________________
પ૪
જિન શાસનનાં
જૈન દર્શન ભારતીય દર્શનમાં વિશિષ્ટ ભાત પાડનારું દર્શન છે. તેમાં સંસારની કલ્પના, જીવ અને છ દ્રવ્યોની ચર્ચા, નવ તત્ત્વ અને ઈશ્વરની ચર્ચાની સાથે સૈદ્ધાંતિક રૂપે તેનો અનેકાન્તવાદ અને સ્વાદ્વાદ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
ભારતીય વૈદિક દર્શનોની માન્યતા પ્રમાણે સંસાર જન્મે છે; તેનો પ્રલય થાય છે અને પુનઃ જન્મે છે. પ્રત્યેક જીવ ઈશ્વરનો અંશ છે, અને ઈશ્વરમાં મળે છે. ઈશ્વર અવતાર લે છે તેવી માન્યતાઓ છે. જ્યારે જૈન દર્શન માને છે કે સંસારનો કોઈ નિયંતા, રચયિતા કે સંહારક નથી. સંસાર-જગત તો અનંત છે. તેનો સંપૂર્ણ ક્ષય થતો નથી. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના સિદ્ધાંત પ્રમાણે જગત રચાય છે અને તેનો ક્ષય થાય છે. તેવી જ રીતે ભગવાનનો અવતાર થતો નથી; પરંતુ કર્મોના બંધથી માણસ સંસારની ચાર ગતિ પ્રાપ્ત કરે છે અને કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી સિદ્ધ કે મોક્ષપદ પ્રાપ્ત કરે છે. એવી સુભગ પળો આપણા જીવનમાં પણ ઝડપથી આવે. જૈન દર્શનના સૌથી મહત્ત્વના સિદ્ધાંત અનેકાન્તવાદ અને સ્વાદ્વાદનો વિશ્વભરમાં ક્યાંય કોઈ જોટો જડે તેમ નથી.
સત્યાન્વેષણની ગહન મીમાંસા :
“સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: (તત્ત્વાર્થસૂત્રમ)-જૈન દર્શનમાં માત્ર વિચારવાની કે જ્ઞાનની જ વાતો કરવામાં આવી નથી; પણ જાણેલું જીવનમાં ઉતારવાની મહત્તા અર્થાત્ ચારિત્ર્યની મહત્તાનો સ્વીકાર થયેલ છે. ચારિત્ર્ય તે જ્ઞાનની પ્રયોગપદ્ધતિ
છે અને તેનો સૂક્ષ્મતમ વિચાર કરવામાં આવેલ છે. શ્રાવક અને સાધુની શ્રેણીઓ ચારિત્રિક દૃષ્ટિએ જુદી જુદી હોઈ તેના પાલનની મર્યાદા પણ શ્રેણી પ્રમાણે છે. શ્રાવક નિયમોનું આંશિક પાલન કરી શકે છે તેથી તે અણુવ્રતી કહેવાય છે; જ્યારે સાધુએ સંપૂર્ણ પાલન કરવાનું હોય છે માટે તે મહાવ્રતી કહેવાય છે. અને આ ચારિત્ર્યપાલનમાં પણ સ્વેચ્છાએ, પ્રસન્નચિત્તે પાલન કરવાની ઉચ્ચતમ ભાવના રહેલી છે, અને આ નિયમો માનવામાં ઉત્તરોત્તર અહિંસા, કરુણા, પરોપકાર વગેરે ભાવના જન્માવે છે. જૈન દર્શનમાં તેથી ઉદારતા અને સમદર્શિતા છે. અહિંસાની જેવી સૂક્ષ્મતમ વિચારણા જૈન દર્શનમાં છે તેવી વિશ્વમાં ક્યાંય નથી. આચારશુદ્ધિની જેવી ઊંડી વિચારણા ‘આચારાંગસૂત્ર'માં છે, તેવી અન્યત્ર ક્યાં છે? શું જમવું? કેમ જમવું? કેમ બેસવું? કેમ બોલવું? કેમ વંદના કરવી? આહારપાણી વહોરવા જતાં પણ કોઈ જળચર, સ્થળચર કે વનસ્પતિ-જગતના કોઈપણ નાનામાં નાના જીવની હિંસા ન થઈ જાય, કોઈ રખે ન દુભાય, કોઈનો અપરાધ ન થઈ જાય એવી ચીવટ જૈન દર્શને કેવી અદ્ભુત રીતે રાખી છે! માત્ર સાધુ-સાધ્વીઓ જ ધર્માચાર સેવે, ગૃહસ્થોને છૂટછાટ-એવું અહીં નથી. ચતુર્વિધ સંઘના ચારે વિભાગો માટે માત્ર વિચારની ચોક્કસ મર્યાદાઓ નહીં, પણ રોજબરોજના જીવનના આચારના પણ ચોક્કસ નીતિનિયમો આ દર્શનના ગ્રંથોમાં છે. માત્ર જીવ અહિંસા કે કરુણાની બે ત્રણ વિચારસરણી જ આ દર્શનમાં નથી, પરંતુ શુદ્ધ વૈજ્ઞાનિક કોટિના તર્ક અને યુક્તિની સરાણે ચડાવીને પરખેલાં સત્યાન્વેષણોની ગહન મીમાંસા પણ જૈન દર્શને આપી છે. વિચારમાં સ્યાદ્વાદ, ઉચ્ચારમાં સપ્તભંગી, આચારમાં આજ્ઞાધીનતા એ જિનશાસનની અપ્રતિમ દેન છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org