Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 514
________________ (162) પ્રતિમાશતક કાવ્ય-૯૮) निश्चयचारित्रस्य परमेश्वरानुग्रहजनितस्य तदुभयस्वरूपत्वात् । ज्ञानोत्कर्षश्चातिशयिता भावनैवेति । दयां कीदृशीम्? स्वरसप्रसृत्वरम् अनुपाधिप्रवर्द्धमानं यद् गुणस्थानं दुचितां-तदनुरूपामनुग्राह्यानुग्राहकयोग्यतयोईयोस्तुल्यवृत्तित्वात् । अत एव लोकप्रदीपत्वं चतुर्दशपूर्विलोका-पेक्षया व्याख्यातं तान्त्रिकैः। अत एव अनियोगपरोऽप्यागम' રૂતિ (અનુવાપરોડગામ તિ યોવૃષ્ટિ (પૂ/(૨૮૧)ટીયામ) યોજાવા:, ચન્મતમત્સ્યપ્રવૃત્તિ નિશ્ચય: चारित्रवानेव चारित्रं लभते इत्यादि।सा कीदृशी ? आनमद्विश्वा= आनमद्विश्वं यांसा तथा, अत एव विद्योतमाना विशेषेण भ्राजमाना। यमकालङ्कारः, अर्थे सत्यर्थभिन्नानामावृत्तिः (भिन्नानां पुनः श्रुतिः) यमक'मिति ચિકાશ /88/9] નક્ષણમ્ ૨૮ પ્રસરતું ને તેથી બાહ્યનિમિત્તાદિ પરોપાધિ વિના પ્રવર્ધમાન થતું જે ગુણસ્થાન છે, તે ગુણસ્થાનને અનુરૂપ દયા જ સમજવાની છે. કારણ કે અહીં દયાનો અનુગ્રહ કરનારા પરમાત્મા પોતે અપ્રમત્ત છે અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ જ કરનારા છે. અર્થાત્ પરમાત્મા જે કાળે, જે ગુણમાં, જે દ્રવ્યાદિમાં રહેલા પુરુષને જે યોગ્ય હોય; તે જ કાળે, તે ગુણમાં તે દ્રવ્યાદિમાં રહેલા તે પુરુષને તે યોગ્યનો જ નિર્દેશ કરવારૂપ ઉચિત પ્રવૃત્તિ જ હંમેશા કરે છે. આ જ તેમની અનુગ્રાહકયોગ્યતા છે. તે જ પ્રમાણે પરમાત્માના અનુગ્રહને ઝીલનારો પણ પોતાને ઉચિત અપ્રમત્ત અવસ્થામાં હોવાથી સ્વોચિતદયાવગેરેજ અનુગ્રાહકપાસેથી ગ્રહણ કરશે. આજતેની અનુગ્રાહ્યયોગ્યતા છે. આ અનુગ્રાહકયોગ્યતા અને અનુગ્રાહ્યયોગ્યતા આ બન્ને સમાનરૂપે ઉચિત્તવૃત્તિવાળી હોવાથી અનુગ્રાહક પાસેથી અનુગ્રાહ્યને મળતી દયા પણ સ્વસ્થાનને ઉચિત જ હોય. પરમાત્માનો અનુગ્રહ અનુગ્રાહ્યની યોગ્યતાઆદિને અનુરૂપ ઉચિત જ હોવાથી લલિતવિસ્તરાઆદિગ્રંથોમાં શકસ્તવ(નમુત્યુ)માં દર્શાવેલા ભગવાનના વિશેષણોમાં લોકપ્રદીપ’ વિશેષણ ચૌદપૂર્વધરરૂપ લોકોને અપેક્ષીને છે એમ વ્યાખ્યા કરી છે. તેથી જ યોગચાર્યો કહે છે કે “અનિયોગપરોપિ આગમ.” (યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથની ૮૫મી ગાથાની ટીકામાં અનુવાદપરોડપિ આગમ' એમ કહ્યું છે.) - તાત્પર્ય - આગમમાં અનેકાનેક અનુષ્ઠાનો વિહિત છે. સામાન્યથી આગમવચન એ અનુષ્ઠાનો અંગે નિયોગપર=પ્રેરકરૂપ હોય છે. પણ આ અનુષ્ઠાનો જુદી-જુદી યોગ્યતા-ભૂમિકા-ગુણસ્થાનોને અપેક્ષીને જુદાજુદા છે. બધા જ અનુષ્ઠાનો બધાને માટે નથી. તેથી એ અનુષ્ઠાનોઅંગે આગમવચન બધામાટે પ્રેરક-નિયોગપર બનતાં નથી. જેની જેવી યોગ્યતાદિ હોય, તેને માટે તે આગમવચન નિયોગપર=પ્રેરક બને બીજા કેજે એ અનુષ્ઠાનોમાટે અયોગ્ય છે, તેઓમાટે એ આગમવચનો નિયોગપર=પ્રેરક બનતાં નથી. પણ “આવા જીવો માટે આવા અનુષ્ઠાનો આદેય છે” એટલું જ બતાવવારૂપે માત્ર અનુવાદરૂપ બને છે. જેમકે “ધી એ આયુષ્ય છે” આવું વચન સંગ્રહણિથી પીડાતા બીમારમાટે ઘી પીવા માટે પ્રેરણારૂપ નથી, પણ તંદુરસ્ત માટે ઘી પીવું એ આયુષ્યવર્ધક છે એટલી હકીક્તના નિર્દેશરૂપ-અનુવાદપરક જ છે. હા, આ વચન અને ભવિષ્યમાં-તંદુરસ્ત અવસ્થામાં શું કરવું, એ માટે આદર્શરૂપ બને! એમ પ્રસ્તુતમાં પણ સમજવું. આ જ મતને અપેક્ષીને “ચારિત્રવાન જ ચારિત્ર પામે' ઇત્યાદિ નિશ્ચયનયની પ્રવૃત્તિ છે. એટલે જે હજી વ્યવહારની ભૂમિકામાં-યોગ્યતામાં છે, એનામાટે આનિશ્ચયવચનો પ્રેરણારૂપ નથી, પણ નિશ્ચયવખતની પરિસ્થિતિના નિરૂપણરૂપ હોવાથી અનુવાદપરક છે, તેથી જો આપણે ચારિત્રવાન છીએ, તો ચારિત્ર લેવાની ક્રિયા-પ્રવૃત્તિ-વિધિ કરવાની શી જરૂર છે? અને જો આપણે ચારિત્રમાં નથી, તો વિધિ કરવાથી શું?' એમ કહી ચારિત્રક્રિયા-વિધિની ઉપેક્ષાકે અવગણના ન કરી શકે, કારણ કે વ્યવહારનય “જે ચારિત્રી નથી, તે ચારિત્ર લેવાની વિધિ-ક્રિયાથી ચારિત્ર

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548