીલડી બીજા ભવે રાજારાણી બની ગયા. આ નવકાર મંત્રની પ્રભાવનાના જૈન ધર્મગ્રંથોમાં અનેક પુરાવા મોજૂદ છે. શૂળીનું સિંહાસન થઈ જાય, અભયકુમાર ભડભડતી આગમાંથી ઉગરી જાય, ઘડામાં રહેલ સાપ ફૂલની માળા બની જાય તલવારો બુઠી બની જાય વગેરે.
જિન શાસનનાં
એમ કહેવાય છે કે મહામંત્ર નવકાર જેવો સાત્વિક, ચિત્ત પ્રસન્નતા આપનાર આ દુનિયામાં બીજો એકપણ પદાર્થ નથી. ચક્રવર્તી સનત્કુમાર શરીરમાં સોળ ભયાનક રોગથી પીડાતા હતા છતાં ચિત્ત પ્રસન્નતા ગજબની હતી. રત્નકંબલોના ટુકડાથી પગ લૂછીને ખાળમાં નાખનાર દૈવી સમૃદ્ધિને એક ક્ષણમાં જ છોડી નાખનાર શાલિભદ્રજીની ચિત્તપ્રસન્નતા કોઈ દુર્ગમ્ય આનંદમાં ફેરવાઈ ગઈ હતી. નવકારનો જ આ પ્રભાવ હતો. આ નવકારે જ ગ્રંથ આયોજનનું વિરાટ કામ બહુ જ સરળતાથી પાર પાડ્યું.
ક્ષમાપનાની આરાધના : મિચ્છા મિ દુક્કડમ્
જૈન દર્શન છનિકાયના જીવો સાથે મૈત્રીપૂર્ણ આત્માનુસંધાન કરવાનું ફરમાવે છે, અને તેથી આ જીવોમાંથી મનસા–વચસા--કાયયા કરીને કૃતકારિત, અનુમોદિત જે કાંઈ દોષો, અપરાધો થઈ ગયા હોય તેનું દૈનંદિન પ્રતિક્રમણમાં જ પ્રાયશ્ચિત્ત કરે છે અને ખાસ કરીને પર્યુષણના મહાપુનિત પર્વમાં ઉન્નત સમારાધના કરીને છેલ્લા સાંવત્સરિક પ્રતિક્રમણમાં આ બધા નાનામોટા દોષોની ક્ષમા માગવાનો ઉપદેશ ફરમાવે છે.
જૈન દર્શનમાં અહિંસાની એટલી તો સૂક્ષ્મ વિચારણા કરાયેલી છે કે ગમનાગમનમાં બીજ, લીલોતરી, શેવાળ, ફૂગ, કરોળિયાનાં જાળાં, એકેન્દ્રિય, ટ્વીન્દ્રીય, તેઈન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને ભય બતાવવો, સ્થાનેથી હઠાવવા, પગતળે ચાંપવા, એકમેક સાથે અથડાવવા, ધૂળ નીચે દાટવા, આવા આવા અનેક અપરાધોને મોક્ષપ્રાપ્તિના માર્ગમાં બાધક ગણીને જન્મજન્માતરનાં કારણરૂપ બનતા આ સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષોને પહેલેથી જ ક્ષમા પ્રાર્થી લઈને અહીં જ ખપાવી દેવા અને નવા ઊભા ન થાય તે માટે આ જીવોને ક્ષમાપનાપૂર્વક ખમાવી લેવા જૈન દર્શન જબ્બર ઉપદેશ આપે છે. નાનાં જીવો સાથેના વ્યવહારમાં ય આવી પ્રતિપળ જાગૃતિ સેવવા ઉપદેશ આપનાર જૈન દર્શન મનુષ્યના મનુષ્ય પ્રત્યેના વાણી-વર્તન-વ્યવહારને વિશુદ્ધ રાખવા અને દોષો પરિમાર્જિત કરવા ક્રિયાશીલ રહેવાનું સૂચવે એમાં શું આશ્ચર્ય!
સંવત્સરીને દિવસે શ્રાવકો સમગ્ર વૈરવિરોધને મનમાંથી કાઢી નાખી, ચિત્તની શુદ્ધિ કરીને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે મન-વચન-કાયાના ત્રિકરણયોગે સર્વ જીવોને ખમાવતા હોય છે. અવિવિધ, અવજ્ઞા, અવિનય થયા હોય તો શુદ્ધ અંતઃકરણ સાથે અપરાધોની ક્ષમા માગવામાં આવે છે. આ ક્ષમાપનાનો મહિમા અનેકગણો છે. આ દિવસોમાં શાસન–પ્રભાવનાનાં અનુમોદનીય એવાં અનેક ધર્માનુષ્ઠાનો કરતા રહીને અમૂલખ જૈન શાસનનો જય જયકાર બોલાવાય છે. વિ.સં. ૨૦૧૪-૧૫મા સંવત્સરી પ્રતિક્રમણની આરાધના એક જ દિવસે નક્કી થતાં સર્વત્ર સંઘમાં આનંદ-ખુશીના ઘોડાપુર ઉમટ્યા હતા.
જીવનમાં ક્ષમાપનાની અને આ આરાધનાની સમજણ જેમ જેમ વધતી જશે તેમ તેમ બીજી આરાધનામાં જરૂર એકાગ્ર બની જવાશે. આ પ્રયોગ કરવા જેવો ખરો. પ્રસ્તુત ગ્રંથમાં મૂકાયેલ ક્ષમો ક્ષમો=મોક્ષ મોક્ષ કાવ્ય ખાસ અવગાહવા જેવું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org