________________
ઝળહળતાં નક્ષત્રો
૫૧
જગતચંદ્રસૂરિ આદિ 900 જેટલા આચાર્યો, ૧૦૦ દિગમ્બરાચાર્યો અને ૨૧૦૦ સાધુઓ હતા. અરે! તેમની સાધુ વેયાવચ્ચે ભક્તિ તો જુઓ ૧૫00 શ્રમણો એમને ત્યાં રોજ ગોચરી માટે પધારતા હતા. અનેક બિરુદોથી તેમને સન્માન્યા હતા. | કુંભારાણાના મંત્રી ધરણશાએ બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી રાણકપુર (ધરણવિહાર)માં નલિની ગુલ્મ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરાવેલી. એમ કહેવાયું છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર નથી જણાતું. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયનો કરાવેલો જીર્ણોદ્ધાર ચિરસ્મરણીય રહેશે. ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનું બનાવરાવેલું જિનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. સિદ્ધરાજના મંત્રી સજ્જન શ્રેષ્ઠીએ ગિરનાર (રૈવતગિરિ) પર કરાવેલો જીર્ણોદ્ધાર જિનભક્તિનું પ્રેરક ઉદાહરણ છે.
ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ પ્રશંસાપાત્ર બની ગઈ છે. નાહડમંત્રીએ કોરટાજી ને જોધપુર પાસેના સાંચોરમાં બંધાવેલાં જિનમંદિરો તેની જિનભક્તિનો પ્રબળ પુરાવો છે. મધ્ય પ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના સંગ્રામસોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ધોધ વરસાવી માગસી, મલી માંડવગઢ ધાર, મંદસૌર વગેરે સ્થળોએ સત્તર જેટલાં વિશાળ જિનમંદિરોનું નિર્માણ કરાવીને ઇતિહાસ સર્યો છે. સૂચિત ગ્રંથમાં રાજવીઓ અને મંત્રીઓનું જૈનધર્મમાં આદાન-પ્રદાન સંબંધીનો એક લેખ જિજ્ઞાસુઓએ વાંચી જવા જેવો છે. ઉત્તર ગુજરાતમાં જાણીતા ઇતિહાસવેત્તા ડૉ. નરેશકુમાર પરીખે આ લેખની રજૂઆત કરી છે.
ધર્મબીજનો વાસ્તવિક પરિચય
જેન શબ્દ કોઈ સંકુચિત સંપ્રદાયને દર્શાવતો નથી. આ શબ્દ “જિ' (જય) ધાતુ પરથી આવેલો છે. વિશ્વવિજયની આ ભારતવર્ષમાં તો કદી કોઈએ એષણા સેવી નથી. વિશ્વવિજયની પરિસીમાએ પહોંચવા મથનારાઓ પોતાની ઇન્દ્રિયો કે અંતઃકરણ
પર વિજય ન મેળવી શકે તો કાળની ઊંડી ગર્તામાં એવી રાખની ઢગલીઓ નીચે દટાઈ જાય છે કે તેમના નામ અને કામ કોઈ આજે કે ક્યારેય યાદ પણ કરતાં નથી.
ભારતવર્ષના ભગવાન આદિનાથ ષભદેવ અને અન્ય પરમ પ્રભાવક તીર્થકર ભગવંતોએ સમસ્ત માનવજાતિના પરમ કલ્યાણનું માર્ગદર્શન કરતાં કરતાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની અનંતતા પોતાની અંદર જ સિદ્ધ કરીને, આંતરિક રીતે આત્માનો વિલક્ષણ વિકાસ સાધીને દેવોને પણ વંદનીય એવું ઊંચેરું સ્થાન શી રીતે પામી શકાય તે પોતાના જીવનકવન દ્વારા દર્શાવી આપ્યું. જીવનમાં ધર્મને મહત્ત્વ આપવાથી જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.
દર્શન’ શબ્દની વિવેચના
‘દર્શન’ શબ્દનો અર્થ થાય છે જોવાની ક્રિયા અથવા નિહાળવા મળતું દશ્ય. દર્શન એટલે વિશાળ અર્થમાં સત્ય અનુભવ. દર્શન એ મુક્તિયાત્રાની સીડી છે. મુમુક્ષુઓ માટે દર્શન સર્વપ્રથમ અનિવાર્ય ચીજ બની રહે છે. દર્શન’ શબ્દનો વ્યાપક અર્થ ‘તત્ત્વજ્ઞાન’
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org