Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 523
________________ ભગવત્ સ્તુતિ 191 सालम्बनयोगसम्पादकत्वेनैव तस्याश्चरितार्थत्वादन्यथा केवलज्ञानकालाननुवर्तिश्रुतज्ञानमप्यनुपजीव्यं स्याद् देवानांप्रियस्येति न किञ्चिदेतदित्यर्थः ॥१०१॥ शिष्टं काव्यत्रयं स्पष्टम् स्वान्तं शुष्यति दह्यते च नयनं भस्मीभवत्याननं, दृष्ट्वा त्वत्प्रतिमामपीह कुधियामित्याप्तलुप्तात्मनाम्। अस्माकं त्वनिमेषविस्मितदृशां रागादिमां पश्यतां, सान्द्रानन्दसुधानिमजनसुखं व्यक्तीभवत्यन्वहम् ॥ १०२॥ (दंडान्वयः- त्वत्प्रतिमामपीह दृष्ट्वा आप्तलुप्तात्मनां कुधियां स्वान्तं शुष्यति नयनं च दह्यते आननं भस्मीभवतीति। रागादिमां पश्यतामनिमेषविस्मितदृशामस्माकं तु सान्द्रानन्दसुधानिमज्जनसुखमन्वहं व्यक्तीમતિ ) मन्दारद्रुमचारुपुष्पनिकरैर्वृन्दारकैरर्चितां, सद्वृन्दाभिनतस्य निर्वृतिलताकन्दायमानस्य ते। निस्यन्दात्स्नपनामृतस्य जगतीं पान्तीममन्दामयाऽ वस्कन्दात् प्रतिमां जिनेन्द्र ! परमानन्दाय वन्दामहे ॥१०३॥ સમાધાન - એમાં મુંઝાવાની જરૂર નથી. નિરાલંબનયોગની પ્રાપ્તિ થાય, તે પહેલા સ્વલ્પ બુદ્ધિ હોવાથી જ તે સ્વલ્પબુદ્ધિવાળાઓ પ્રતિમાના અધિકારી છે. જેઓને નિરાલંબનયોગ પ્રાપ્ત થયો છે, તેઓ જ મહાબુદ્ધિશાળી છે – વિશિષ્ટ શાની છે. બાકીના બધા સ્વલ્પબુદ્ધિવાળા જ છે. અને નિરાલંબનયોગ એકાએક સીધા કુદકાથી પ્રાપ્ત થતો નથી. નિરાલંબનયોગમાં આવવામાટે સાલંબનયોગની જરૂરત છે. અને સાલંબનયોગનું સંપાદન કરવામાં મહત્વનો ભાગ ભજવવા દ્વારા જ પ્રતિમા ચરિતાર્થ - સફળ થાય છે. અલ્પત્વના કારણે અને છેવટ સુધી અનુવર્તનશીલ નહીં હોવામાત્રથી વસ્તુત્યાજ્ય બનતી હોય, તો કેવળજ્ઞાનની અપેક્ષાએ અલ્પ, અને કેવળજ્ઞાનમાં અનુવર્તન નહીં પામનારું શ્રુતજ્ઞાન પણ આધારભૂત નહિ થાય, અર્થાત્ શ્રુતજ્ઞાનનો સહારો પણ છોડી દેવો પડશે. તેથી જેમ કેવલજ્ઞાનની ગેરહાજરીમાં કેવલજ્ઞાન પામવામાટે શ્રુતજ્ઞાન શરય છે. તેમ નિરાલંબન ધ્યાનની ગેરહાજરીમાં નિરાલંબનધ્યાનની પ્રાપ્તિ માટે સાલંબનધ્યાનકારક પ્રતિમા શરણ્ય જ છે. તેથી “પ્રતિમા સ્વલ્પબુદ્ધિવાળા માટે છે' ઇત્યાદિ આશંકાઓ તથ્યહીન છે. ૧૦૧ ભગવત્ સ્તુતિ બાકીના ત્રણ કાવ્ય સ્પષ્ટ છે– કાવ્યર્થ - તેથી અહીં તારી પ્રતિમાને જોઇને આમથી રહિતમનવાળા (અથવા તેમના કહેવાતા આસપુરુષોએ એમના આત્માને લુમ=વિનાશિત કર્યો છે, તેવા) દુબુદ્ધિઓનું=આપમતિથી ચાલવાવાળા પ્રતિમાલોપકોનું હૃદય સુકાઇ જાય છે - શુભભાવ વિનાનું થઇ જાય છે. આંખો બળવા માંડે છે=આંખમાં ષનું ઝેર ઊભરાય છે, તથા મુખ ભસ્મસાત્ થઇ જાય છે ફીકું પડી જાય છે. જ્યારે રાગથી આ પ્રતિમાને જોતા પલકારા વિનાની વિસ્ફારિત આંખવાળા અમે તો નિબીડ આનંદરૂપી અમૃતમાં મગ્ન બનવાનું સુખ જ સતત અનુભવીએ છીએ. ૧૦૨ હેજિનેન્દ્ર! આપ સજ્જનોના સમુદાયથી નિમાયેલા છો અને નિવૃત્તિ(મોક્ષ અથવા પરમસુખરૂપી) લતામાટે

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548