________________
ગૂજરાતનું નૂર
[3]
વિશ્વમૈત્રીના સદેશ આપતી વિશ્વામિત્રી સરિ
તાના સુરમ્ય તીરે ગુજરદેશની અભિવૃદ્ધિ કરનાર ‹ વટાદર ’વડાદરા વસેલુ છે.
આ પૂણ્યભૂમિ મનાય છે. જ્ઞાનની ગંગા અહી થી ગુજરાતભરમાં પ્રસરી છે. એ નગર પ્રતાપી મહારાજા સ્વ. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજના દીર્ઘ રાજ્યકાળમાં સમૃદ્ધ, સુંદર અને હુન્નર-ઉદ્યોગમાં વિકાસ પામતું તેમજ સમાજ, ધમ અને રાષ્ટ્ર્ધ્વજીવનને પ્રાણપાષક સુધારાથી સપન્ન થયું છે. આજે પણ તે ગુજરાતમાં સુપ્રસિદ્ધ જ ગણાય છે.
આ પવિત્ર ભૂમિને મહાકવિ પ્રેમાન ંદે વીરક્ષેત્ર કહ્યું છે. આ વીરક્ષેત્રમાં અનેક વીરા રાજ્યનીતિજ્ઞા, ધમપુર ધરા, મહાપડિતા અને રાષ્ટ્રસેવકા તથા વ્યાયામ વિશારદા પાકયા છે.