________________
ઝળહળતાં નક્ષત્રો.
4.9
અત્રે જો શ્રાવકની સ્થિતિમાં જીવદયાની આહલેક જગાડી એક જીવાત્મા ચક્રવર્તી અને તીર્થપતિ જેવી બેવડી સિદ્ધિઓ હાંસલ કરી પ્રભુ શાંતિનાથ બની શકતા હોય, અહીંયા જો સાધુઓની વૈયાવચ્ચ કરનાર રાજપુત્ર
ય જતાં આત્માનો વિલક્ષણ વિકાસ સાધીને નાભિરાજાના પુત્ર ઋષભ-આદિનાથ જો તીર્થકર બની શકતા હોય, એક સમયના અભિમાની ઇન્દ્રભૂતિ સમય જતા આપણા સૌના શિરોમણિ--લબ્ધિવંત ગુરુ ગૌતમસ્વામી બની શકતા હોય, અહિંયા જો બિલોરી કાચ જેવા વિશુદ્ધ સમ્યગદર્શનના પ્રભાવે નાગરથની પત્ની સતી સુલસા આવતી ચોવીસીમાં પંદરમાં તીર્થપતિ જો બનનાર હોય, સુદર્શન શેઠ જો ચૌદપૂર્વના જ્ઞાતા બની શકતા હોય, અર્જુનમાળી અને દ્રઢ પ્રહારી જેવા ભયંકર હત્યારા પાપીઓ પણ જો વિષયકષાયની ભડભડતી આગમાંથી સંસાર સાગર મજેથી તરી જતા હોય, પરણવાની પ્રથમ રાત્રિીએ ૯૯ કરોડ સોનૈયાનો માલિક જંબુકુમાર પોતાની આઠ પત્નીઓને સંયમજીવનના સ્વીકાર માટે તૈયાર કરી દેતા હોય, અજોડ સામાયિકના ધર્મસ્વામી પુણીયા શ્રાવકની ભગવાન મહાવીરના સ્વમુખે ભારોભાર પ્રશંસા થતી હોય, દાસી જેવી દેખાતી ચંદનબાળા કાળબળે જો ૩૬000 સાધ્વીવૃંદનું સફળ નેતૃત્વ લઈ નારીપદનું ભારે મોટું ગૌરવ બની શકતી હોય, રખડતો ઉદો જો સિદ્ધરાજનો વિશ્વાસુ ઉદયન મંત્રી બની શકતો હોય, સામાન્ય દિદારમાં ફરતો ભીમો કુંડલીયો બાહડમંત્રીને માન્ય બની શકતો હોય તો આ બધી લોકોત્તર જૈનશાસનની બલિહારી જ સમજવીને? આ બધી જ ઘટનાઓના સ્મરણમાત્રથી સૂચિત ગ્રંથના સંપાદકની જૈનધર્મ પરત્વેની શ્રદ્ધા વધુને વધુ બળવત્તર બનતી રહી.
આત્મખોજની અવિરત યાત્રા :
જૈન દર્શનમાં તપ-જપની સાથે જ ધ્યાન અને યોગનો મહિમા રહ્યો છે. પરમાત્મા મહાવીરે છઘસ્થાવસ્થામાં સાડાબાર વર્ષ સુધી કાયોત્સર્ગ અને ધ્યાન દ્વારા આત્મખોજની અવિરત સાધના કરી હતી. આ જ પંથે ભદ્રબાહુસ્વામીએ નેપાળમાં મહાપ્રાણ ધ્યાન કર્યું
હતું. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગ-વિષયક અનેક ગ્રંથો રચી ધર્મધ્યાન અને શુક્લધ્યાન સાધવાની પ્રક્રિયાઓ સ્પષ્ટ કરી. હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળની વિનંતીથી યોગશાસ્ત્ર' રચ્યું, જેમાં પદસ્થ, પિંડસ્થ, રૂપ0, રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ દર્શાવ્યું. વિક્રમની સત્તરમી-અઢારમી સદીમાં થયેલા આનંદઘનજીએ આત્મસાધનાના સ્વાનુભવને વર્ણવતા અપૂર્વ પદો રચ્યાં, પ્રભુપ્રેમી પૂ.આ.શ્રીમદ્ દેવચન્દ્રજીએ પ્રભુ-ભક્તિના રસથી ભરેલાં સ્તવનોમાં દ્રવ્યાનુયોગનો ખજાનો ઠાલવી કમાલ કરી. પ્રસિદ્ધ મહોપાધ્યાય યશોવિજયજીને પણ આત્મસાધનાનો અપૂર્વ રંગ લગાડ્યો. ઓગણીસમી સદીમાં ચિદાનંદજીએ પણ પોતાના પદોમાં અવધૂતની અનેરી મસ્તી પ્રગટાવી. એ જ માર્ગે ચાલીને પૂ. કલાપૂર્ણસૂરિજી અધ્યાત્મયોગી કહેવાયા. આ આચાર્યશ્રીમાં આરાધકતા તથા પ્રભાવકતાનો અદ્ભુત સમન્વય હતો.
પ્રેરક અને પારદર્શક જીવનશૈલી
શાસનમાં ચૂસ્ત ધર્મપાલન, શૌર્ય, પ્રેમ, કરુણા, અહિંસા, મુદિતા, માધુર્ય, ચારુતા, શુચિતા, દાક્ષિણ્ય, શાલીનતા, આભિજાત્ય, સંયમજીવનના પારદર્શક મૂલ્યો અને સંસ્કાર શિક્ષણના ધરોહરની ચીવટપૂર્વકની ખેવના જ્યાં કયાંય પણ જોવા મળી કે મળશે તેને સુપેરે શબ્દદેહ આપવાની આ ચરમ સંપાદનમાં અમે પૂરી પ્રતિબદ્ધતા દાખવીએ છીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org