________________
૮]
[ શ્રી સિદ્ધપદ
વિષયનું જ્ઞાન સારી રીતે થઈ જાય તે રીતે જ દરેક વિષયને ચર્ચવાના છે.
૧-આત્મા
સૌથી પ્રથમ વિષય છે. આત્મા
વિશ્વના તમામ દનકારાએ આત્મા' નામના તત્ત્વના સ્વીકાર કર્યા છે લગભગ બધા જ દર્શનકારાએ તે તત્ત્વને સ્વતંત્ર સ્વીકાર્યું છે.
નાસ્તિક દર્શનકાર બૃહસ્પતિએ આત્મા' ને જડમાંથી પેદા થતી તિરૂપ માન્યા છે તેથી તે આત્માને માને તે - પણ નહિ માનનારા જેવાજ છે. કારણકે જે ચીજ કાઈ વસ્તુમાંથી પેદા થાય છે કે કાઇ વસ્તુઢારા જેના નાશ થઈ જાય છે. તેની સ્વતંત્ર ચિંતા કાઇ કરતુ નથી.
(
જેમ શેરડીને પેદા કરવા કાઇ પ્રયત્ન કરે કે તેને નાશ કરવા કાઇ પ્રયત્ન કરે પણ
તેમાં રહેલી ચીકાશગળપણને સ્વતંત્ર પેદા કરવા માટે કે નાશ કરવા માટે કોઇ પ્રયત્ન કરતું નથી. કાઇ પ્રયત્ન કરી શકે- પણ, નહીં અને જો તેવા પ્રયત્ન કોઇ કરતુ હોય તે પણ તેનાથી શેરડી જ પેઢા થાય કે શેરડીના જ પ્રાય:
'''+
નાશ થાય.
એટલે નાસ્તિકને આત્મા માટે કશે। પ્રયત્ન કરવાના નથી. તેને જે પણ પ્રયત્ન હોય છે તે શરીર માટેના જ હાય કારણકે, તેના મતે શરીર' સ્વતંત્ર છે જ્યારે આત્મા સ્વતંત્ર નથી. તેથી આવી રીતે આત્માને માનવા તે ન માનવા જેવુ જ છે.