________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૨
નહિ અને કરતાને રૂડું જાણવું નહિ, અનુમોદન આપવું નહિ એ પ્રમાણે નવ કોટિએ હિંસા ત્યાગના પ્રત્યાખ્યાન હોય છે તે પ્રમાણે સાધુના પહેલા મહાવ્રતની પ્રતિજ્ઞા છે. એ વ્રત પ્રમાણે સાધુથી સાવઘ પૂજાને ઉપદેશ પણ આપી ન શકાય ત્યારે આજે સાધુઓ જ ભારેમાં ભારે ખર્ચાળ પૂજા કરાવવામાં આનંદ માને છે! અને એમાં જ ધર્મની ઉન્નતિ, ઉદ્યોત માને છે!
આ સર્વ સાવદ્ય પૂજાઓ સૂત્ર સિધ્ધાંત વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે તે મેં મારા “મૂળ જૈન ધર્મ” પુસ્તકમાં વિસ્તારથી બતાવેલ છે.
મૂર્તિપૂજાના અસહ્ય આડંબર-ઠાઠથી ત્રાસી ગયેલા જૈનેએ ઉત મુનિશ્રીઓના પડકારને ઝીલી લીધું અને મૂર્તિ પૂજાને ત્યાગ કરી તેમના અનુયાયી થઈ ગયા. પરંતુ મૂર્તિ અને મૂર્તિપૂજા એ બે જુદી જુદી બાબતે છે તેનું ધ્યાન નહિ હેવાથી મૂર્તિપૂજાની સાથે મૂર્તિને પણ ત્યાગ થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com