Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust
View full book text
________________
19.
પ્રતિમાશતક કાવ્ય-૧૦૪)
लुम्पाकैर्दनुजैरिवातिदूरितैदूर निलीय स्थितं शम्भोर्दाम्भिकजृम्भदम्भदलने दम्भोलिराज्ञा धृता। पक्षोऽवादि शिलोच्चयैः किल निजः कुत्रापि नो दर्शितः, सूत्रामाधिकधाम्नि हीरविजये सूरीश्वरे जाग्रति ॥१०॥ तत्पदाभ्युदयकारिणोऽभवन् सूरयो विजयसेननामकाः। यैर्विजित्य नृपपर्षदि द्विजान् निर्मितं द्विजपतेर्दिषद्यशः ॥११॥ तत्पट्टालङ्करणा आसन् श्रीविजयदेवसूरिवराः। यैः कीर्तिमौक्तिकौघेरलङ्कृतं दिग्वधूवृन्दम् ॥ १२॥ श्री विजयसिंहसूरिः श्रीमान् विजयप्रभश्च सूरिवरः। तत्पट्टपुष्पदन्तावुभावभूतां महाभागौ ॥१३॥ श्री हीरान्वयदिनकृत्कृतिप्रकृष्टोपाध्यायास्त्रिभुवनगीतकीर्तिवृन्दाः। षट्तीयदृढपरिरम्भभाग्यभाजः कल्याणोत्तरविजयाभिधा बभूवुः॥१४॥ तच्छिष्याः प्रतिगुणधाम हेमसूरेः श्रीलाभोत्तरविजयाभिधा बभूवुः। श्रीजीतोत्तरविजयाभिधानश्रीनयविजयौ तदीयशिष्यौ ॥१५॥ तदीयचरणाम्बुजश्रयणाविस्फुरद्भारतीप्रसादसुपरीक्षितप्रवरशास्त्ररत्नोच्चयैः। जिनागमविवेचने शिवसुखार्थिनां श्रेयसे यशोविजयवाचकैरयमकारि तत्त्वश्रमः॥१६॥ पूर्वं न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैायाचार्यपदं ततः कृतशतग्रन्थस्य यस्यार्पितम्।
જેમણે દાંભિકોએ કરેલા દંભને દળી નાખવા અરિહંતની વજ સમાન આશા ધારણ કરી અને દનુજ(=દાનવો)ની જેમ અત્યંત ભય પામેલા પ્રતિમાલોપકો દૂર છુપાઇને રહ્યા. સૂત્રામા(=શક્ર) કરતાં પણ અધિક તેજવાળાતે હીરવિજયસૂરીશ્વરની હાજરીમાં પર્વત જેવાતે(=પ્રતિમાલોપકો) દશર્વિલો પોતાનો પક્ષ ક્યાં પણ કહી શકયા નહિ. ./૧૦
જેમણે રાજાની સભામાં બ્રાહ્મણોને હરાવી ચંદ્રને તિરસ્કારતા યશનું નિર્માણ કર્યું, તે શ્રી “વિજયસેન’ નામના સૂરિ તેમના(શ્રી હીરવિજયસૂરિના) પટ્ટના અભ્યદાય કરનારા થયા. ૧ના
જેમણે કીર્તિરૂપી મોતીઓના સમુદાયથી દિશારૂપી વહુના સમુદાયને શણગારી, તે શ્રી વિજયદેવસૂરિવર તેમની(શ્રી વિજય સેનસૂરિની) પાટને શોભાવનારા થયા. ૧૨ા.
મહાભાગ શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીમાન્ વિજયપ્રભસૂરિવર તેમની(શ્રી વિજયદેવસૂરિની) પાટે સૂર્ય-ચંદ્ર સમાન થયા. ૧૩
આ બાજુ શ્રી હીરસૂરિની પરંપરામાં સૂર્યસમા, પંડિત, પ્રકૃષ્ટ ઉપાધ્યાય, ત્રણ ભુવનમાં ગવાયેલા કીર્તિસમુદાયવાળા તથા પદર્શનના દઢઅભ્યાસમાં ભાગ્યશાલી શ્રી કલ્યાણવિજય મહારાજ થયા. ll૧૪ો.
તેમના શિષ્ય અને શ્રી હેમસૂરિના સંક્રાંત થયેલા ગુણોના ભાજન(=ગુણોથી શ્રી હેમસૂરિસમાન) શ્રી લાભવિજય મુનિ થયા. તેમને શ્રી જીતવિજય અને શ્રી નવિજય નામના બે શિષ્યો હતા. ૧પી
તેમના ચરણકમળના આશ્રયથી (અને) વિસ્કુરાયમાન થતી સરસ્વતીની કૃપાથી શ્રેષ્ઠ શાસ્ત્રોરૂપી રત્નોની રાશિની સારી રીતે પરીક્ષા કરનારા શ્રી યશોવિજય વાચકે શિવસુખની ઇચ્છા કરનારા(મુમુક્ષુવર્ગોના કલ્યાણને અર્થે જિનાગમના વિવેચનમાં આ તાત્વિક શ્રમ=પ્રયત્ન કર્યો છે. ૧૬
કાશીમાં પંડિતોએ પૂર્વે જેને “ન્યાયવિશારદ'નું બિરુદ અર્પણ કર્યું હતું, અને સો ગ્રંથની રચના બાદ ન્યાયાચાર્યનું બિરુદ આપ્યું હતું, તથા જે નયવિજયવિબુધના શિષ્ય હતા, તે શ્રી યશોવિજય નામના મુનિએ

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548