________________
22T
પ્રતિમાશતક કાવ્ય-૨) प्रायेणाश्रयणात् । योग्यताविशेषे च ज्ञानिवचनादिनाऽवगते दोषमुपेक्ष्यापि तेषां वन्दनवैयावृत्त्यादिव्यवहार: सङ्गच्छते। अत एवातिमुक्तक]र्वीरवचनाद्भाविभद्रतामवगम्य स्थविरैर्ऋतस्खलितमुपेक्ष्याग्लान्या वैयावृत्त्यं નિર્મને ..
किञ्च - णमो सुअस्स[भगवती श.१, सू.३] इत्यादिनापि द्रव्यनिक्षेपस्याऽऽराध्यत्वं सुप्रतीतमक्षरादि
સમાધાન - તમારી વાત સાચી છે. પણ અનુયોગદ્વાર વગેરેમાં દ્રવ્ય ના જે એકભવિક ઇત્યાદિ ત્રણ પર્યાય બતાવ્યા છે, તે આયુષ્યકર્મની અપેક્ષાએ છે. બાકીનૈગમનયની અપેક્ષાએતો “ભાવજિનપણું રૂપફળ ઉત્પાદન કરવાની યોગ્યતા=શક્તિરૂપ દ્રવ્યજિનપર્યાય તો અતિદૂરના ભાવમાં પણ સંભવે છે. નૈગમનય અતિદૂરના પર્યાયને પણ સ્વીકારે છે, એ વાત પ્રસ્થકવગેરે શાસ્ત્રોક્ત દષ્ટાંતથી સિદ્ધ છે.
યોગ્યતાના બહુમાનથી અવસરે દોષોની ઉપેક્ષા મુખ્ય શંકા - ચાલો માની લઇએ કે, મરીચિમાં દ્રવ્યજિનપર્યાય હતો. છતાં પણ તે વખતે એ પરિવ્રાજકવેષ ધારણ કરી દોષમાં પડેલો હતો. મરીચિના આ તાત્કાલિક દોષો પ્રત્યે નજર નાખી ભરતે તેને વંદન કરવું જોઇએ નહિ.
સમાધાન - એમ નથી. જ્ઞાનીના વચનથી કોઇ વ્યક્તિવિશેષમાં વિશિષ્ટ યોગ્યતાનું જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે તે યોગ્યતા પ્રત્યેના અત્યંત ભક્તિભાવના કારણે તે વ્યક્તિમાં રહેલા તાત્કાલિક દોષોની ઉપેક્ષા થઇ જાય છે, અને તે વ્યક્તિ વંદનીય વગેરે રૂપ બની જાય છે. (ભરત ચક્રવર્તીએ જ્યારે જાણ્યું કે, મરીચિમાં ભાવજિનપદની યોગ્યતા છે; ત્યારે એ યોગ્યતા પ્રત્યેના અહોભાવથી ભરત મરીચિને વંદન કરે છે અને તેના દોષો પ્રત્યે ઉપેક્ષા કરે છે. પરંતુ તે વખતે ભરત સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે, “તારા પરિવ્રાજકપણાને મારા વંદન નથી. તેથી ભરત વંદનદ્વારા મરીચિના દોષોના પોષક બનતા નથી.)
અઇમુત્તામુનિનું દૃષ્ટાંત શંકા - આગમમાં અન્ય કોઇ દષ્ટાંત મળે છે કે જેમાં દોષપ્રત્યે ઉપેક્ષા રાખીને વંદન કે વૈયાવચ્ચ કર્યા હોય?
સમાધાનઃ- હા, ભગવતી સૂત્રમાં અઇમુત્તા મુનિનું દૃષ્ટાંત છે. (અમુત્તા મુનિએ બાલ્યકાળમાં જ શ્રી ગૌતમ સ્વામીની પ્રેરણાથી દીક્ષા લીધી. એકવાર સ્થવિરો સાથે વિહાર કરતા રસ્તામાં પાણીથી ભરેલું ખાબોચિયું આવ્યું. ત્યાં નાના બાળકો હોડી બનાવી રમતા હતા. અઈમુત્તા મુનિની નજર ત્યાં પડી. બાળસુલભસ્વભાવને કારણે તેમને પણ ખાબોચિયામાં હોડી તરાવવાનું મન થયું. પણ બીજું કોઇ સાધન હાજર નહિ. તેથી ‘હાજરસો હથિયાર ન્યાયથી પોતાનું પાત્ર જ સીધું પાણીમાં તરાવવા મુક્યું અને પાત્રને બરાબર તરતું જોઇ આનંદવિભોર બની ગયા. ત્યાં તો અચાનક સ્થવિર મુનિઓની અમુત્તાપર નજર પડી. અઈમુત્તાની બાલચેષ્ટાથી તેઓ એકદમ સ્તબ્ધ થઇ ગયા. તરત અઇમુત્તા મુનિને બોલાવી ધમકાવ્યા. “અલા! છોકરડા! કંઇ પુણ્ય-પાપનો ખ્યાલ આવે છે કે નહિ? તને ખબર નથી કે સાધુપણામાં રમાય નહિ? અને આ પ્રમાણે સચિત્ત પાણીમાં પાત્રુ તરાવીને તે કેટલા બધા અપ્લાય જીવોની વિરાધના કરી તેનો તને ખ્યાલ છે? તેં તો ઉપકરણને જ અધિકરણ બનાવી દીધું.વગેરે ઘણું કહ્યું. અઇમુત્તાને પણ પોતાનાથી થઇ ગયેલા પાપનો ભારે પસ્તાવો થવા માંડ્યો. પછી તો બધા વિહાર કરી ભગવાન પાસે આવ્યા, ત્યારે અમુત્તાના પાપને યાદ કરી કંઇક તિરસ્કારના ભાવથી એ સ્થવિર સાધુઓએ ભગવાનને પૂછયું- “હે ભગવન્! આપનો આ શિષ્ય અઈમુત્તો ભવી છે કે અભવી? અને જો ભવી હોય તો કેટલા ભવ રખડવાનો છે?' ત્યારે પરમાત્માએ ધીરગંભીર વાણીમાં કહ્યું, ‘મહાનુભાવો ! તમે અઇમુત્તાની આશાતના ન કરો. તે ચરમશરીરી છે. આ ભવમાં જ મોક્ષમાં જશે.” આ સાંભળીને સાનંદ આશ્ચર્ય પામેલાતે મુનિવરોએ ક્ષમાયાચના કરી. પછી) અઈમુત્તા મુનિવરનું ભવિષ્યમાં કલ્યાણ જાણી બાળમુનિતરીકે વૈયાવચ્ચ કરતી વખતે તે મુનિઓએ અઈમુત્તા મુનિએ પાણીના જીવોની વિરાધના કરવાદ્વારા કરેલી વ્રતની સ્કૂલનાની પણ ઉપેક્ષા કરી.
પ્રસ્થક=ધાન્ય માપવાનું સાધન. આ પ્રસ્થક બનાવવા લાકડું લેવા સુથાર જંગલમાં જતો હોય ત્યારે કોઇ પૂછે કે, “ક્યાં જાય છે?' ત્યારે જવાબમાં સુથાર કહે “પ્રસ્થક બનાવવા જાઉં છું.” ત્યારે નૈગમન સુથારના જવાબને સત્ય માને છે.