Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 524
________________ (192 પ્રતિમાશતક કાવ્ય-૧૦૪] (दंडान्वय:- जिनेन्द्र ! सद्वृन्दाभिनतस्य निर्वृत्तिलताकन्दायमानस्य ते वृन्दारकैर्मन्दारद्रुमचारुपुष्पनिकरैरर्चितां स्नपनामृतस्य निस्यन्दाद् जगतीं पान्ती प्रतिमाममन्दामयावस्कन्दात्परमानन्दाय वन्दामहे ॥) ग्रन्थकर्तुः प्रशस्ति: तपगणमुनिरुद्यत्कीर्तितेजोभृतां श्री नयविजयगुरूणां पादपद्मोपजीवी। शतकमिदमकार्षीद्वीतरागैकभक्तिः, प्रथितशुचियश:श्रीरुल्लसद्व्यक्तयुक्तिः ॥ १०४॥ (दंडान्वयः→ उद्यत्कीर्तितेजोभृतां श्रीनयविजयगुरूणां पादपद्मोपजीवी वीतरागैकभक्तिः प्रथितशुचियशःश्री उल्लसद्व्यक्तयुक्तिस्तपगणमुनिरिदं शतकमकार्षीत्॥) इति न्यायविशारदन्यायाचार्य श्रीमद् यशोविजयवाचकपुङ्गवैर्विरचिता स्वोपज्ञवृत्तिः समाप्ता। ટીવાવ પ્રતિઃ जयति विजितरागः केवलालोकलीला(शाली)कलितसकलभावः सत्यवादी नतेन्द्रः। दिनकर इव तीर्थं वर्तमानं वितन्वन् कमलमिव विकासिश्री: जिनो वर्द्धमानः ॥१॥ तदनु सुधर्मस्वामिश्रीजम्बूप्रवरमुख्यसूरिवरैः। शासनमिदं विजयते चारित्रधनैः परिगृहीतम् ॥ २॥ આપ કંદ સમાન(=મોક્ષસુખની પ્રાપ્તિમાં પાયાભૂત) છો. તારી વૃંદાર=દેવોએ મંદારકુમ(=કલ્પવૃક્ષ)ના મનોહર પુષ્પસમુદાયવડે પૂજેલી અને સ્નાનજળના પ્રવાહથી જગતને પવિત્ર કરતી અમંદ પ્રતિમાને અયાવસ્કંદ=પુણ્યના છાપાથી=પુણ્યના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિ માટે અમે વંદન કરીએ છીએ - (અર્થાત્ તારી પ્રતિમાને વંદન કરવાથી પ્રગટતું પુણ્ય અમને પરમાનંદની પ્રાપ્તિ કરાવી આપે છે.) ૧૦૩ ગ્રંથકાર કવિની પ્રશસ્તિ ચમકતી કીર્તિરૂપી તેજથી સભર શ્રી નયવિજયગુરૂવરના ચરણકમળના કિંકર તથા વીતરાગપ્રત્યે એકમાત્ર ભક્તિવાળા, તથા વિસ્તૃત નિર્મળ થશલક્ષ્મીને ધારણ કરતા (અહીંયશ શ્રી શબ્દથી ગ્રંથકારકવિએ સ્વનામ “યશો”નો નિર્દેશ કર્યો છે.) ઉલ્લાસ પામતી સ્પષ્ટ યુક્તિઓના સ્વામી એવા તપગચ્છના મુનિએ (અહીં કવિએ પોતાને મુનિમાત્ર બતાવી પોતાની નમ્રતા છતી કરી છે.) આ શતકની રચના કરી છે. ૧૦૪ શુભ - આ પ્રમાણે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજય વાચકશ્રેષ્ઠ રચેલી સ્વોપજ્ઞવૃત્તિ સમાપ્ત થઇ. ટીકાકારની પ્રશસ્તિ જેઓએ રાગને જીતી લીધો છે, તથા જેઓને કેવલજ્ઞાનની લીલાથી સકલભાવોનો પ્રકાશ થયો છે (અથવા જેઓ કેવળજ્ઞાની છે, તથા સકળ ભાવોના જ્ઞાતા છે.) તથા જેઓ સત્યવચની છે અને ઇદ્રોથી નિમાયેલા છે. સૂર્યની જેમ વર્તમાનતીર્થને સ્થાપતા અને કમળની જેમ વિકાસ પામનારી લક્ષ્મીને ધારણ કરતા તે શ્રી વર્ધમાન જિન જય પામે છે. તેના તે પછી(=શ્રી વર્ધમાનસ્વામી પછી) શ્રી સુધર્મસ્વામી, શ્રી જંબુસ્વામી વગેરે શ્રેષ્ઠ અને પ્રધાન તથા ચારિત્રધનવાળા સૂરિવરોએ સ્વીકારેલું આ જિનશાસન જયવંતુ વર્તે છે. રાં

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548