________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૩
૩૧
રહીને જ વિરોધ કરી શકાત. પરંતુ કાળ પ્રભાવે થવાનું હતું તે થયું તે માટે ખેદ કરે નકામો છે. હવે તે જાગ્યા ત્યાંથી સવાર ગણુને સત્યને અપનાવાય તે એકતાનો પાયો નંખાઈ જાય.
એકતાનો પાસે
S
મૂર્તિને વિરોધ મટી જતાં વેતાંબર સંપ્રદાયમાં એકતાને પાયે નખાઈ જાય અથવા શ્વેતાંબર સંપ્રદાય આખે એક જ થઈ જાય. ત્યાર પછી સાવદ્ય પૂજાના સ્થાનકવાસીઓને વિરોધ એટલે પ્રબળ થઈ જાય કે મૂર્તિ પૂજક સાધુઓને સ્થાપના વિરોધની સાચી વાત માન્યા વિના છૂટકે રહે જ નહિ, મૂર્તિ. પૂજક શ્રાવકેમાં પણ મોટે ભાગ તો મૂર્તિપૂજાના આડંબર વિરુદ્ધ જ છે અથવા તે અજ્ઞાનતાથી પૂજાને માને છે. તેઓ પણ સત્ય સમજાતાં સ્થાનકવાસીઓને અનુમોદન, સહકાર આપે. એટલે એકતામાં કાંઇ વાંધા રહે જ નહિ,
મૂર્તિપૂજાનો વિરોધ સુત્ર સિધ્ધાંત અનુસાર છે એટલે સ્થાનકવાસી પાસે તે સંબંધમાં ધર્મ બળ, જ્ઞાન બળ અને સંધ્યા બળ મજબુત થવાથી તેમની સફળતા થયા વિના રહે જ નહિ.
માટે મૂર્તિને અપનાવી મૂર્તિપૂજાને વિરોધ કરે એ જ સ્થાનકવાસીનું ધર્મ કર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com