________________
વિવેચન ]
[ ૭
આ બે પ્રશ્નને પ્રથમ દષ્ટિએ થાય.
વળી આઠ પ્રકારના કર્મ એ શબ્દ પ્રયોગ કર્યો હેવાથી કર્મના કેટલા પ્રકારે છે ? તે પણ પ્રશ્ન થાય.
શુક્લધ્યાનરૂપી અનિવડે બાળી નાંખ્યા છે. તે ધ્યાન કેને કહેવાય ? અને શુક્લધ્યાન કેને કહેવાય? ધ્યાનથી કર્મનો નાશ કેવી રીતે થાય ?
વળી કર્મોને નાશ થયા પછી પણ આત્મા કેવી રીતે રહે છે. તે પ્રશ્ન પણ થાય.
જ્યાં સુધી આ બધાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી સિધનું સ્વરૂપ સારી રીતે ન સમજી શકાય.
જેમ કઈ માણસ એક વાક્ય બોલ્યો કે “એક મજુર લાખ રૂપિયા મેળવીને સુખી થયે..
આ વાક્યને પૂરેપૂરે અર્થ તે જ સમજી શકે કે જે મજુરને જાણતો હોય, લાખ રૂપિયાને જાણતા હોય, મેળવવાની અને સુખી થવાની ક્રિયાને પણ જાણતા હોય.
પણ, જે આ બધામાંથી એકને પણ જાણતો ન હોય તે સારા ય વાકયને સંપૂર્ણ ભાવ ન સમજી શકે.
તેથી આપણે પ્રત્યેક મુદ્દાને ક્રમે ક્રમે વિચાર કરીશું જો કે,
પ્રત્યેક મુદ્દા એવા છે કે સુમબુદ્ધિથી તેની તલસ્પર્શી વિચારણા કરવા બેસી જઈએ તે તમારું અને અમારૂં બંનેનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને ચર્ચા અધુરી જ રહી જાય. તેથી આપણે ચર્ચાના બહુ ઉંડાણમાં જવાનું નથી પણ