________________
ઝળહળતાં નક્ષત્રો
જન્મભૂમિ, અડદના બાકુળા વહોરાવનાર ચંદનબાળાનો પ્રસંગ આ ધન્ય ભૂમિ સાથે સંકળાયેલો. અયોધ્યાનો ઇતિહાસ રઘુકુળ સાથે સંકળાયેલો. ઋષભદેવપ્રભુની જન્મભૂમિ દીક્ષા કેવળજ્ઞાન પણ અત્રે જ થયું. સુમતિનાથ અને અનંતનાથ ભગવાનનાં ચાર ચાર કલ્યાણકો અહીં જ થયાં. રાજા હરિશ્ચંદ્ર પણ આ નગરના જ હતા. મલ્લિનાથની જન્મભૂમિ મિથિલા, મુનિસુવ્રતસ્વામીની જન્મભૂમિ વારાણસી, ચંદ્રાવતી, કાકન્દી, ચંપાપુરી, હસ્તિનાપુર એ બધી તીર્થંકરોની જન્મભૂમિને લાખ લાખ વંદનાઓ. રાજગૃહી કે સમેતશિખરજી કે પાવાપુરી આપણાં સાચાં ઘરેણાં જેવા છે. છેલ્લી સદીમાં જે જે ધરા ઉપર તીર્થસ્થાનો ઊભા થયાં અને વિકસ્યાં કદંબગિરિ, હસ્તગિરિ, શંખેશ્વરજી કે ભદ્રેશ્વર એ બધી જ પુણ્યભૂમિઓ ખરેખર દર્શનીય ભાસે છે. હમણાં હમમાં શ્રી સમ્મેતશિખરજી તીર્થની તળેટીનો ભારે વિકાસ થઈ રહ્યો છે. જ્યાં એકીસાથે શિલ્પ-સ્થાપત્યના બેનમૂન ૨૫ જિનાલયો નિર્માણ પામી રહ્યા છે. જેમાં મુખ્ય જિનાલય વાયોલીનના આકારમાં ફરતા સરોવર સહિત નિર્માણ પામશે તે દર્શન કરતા રોમાંચ પણ થઈ જશે. ૨૫ જિનાલય આચાર્ય શ્રી કીર્તિયશસૂરિજીના ઉપદેશથી સંપૂર્ણ સ્વદ્રવ્યથી જ નિર્માણ પામશે. આ આજના કાળની એક આશ્ચર્યકારી ઘટના બનશે.
રાજધર્મ અને ધર્મપ્રેમી રાજવીઓ
સં. ૧૧૦૧થી ૧૨૨૯ એ જૈન સંસ્કૃતિનો સુવર્ણયુગ હતો. સિદ્ધરાજ જયસિંહના શાસનમાં થયેલા જૈનાચાર્યો, જૈનમંત્રીઓ, જૈન દંડનાયકો અને જૈન કવિઓએ ગુજરાતના કીર્તિધ્વજને ગગચુંબી બનાવ્યો હતો.
જૈનધર્મ કેવળ સાધુઓનો જ ધર્મ નહોતો, એના સિદ્ધાન્તો ચોક્કસ ભૂમિકા ઉપર રચાયેલા હતા. ચંદ્રગુપ્ત મૌર્યે સ્વીકારેલ જૈનધર્મ રાજસભાઓ સુધી વિસ્તરેલો હતો. જૈનધર્મ ગુજરાતનો રાજધર્મ ગણાતો. ગુજરાતના તખ્તા ઉપર તખ્તનશીન બનીને જ્યારે વીર વનરાજે જૈનધર્મને રાજધર્મ બનાવ્યો ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડની પ્રજામાંથી અડધો કરોડ માનવોનો ધર્મ બનવાનું મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. શિવપૂજક સોલંકી રાજાઓ પણ રાજધર્મ તરીકે સૈકાઓ સુધી જૈનધર્મની સાધના કરતા રહ્યા. કૃષ્ણ મહારાજાએ ગિરનાર તીર્થ ઉપર સોના-રૂપા અને માણેકના જિનાલયો બંધાવ્યા હતા. મહારાજા કુમારપાળના સમયમાં તો એ જૈનધર્મ-શાસનની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. વૈશાલીનો રાજા ચેટક, ચંપાનો રાજા દધિવહન, કૌશાંબીનો રાજા શતાનિક, અવંતીનો રાજા ચંડપ્રદ્યોત, લીચ્છવીના નંદવંશીય રાજવીઓ અને મૌર્યવંશી રાજવીઓએ જૈન ધર્મને ભારે મોટું બળ આપ્યું છે. મહારાજા કુમારપાળે તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણુ ઇંચની વિશાળ પ્રતિમા અને દિવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મંદિર રાજવીઓની જિનભક્તિનું જ્વલંત ઉદહરણ છે અને એ વખતના સુવર્ણકાળનું પ્રતિબિંબ પાડે છે. કુમારપાળના સમયમાં જ આગમો અને પૂર્વાચાર્યોના અનેક ગ્રંથો તાડપત્રો ઉપર લખાયેલા. કહેવાય છે કે કુમારપાળે ચૌદસો ચુમ્માલીશ
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org