________________
૨૮
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૨
બાબતે છે એની ખબર નહિ હેવાથી મૂર્તિને પણ અજ્ઞાનતાથી વિરોધ કરી દીધો.
ખરી વાત એ છે કે તીર્થકરોના વખતમાં પણ તીર્થકરોની મૂર્તિઓ અને તેમનાં મંદિરો હતાં તેનાં અનેક પ્રમાણે આજે પણ મેજુદ છે. પરંતુ તે વખતે સાવઘ પૂજા નહતી.
સાવદ્ય પૂજાની શરૂઆત પૂર્વાચાર્યોએ કરી હતી. પૂજાપદ્ધતિના ઈતિહાસ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે પૂજાની શરૂઆત ઘણી નાની વિધિથી થઈ હતી. પરંતુ તે પછી પાછળના આચાર્યો એક પછી એક નવી નવી પૂજા પદ્ધતિ ઉમેરતા જ ગયા, વધારતા જ ગયા, એટલું જ નહિ પણ પૂજા વિધિઓ એટલી બધી ખર્ચાળ કરતા ગયા કે જાણે કે ધનવાનને જ ધર્મ હોય એમ જ પ્રતીતિ થાય.
સંભવ છે કે આચાર્યોએ પિતાને શિથિલાચાર છુપાવવા લેમને સાવદ્ય પૂજાને માર્ગે ચડાવી દીધા અને ધનવાને મારફત પિતાની વિદ્વતાની મહત્તાનો લેકમાં પ્રભાવ ફેલાવવા માટે નવી નવી પૂજાવિધિઓ દાખલ કરી અને તેમાં જ ધર્મ મનાવ્યો, અને કેને સૂત્રના જ્ઞાનથી અજાણ રાખ્યા કે જેથી લેકે સાચી વાત જાણી શકે નહિ.
અત્યારે અનેક ખર્ચાળ પૂજાઓ અસ્તિત્વમાં છે એટલું જ નહિ પણ એવી પૂજાઓ કરાવીને આચાર્યો સાધુએ પિતાની વાહવાહ પિકરાવે છે.
સાધુમુનિઓને મન-વચન-કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com