________________
વવેચન ]
ખરી વાત પણ એ જ છે કે, નાસ્તિક પૃથ્વી, જલ, તેજ, વાયુ કે કાશ એમ ચાર કે પાંચ મૂળતાને સ્વીકારે છે આમાં નામના કોઈ તત્વનું નામ સુદ્ધાં તેના દર્શનમાં જડતું નથી.
પણ જ્યારે બીજા વાદિઓદર્શનકારે તેની સામે પ્રશ્ન કરે છે કે “જો તું આત્મા માનતો નથી તે સારી દુનિયાનું જ્ઞાન કરનાર, દુઃખથી દૂર જઈને સુખ મેળવવાની પ્રવૃતિઓ કરનાર કોણ છે ? ” | “ જે તું આ શરીરને જ આત્મા કહે છે તે મડદામાં આ બધી ક્રિયા કેમ માનતો નથી ? ત્યાં કેમ આ બધી ક્રિયાઓ દેખાતી નથી ? ” ' આવા પ્રશ્નો કરીને બીજા વાદિએ તેને કહે છે કે, “તારે આત્મા નામનું તત્વ માનવું જ પડશે ” * ત્યારે નાસ્તિક કહે છે “બિલકુલ નહીં હું આત્માને - માનતું જ નથી. પણ તમે એમ જ પૂછતા હે કે મડદામાં
કેમ સુખ–દુઃખ ગ્રહણ કરવાની અને છોડવાની ક્રિયા દેખાતી નથી અને જીવતા માણસના શરીરમાં જ કેમ દેખાય છે? - તે મારો જવાબ છે, જેમાં મડદામાંથી દારૂ બને છે અને તે દારૂમાં ચિત્તને વિહુવલ બનાવી દેવાની શકિત પેદા થાય છે તેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વિગેરેના પરમાણુંઓથી એવી વિશેષ શકિત પેદા થાય છે. જે હાલવા ચાલવાની સુખ–દુખ ગ્રહણ કરવાની છેડી દેવાની ક્રિયાઓ કરે છે.
મડદામાં પૃથ્વી, જલ, તેજ, વાયુ કે આકાશ એ પાંચમાંથી કેઈપણું એક તત્વ ચાલી જાય છે. માટે તેની હાલવા-ચાલવા વિગેરેની ક્રિયાઓ પણ નાશ પામે છે.
*
*
*