Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 513
________________ પ્રિતિમા દયાનું સાધન | | 181 तव प्रतिमां-त्वन्मूर्ति, कीदृशीम् ? स्वा-सद्भावस्थापनामित्यर्थः । यां दर्श २ दृष्ट्वा दृष्ट्वा, प्रतिक्षणप्रवर्द्धमानशुभपरिणामोऽहमव्ययमुदं-विगलितवेद्यान्तरपरब्रह्मास्वादसोदरशान्तरसास्वादमवापम् प्रापं, कुत्र ? स्वान्ते= हृदये, कथम् ? लसद्विश्वासं-लसन् विश्वासो यत्र, यस्यां क्रियायामविश्वस्तस्य रमणीयदर्शनेनापि सुखानवाप्तेः, धर्मकर्मणि सविचिकित्सस्य समाध्यलाभाच्च, तथा च पारमर्ष → 'वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लभति સમર્દિ” [કાવારી //૧/] રૂતિ નરહિત ! મનુષ્યદિતરિન્ ! સાતવ પ્રતિમા सम्प्रति-दर्शनजन्यभावनाप्रकर्षकाले मयि सदानं दयां धत्ते अभयदानसहितदयावृत्तिं पोषयति, ज्ञानोत्कर्षस्य અક=દુઃખ. પરમાત્મા સર્વદુઃખથી મુક્ત હોવાથીજ હંમેશા આનંદમય છે. ધ્વંસાપ્રતિયોગિઆનંદ ક્યારેય પણ નાશ ન પામે તેવા આનંદવાળા. સ્વા=સદ્ધાવ સ્થાપના પામેલી પ્રતિમા. આ પ્રતિમાના દર્શન કરતાં કરતાં પ્રત્યેક ક્ષણે મારા શુભ પરિણામો પ્રવૃદ્ધિ પામતા ગયા. વળી આત્મા આ શુભપરિણામમય બની જવાથી બહારના જગતની ફૂલની માળા કે સર્પ જેવી વસ્તુઓનું અને અંદરના જગતના હર્ષ, ભય જેવા ભાવોનું સંવેદન થવાનો અવકાશ જ રહ્યો નહિ. તેથી હૃદયમાં શ્રેષ્ઠ આત્મસ્વરૂપના સંવેદનની અનુભૂતિ સમાન પ્રશમરસના પરમ આસ્વાદની મોજ માણી. આ મોજમાં પણ અખૂટ વિશ્વાસ=શ્રદ્ધા જ કામ કરે છે, કારણ કે જે વસ્તુ વિશ્વસનીય ન હોય, તે પછી ભલેને ગમે તેટલી સુંદર હોય, તો પણ તેના દર્શનથી જરા ય સુખ ઉત્પન્ન થતું નથી. અત્યંત મોહક ચામડીવાળા સાપના દર્શનથી કોને આનંદ થાય? તથા જે વસ્તુ વિશ્વસનીય છે, તેમાં વિશ્વાસ ન રાખવાથી પણ પરમાનંદરૂપ સમાધિની પ્રાપ્તિ ન થાય, જિનોક્ત ધર્મકાર્ય એકાંતે શ્રદ્ધાપાત્ર છે. જો એ શ્રદ્ધાપાત્ર ધર્મક્રિયામાં પણ શ્રદ્ધા ન રાખતા વિચિકિત્સા=શંકા કરી, તો સમાધિની પ્રાપ્તિ નહિ થાય. તેથી જ પારસર્ષ=આચારાંગમાં કહ્યું છે વિચિકિત્સાને પામેલ આત્માથી–ચિત્તથી સમાધિ(=ચિત્તસ્વાથ્ય અથવા જ્ઞાનાદિત્રિક) મળતી નથી. હે મનુષ્યોનું હિત કરનારા ! તારી પ્રતિમા હમણાં એટલે કે દર્શનથી પ્રગટેલી ભાવનાના પ્રકર્ષકાળે મારી અભયદાનથી યુક્ત દયાવૃત્તિને પુષ્ટ કરે છે. પરમેશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયેલો જ્ઞાનનો ઉત્કર્ષ નિશ્ચયચારિત્રરૂપ છે, કારણ કે જ્ઞાનોત્કર્ષકાળે જીવ અપ્રમત્ત અવસ્થામાં રહ્યો હોય છે. નિશ્ચયનયના મતે તો ચારિત્ર આ અવસ્થામાં જ છે. વળી આ અવસ્થા વખતે નિશ્ચયનયે જ્ઞાન-દર્શન અને ચારિત્રનો એક અખંડ ઉપયોગ માન્યો છે, તેથી જ્ઞાનના ઉત્કર્ષને નિશ્ચયચારિત્ર કહેવામાં દોષ નથી. અહીં જ્ઞાનના ઉત્કર્ષ તરીકે પૂર્વઆદિ શ્રતનું જ્ઞાન સમજવાનું નથી, પણ અતિશયથી યુક્ત ભાવના જ સમજવાની છે. આ અતિશયિત ભાવના પરમાત્માના દર્શનથી જ જન્મે છે. ભાવના - પરમાત્માના તન્મયદર્શનથી અંતરાત્મામાં જાગતું સંવેદનવિશેષ છે. (અને પરમાત્મસ્વરૂપનું સાચું દર્શન જ સમ્યગ્દર્શનરૂપ છે. આમ સમ્યગ્દર્શનજન્ય દર્શનોત્કર્ષરૂપ ભાવના છે. આ જ ભાવના જ્ઞાનોત્કર્ષરૂપ પણ છે. અને જ્ઞાનોત્કર્ષરૂપ હોવાથી જ નિશ્ચયચારિત્રરૂપ છે. આમ આ પ્રકારે અપ્રમત્તાદિગુણસ્થાનકસ્વરૂપ અને દર્શન-જ્ઞાન-ચારિત્રના અખંડ એકાત્મક ઉપયોગરૂપચારિત્રની સિદ્ધિ થાય છે.) તેથી આ ભાવનાનો પ્રકર્ષ જ નિશ્ચયચારિત્ર છે. અને ચારિત્રધર્મ ષજીવનિકાયના અભયદાનપર અને સર્વ જીવો પ્રત્યેની દયા-કૃપા કરૂણા પરજ ઊભો છે. તેથી નિશ્ચયચારિત્રને અભયદાન અને દયા ઉભયરૂપ માનવામાં દોષ નથી. આ ભાવનાના પ્રકર્ષમાં (પ્રતિમામાં થતું) પરમાત્મદર્શન કારણભૂત છે. તેથી પરમાત્માના અનુગ્રહથી જ ભાવનાનો પ્રકર્ષ થાય છે. આમ પણ જીવને ધર્મ અને મોક્ષની પ્રાપ્તિમાં અસાધારણ કારણતરીકે ભગવાનની કૃપા જ શિષ્ટ પુરુષોને માન્ય છે. તેથી ભગવાનની પ્રતિમા સ્વજન્યભાવનાપ્રકર્ષ=જ્ઞાનઉત્કર્ષકનિશ્ચયચારિત્રદ્વારા અભયદાન અને દયાની પુષ્ટિ કરે છે, તેમ કહેવું તદ્દન બરાબર છે. અહીં જે-તે દયા સમજવાની નથી, પરંતુ આત્માની જ અંદર ઉઠતી રુચિથી

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548