________________
પ્રતિમાશતક કાવ્ય-૯૨) तदनन्तरं शुभभावसम्पत्त्या तु धर्म इति धर्माधर्मसङ्कर एवेति तन्निरस्तम् । एवं हि यागेऽपि हिंसया प्रागधर्म उत्तराङ्गदानदक्षिणादिना त्वनन्तरं धर्म इति वदतः सब्रह्मचारितापातात्। यच्च तत्कालीनासंयमोज्झनं शुभभावेनोक्तं तद्विधिभक्त्यन्यतरवैगुण्य एवान्यथा स्वरूपासंयमस्य द्रव्यस्तवानतिरेकेणोज्झितुमशक्यत्वादनुबन्धासंयमस्य चानुद्भवोपहतत्वाद्। द्रव्यस्तवस्याप्रधानत्वमपि स्वरूपत एव, विधिभक्तिसाद्गुण्योपबृंहितभावप्रवृद्धौ भावस्तवस्यैव साम्राज्यात्।
इदमित्थमेव महाबुद्धिशालिना हरिभद्राचार्येणाभिहितं, तथापि यस्य स्थूलबुद्धेर्मनसि नायाति तदनुकम्पार्थं तद्ग्रन्थपङ्क्तिरत्र लिख्यते: → 'दव्वथओभावथओदव्वथओ बहुगुणो त्ति बुद्धि सिया। अनिउणमइवयणमिणं छज्जीवहिअं जिणा बिंति'॥ [आव. भा. १९२] द्रव्यस्तवो भावस्तव इत्यत्र द्रव्यस्तवो बहुगुण:प्रभूततरगुण इत्येवं बुद्धिः स्यात्, एवं चेन्मन्यसे इत्यर्थः। तथाहि-किलास्मिन् क्रियमाणे वित्तपरित्यागाच्छुभ
સમાધાન - જો આમ કહેશો તો યજ્ઞમાં પણ પ્રથમ હિંસા હોવાથી પ્રથમ અધર્મ અને પછી યજ્ઞના ઉત્તરકાર્યરૂપ દાન-દક્ષિણાથી ધર્મ હોવાથી યજ્ઞ ધર્માધર્મ મિશ્રરૂપ છે.” એમ કહેનારાને સમાન થઇ જશો. તેથી યજ્ઞની પણ અનુમતિનો પ્રસંગ આવશે.
પૂર્વપક્ષ - તમે જ કહ્યું છે કે, પૂજાકાલના અસંયમનો ત્યાગ શુભભાવથી થાય છે. આનાથી જ સિદ્ધ થાય છે કે, “પુષ્પાદિપૂજાકાળે હિંસાના કારણે અસંયમ છે, અને તે પછી પ્રગટતા શુભભાવથી અસંયમ ટળે છે અને ધર્મ થાય છે.”
ઉત્તરપક્ષ - એમ જે કહ્યું છે, ત્યાં પૂજામાં અસંયમ પૂજાની વિધિની વિગુણતાના કારણે અથવા ભક્તિની વિગુણતા-અભાવના કારણે જ ઇષ્ટ છે. આ બન્નેની(વિધિ અને ભક્તિની) હાજરીમાં તો અસંયમ સંભવતો જ નથી. જો સ્વરૂપઅસંયમની વાત હોય, તો વિધિ અને ભક્તિની હાજરીમાં પણ દ્રવ્યસ્તવમાં રહેલા આ સ્વરૂપઅસંયમને દૂર કરી શકાય તેમ નથી, કારણ કે સ્વરૂપઅસંયમદ્રવ્યસ્તવનું મુખ્ય અંગ છે. દ્રવ્યસ્તવથી અભિન્ન છે. અને જો અનુબંધઅસંયમની વાત હોય, તો તે ઉત્પન્ન જ ન થવાદ્વારા ઉપહત છે. બાકી રહે છે વિધિ કે ભકિતના અભાવમાં થતો આ હેતુઅસંયમ. એ અસંયમ શુભભાવથી દૂર થાય છે. આમ વિધિ અને ભક્તિની હાજરીમાં હેતુઅસંયમ પણ સંભવતો નથી.
દ્રવ્યસ્તવ અપ્રધાન છે એ વાત પણ સ્વરૂપની અપેક્ષાએ જ સમજવાની છે, બાકી દ્રવ્યસ્તવમાં પણ વિધિ-ભક્તિથી પુષ્ટ થયેલા ભાવની પ્રવૃદ્ધિ થવાથી હકીકતમાં તો ભાવસ્તવનું જ સામ્રાજ્ય રહે છે. (અર્થાતુદ્રવ્યસ્તવ પણ સ્વરૂપથી દ્રવ્યસ્તવ હોવાને કારણે જ અપ્રધાન છે. બાકી તો તેમાં પણ વિધિઆદિના કારણે ઉછળતા ભાવોભાવસ્તવની તુલ્યતા પામવા સમર્થ છે.)
ભાવસ્તવની મહત્તા આ બાબતમાં મહાબુદ્ધિશાળી યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પણ આ પ્રમાણે જ કહ્યું છે, છતાં પણ જે અલ્પબુદ્ધિવાળાના મનમાં આ વાતની ગડ બેસતી ન હોય, તેઓ પ્રત્યેની કૃપાથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના ગ્રંથની પંક્તિ બતાવીએ છીએ... “દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બેમાં દ્રવ્યસ્તવ જ બહુગુણ=વધારે ગુણવાળો છે એવી બુદ્ધિ થાય. પણ આ અનિપુણ બુદ્ધિવાળાનું વચન છે. કારણ કે જિનેશ્વરો છજીવકાયના હિતને જ કહે છે.” દ્રવ્યસ્તવને બહુગુણ માનનારાનો તર્ક આવો છે – “વ્યસ્તવ કરતી વખતે ધનનો ત્યાગ હોવાથી શુભ અધ્યવસાય જ ઉત્પન્ન થાય. વળી તેને દ્રવ્યસ્તવ કરતો જોઇ બીજા પણ અનેક પ્રતિબોધ પામે છે. આમ દ્રવ્યસ્તવથી