________________
જિન શાસનનાં
જૈન શકદની વ્યાખ્યા અને વિવેચના
જૈન એટલે કોઈ જાતિ નથી. તીર્થકરો દ્વારા પ્રણીત પંથના અનુયાયી એટલે જૈન. જિન એટલે જીતનાર. જેણે પંચેન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે; જેણે આત્મપ્રદેશને સંપૂર્ણ ઓળખ્યો છે એ જેના દેવ છે તે જૈન, જેને નવકાર
મહામંત્રમાં અપાર આસ્થા અને દેઢ શ્રદ્ધા છે તે જૈન છે. ચરમ તીર્થકર દેવાધિદેવ ભગવાન મહાવીરે આત્મદર્શનના પાયા રૂપે પાંચ મહાવ્રતોના સમ્યક પરિપાલન માટે વારંવાર ભારપૂર્વક આજ્ઞા કરી છે. આ અણુવ્રતો પાળનારા, મહાવ્રતો પળે પળે જીવનમાં ઝીલનારા જૈન છે, ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવી સંયમભર્યું જીવન જીવનારા જૈન છે. પ્રતિપળે સાવધાન રહી પોતાના ચિત્તમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ આંતરશત્રુઓ પર વિજય મેળવવા મથે એ જૈન છે. જે પોતાના કર્મવિપાકોને હર્ષ કે શોક વિના ભોગવતાં ભોગવતાં, ખપાવતાં ખપાવતાં નવાં કર્મબંધનો ઊભાં ન કરે અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યફ ચારિત્ર્યની આરાધના દ્વારા કર્મ પુદ્ગલને જીવ તરફ એકમેક થતાં રોકીને તે દ્વારા નિર્જરા અને છેવટે તેમાં અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત ચારિત્ર્યની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને પામે તે જૈન છે. જે કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ ઉપર પહોંચીને આત્માના વાસ્તવિક વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જ રમમાણ રહે છે તે જૈન છે.
જૈન તીર્થકરો ક્ષત્રિયો હતા. ઇન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધરો અને જૈનધર્મી એવા કેટલાયે રાજવીઓ જૈનેતર હતા. આપણા મહાન આચાર્યો સિદ્ધસેન દિવાકર, શ્રીમદ્ હરિભદ્રસૂરિજી આદિ બ્રાહ્મણવંશના હતા. મેતારજમુનિ અન્ય વંશના હતા. મહારાજા કુમારપાળ ક્ષત્રિય હતા. પૂજ્ય શ્રી ચૌદપૂર્વી શäભવસૂરિજી જૈનેતર કુળમાં જન્મ્યા હતા. એવા હજારો જૈનેતરોએ સ્વયં પ્રેરણાથી જૈનધર્મ અંગીકાર કરેલો જોતાં એ વસ્તુની આપણને પ્રતીતિ થાય જ છે કે જૈન દર્શનમાં વ્યક્તિના મૂલ્યાંકનનો આધાર તેનાં જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પરંતુ તેના વિનયાદિ સદ્ગુણોની યોગ્યતા તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના વિકાસ પર અવલંબે છે. તેથી જ આપણે કહીશું કે જૈન શાસ્ત્રોએ પ્રબોધેલા ચોક્કસ સિદ્ધાંતોને જેમણે જીવનમાં પચાવ્યા છે એ જ જૈન છે. અરે! સાધુ ભગવંતોને પણ અહીં વયમાં કે કેવળ સંયમ-પર્યાયમાં વૃદ્ધ હોય તેને જ યોગ્ય નથી ગણવામાં આવ્યા. પણ જે જિનપ્રવચન વર્ણિત ગુણો મેળવવામાં તથા કેળવવામાં ઝડપી અને વિશિષ્ટ પ્રગતિ
છે. તે જ મહાન જવાબદારીઓ માટે યોગ્ય ગણાય છે. આ છે જિનશાસનની મહત્ત્વની ખૂબી. - જૈનધર્મ વ્યકિતની નહીં પણ સુંદર ગુણની પૂજા કરનારો મંગલ ધર્મ છે. આ સભર પંચપરમેષ્ઠીને સાચી, ભાવભરી વંદના છે. પંચપરમેષ્ઠીના ગુણોના ચિંતન વખતે આપણે ભાવથ સ્વયં પંચપરમેષ્ઠી બનીને સાચા જૈન બનીએ છીએ. જૈન રાત્રિભોજન કરતો નથી. જૈન અભક્ષ્યનું ભક્ષણ કરતો નથી. જેને અપેયનું પાન કરતો નથી એ બધામાં એ પાપ સમજે છે જેના જીવનમાં પ્રતિપલ સુખ અને દુઃખ પ્રત્યેના સમભાવનો સૂર્યોદય ખીલે એ જ જૈન તરીકેનું ગૌરવ લઈ શકે તેમ છે. વીતરાગ પરમાત્માના શાસનનો સુયોગ આપણા જીવનમાં પ્રાપ્ત થવો એ પણ પુણ્યની નિશાની છે. ટૂંકમાં, જિનેશ્વર ભગવંતોની આજ્ઞાની શ્રદ્ધા કરે એને જ આપણે સાચા જૈન કહીશું. જગતના દરેક પ્રાણીમાત્ર જૈન ધર્મ અપનાવી શકે છે. પછી તે વિરાટ હોય કે વામન. અને તેથી જ જૈનધર્મની જ્યોતિ વિરાટ સ્વરૂપે સદાય ઝળહળતી રહેશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org