________________
184
પ્રતિમાશતક કાવ્ય-૯૯) निराकारपदवीम्॥१॥ अता लीलैशीत्यपि कपिकुलाधीतचपलस्वभावोद्धान्तत्वं विदधति परीक्षां हि सुधियः। न यद् ध्यानस्याङ्गं तदिह भगवद्रूपमपि किं जगल्लीलाहेतुर्बहुविधमदृष्टं विजयते ॥ २॥ [कारिका ९९ विवरणे] इति। ततस्त्वद्विम्बालम्बनध्यानान्तरं त्वद्रूपे तु स्मृते-ध्याते सति भुवि रूपमात्रप्रथा न भवेत्, सर्वेषां रूपाणां ततो निकृष्टत्वात्, सर्वोत्कृष्टत्वेनैव च भगवद्रूपस्य ध्येयत्वात् । तदाहुः→ सर्वजगद्धितमनुपममतिशयसन्दोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं सदसि गदत्तत्परं चैव'॥१॥ 'सिंहासने निविष्टं छात्रयकल्पपादपस्याधः। सत्त्वार्थसम्प्रवृत्तं देशनया कान्तमत्यन्तम्॥२॥ 'आधीनां परमौषधमव्याहतमखिलसम्पदां बीजम् । चक्रादिलक्षणयुतं सर्वोत्तमपुण्यनिर्माणम्'॥३॥ 'निर्वाणसाधनं भुवि भव्यानामग्यमतुलमाहात्म्यम् । सुरसिद्धयोगिवन्धं वरेण्यशब्दाभिधेयं च ॥४॥[षोडशक १५/१-२-३-४] इति। तस्मात्-त्वद्रूपध्यानात् द्रव्यगुणपर्यायसादृश्येन નથી, આવખતે જીવ જ જાણે સાક્ષાત્ તે બે અવસ્થાનું આત્મિક સંવેદન કરે છે. અને તે વખતે પોતે પણ જાણે તમામ રાગદ્વેષ આદિના બંધનોથી મુક્ત થઇ ગયો છે, અને સર્વકર્મના ભારથી હલકો થઇ ગયો છે, એવી અનુભૂતિ કરે છે, પોતાના તમામ કચરા બળીને ખાખ થઇ ગયા છે અને પોતે જ જાણે પરમાત્માસ્વરૂપને પામી ગયો છે. એવી લાગણી થાય છે. આ વખતે મન અને પાંચ ઇન્દ્રિયોના વ્યાપાર વિનાના સાક્ષાત્ આત્માના પ્રકાશથી જ આત્માના પ્રત્યેક પ્રદેશમાં પોતાને લીન થતો અનુભવે છે. પોતાના તમામ દોષોનો બરફ જાણે કે ઓગળી રહ્યો છે, અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અનંત અનંત ગુણો પોતાના બિસ્તરા પોટલા જમાવી રહ્યા છે, એવી આંતરિક સંવેદના જાગે છે. આ છે નિરાલંબન ધ્યાન અને તેના સુખની આછી કલ્પના.) રમા(=લક્ષ્મી), ગોરી(=પાર્વતી), ગંગા, વલય, બાણ, કુંત=ભાલો, તલવાર વગેરે રાગદ્વેષના સાધનો સહિતની પ્રતિમા નિરાકારપદવી=મોક્ષપદવીની ઝાંખી શી રીતે કરાવી શકે?'(કારણ કે મોક્ષસ્થાન આ રાગદ્વેષનારમકડાઓને ફગાવી વીતરાગદ્વેષભાવ પ્રગટાવવાથી થાય છે અને વીતરાગવૈષસ્વરૂપ છે.) //“ઈશ્વરની લીલા અત છે.” (=એમાં તર્કકે વિચારણાનકરી શકાય) આ કથન પણ વાનરકુલ પાસેથી ભણેલા ચપળ સ્વભાવનો ભ્રાંત પ્રભાવ છે. કારણ કે સુજ્ઞપુરુષો પરીક્ષા કરે જ છે. (ઈશ્વરતરીકે કહેવાતી વ્યક્તિની દરેક ચેષ્ટાને ઝીણવટથી તપાસે જ છે.) જે ધ્યાનનું કારણ ન બની શકે, જગતની બહુવિધ લીલામાં કારણ ગણાતું અને કદીન જોવાયેલું તે રૂપ=પ્રતિમા ભગવરૂપ હોય તો પણ શું સર્વોત્કૃષ્ટપણાને પામી શકે ખરું? અલબત્ત નહિ જ. ////
આ પ્રમાણે તારા બિંબના આલંબનધ્યાનથી આગળ વધતા વધતા સાક્ષાત્ તારા રૂપનું ધ્યાન પ્રાપ્ત થાય છે. અને તે વખતે પૃથ્વી પરના બીજા તમામ રૂપો અદષ્ટ થાય છે, કારણ કે તે બીજા તમામ રૂપો તારા રૂપની આગળ તુચ્છ છે. તારું રૂપ સર્વોત્કૃષ્ટ હોવાથી જ ધ્યેય બને છે. કહ્યું જ છે કે – “સર્વ જગતનું હિતકારી, અનુપમ, અતિશયોના સમૂહથી સભર, ઋદ્ધિથી મનોહર, સભામાં પ્રવચન કરતું જિનેન્દ્રનું રૂપ=શરીર જ ધ્યેય છે.” /૧// “કલ્પવૃક્ષ (=અશોકવૃક્ષ) અને ત્રણ છત્રની નીચે સિંહાસન પર બિરાજમાન તથા જીવોના હિતમાટે પ્રવૃત્ત થયેલી દેશનાથી અત્યંત મનોહર બનેલું (જિનેન્દ્રનું રૂપ જ ધ્યેય છે.)” / “આધિઓમાં પરમીષધસમાન અને સર્વસંપત્તિઓનું અવ્યાહત બીજભૂત, તથા ચક્રવગેરે લક્ષણોથી સંયુક્ત તથા સર્વોત્તમ પુણ્યથી રચાયેલું (જિનેન્દ્રશરીર જ ધ્યેય છે.) // “પૃથ્વીપર ભવ્યજીવોના નિર્વાણ માટે પ્રથમ સાધનભૂત, તથા અતુલમાહામ્યવાળું દેવો અને સિદ્ધ યોગીઓને પણ વંદનીયતથા શ્રેષ્ઠ શબ્દથી અભિધેય (એવું જિનેન્દ્રનું શરીરજ ધ્યેય છે.)'IIII(અહીં પ્રથમ પ્રતિમાનુંસાલંબનધ્યાન બતાવ્યું. તે ધ્યાનના આધારે પરમાત્માના અવર્ણનીય દેહલાલિત્યના ધ્યાન પર લઇ ગયા. કારણ કે પ્રતિમાના આકારથી સદૃશતા આદિ ગુણોને કારણે પરમાત્માના દેહના આકારનું સ્મરણ સરળ છે. હવે દેહના ધ્યાનથી તે દેહને અધિષ્ઠિત આત્માના ધ્યાન પર લઇ જાય છે. સ્વાભાવિક છે કે “આવા સુંદર અને અજોડ દેહનો સ્વામી કેવો હશે !” એવી જિજ્ઞાસા પ્રગટે. તેથી દેહના ધ્યાનથી તરત જ દેહસ્થ પરમાત્માના આત્મસ્વરૂપનું સ્મરણ થાય, અને તેનાથી તરત જ તે આત્મસ્વરૂપનું ધ્યાન પ્રાપ્ત થાય. વળી પ્રતિમા એ જો સ્થાપનારૂપ