________________
ટિીકાકારની પ્રશસ્તિ
193
क्रमात्प्राप्ततपाभिख्या जगद्विख्यातकीर्तयः । चान्द्रे कुले समभूवन् श्री जगच्चन्द्रसूरयः ॥३॥ मरालैर्गीतार्थैः कलितबहुलील: शुचितप:क्रियावद्भिर्नित्यं स्वहितविहितावश्यकविधिः । प्रवाहो गङ्गाया इव दलितपङ्कव्यतिकरस्तपागच्छ: स्वच्छ: सुचरितफलेच्छः प्रजयति ॥ ४॥ समर्थगीतार्थसमर्थितार्थिज्ञानक्रियोद्बोधपवित्रितेऽस्मिन् । उत्कृष्टसप्ताष्टपरम्पराप्तशैथिल्यपङ्कादपि नास्ति शङ्का ॥५॥ जाते मुनीन्दुप्रतिमारिवर्गे स्वर्गेशसाहाय्यामिव प्रपन्ने । आनन्दनन्दैर्विमलाभिधानैरिहोद्धृता सूरिभिरुग्रचर्या ॥ ६॥ क्रियामलेन पाखण्डैर्जगदेतद्विडम्बितम्। विमलैर्विमलीचक्रे विमलक्रियया पुनः ॥७॥ तदुरुपट्टनभस्तलभास्करो विजयदानगुरुर्विजयं दधौ। तपगणप्रभुता सुविदेहभूरिव बभूव यतो विजयोर्जिता ॥ ८॥ येनाकब्बरभूधरेऽपि हि दयावल्लिः समारोपिता, विश्वव्याप्तिमतीव भूरिफलिता धर्मोर्जितैः कर्मभिः । हीरः क्षीरसमुद्रसान्द्रलहरीप्रस्पर्द्धिकीर्तिव्रजः, स श्रीमान् जिनशासनोन्नतिकरस्तत्पट्टनेताऽजनि ॥ ९॥
તે પછી ક્રમશઃ ચાંદ્રકુલમાં જગતમાં વિખ્યાતકીર્તિવાળા અને તપા બિરુદને પ્રાપ્ત કરનારા શ્રી જગશ્ચંદ્રસૂરિ થયા. III
(જે ગચ્છ) ગીતાર્યોરૂપી હંસોથી કરાયેલી બહુ લીલાવાળો છે, તથા (જે ગચ્છ) મુનિવરોથી કરાતા પવિત્ર તપ-ક્રિયાઓથી યુક્ત (છે), તથા જે ગચ્છમાં હંમેશા સ્વહિતમાટે આવશ્યકવિધિ થાય છે; તે સ્વચ્છ, સુચરિતના ફળની ઇચ્છાવાળો તથા પંક( કાદવ અથવા દુર્નય)ને દૂર કરતા ગંગાપ્રવાહ જેવો તપાગચ્છ અત્યંત જય પામે છે.
સમર્થ ગીતાર્થોએ સમર્થિત કરેલા સાર્થક જ્ઞાન-ક્રિયાના ઉદ્ધોધથી પવિત્ર થયેલા આ ગચ્છમાં ઉત્કૃષ્ટથી સાત-આઠ પરંપરા સુધી ચાલેલી શિથિલતાકાદવથી શંકા પણ નથી. અર્થાત્ શિથિલતાનો અંશ પણ નથી. //પા
જિનેશ્વરની પ્રતિમાનો દુશ્મનવર્ગ ઉત્પન્ન થયો, ત્યારે “આનંદવિમલ' નામના સૂરિએ જાણે કે દેવેન્દ્રની સહાય પ્રાપ્ત થઇ ન હોય, તેમ ઉગ્નચર્યાનો ઉદ્ધાર કર્યો. [૬]
પાખંડોએ ક્રિયામલ(=મલિનક્રિયાઓ) દ્વારા આ જગતને વિડંબિત કર્યું. આ વિમલે(=આનંદવિમલસૂરિએ) વિમળ ક્રિયા દ્વારા ફરીથી (આ જગતને) વિમળ કર્યું.IIકા
તેમના વિશાળ પટ્ટરૂપી આકાશમાં સૂર્યસમાનવિજયદાનસૂરિએ વિજય ધારણ કર્યો. જેમનાથી (વિજયને પ્રાપ્ત કરનારા વિજયદાનસૂરિથી) માંડીતપાગચ્છમાંમુનિઓના નામ વિજય'પદથી અંક્તિ થાય છે. તેથી તપાગચ્છની પ્રભુતા સુવિદેહભૂમિ જેવી થઇ. (મહાવિદેહની ભૂમિ બત્રીશ વિજયોથી યુક્ત છે. તેમ તપાગચ્છના સાધુઓ વિજયપદથી યુક્ત છે.) li૮
જેમણે અકબર રાજારૂપ પર્વતપર પણ (=નિર્દય એવા પણ અકબર રાજામાં) ધર્મથી સંગીન કર્મ=ક્રિયાથી જાણે કે વિશ્વમાં ફેલાયેલી ન હોય, તેવી અને અનલ્પ ફળવાળી દયારૂપી વેલડીનું સમારોપણ કર્યું. વળી ક્ષીરસમુદ્રની ઘનલહરી સાથે સ્પર્ધા કરતી કીર્તિના સમુદાયવાળા, જિનશાસનની ઉન્નતિ કરનારા તે શ્રીમાન્ હીરવિજયસૂરિ મહારાજ તેમની(=શ્રી દાનસૂરિ મ.) પાટે નેતા-અગ્રેસર થયા. lલા