________________
187
પ્રિતિમા ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન १०] सत्यं, तत्त्वतस्तदानीमेव सम्भवेऽपि योग्यतया प्रागप्युक्तौ बाधकाभावात्, शुक्लध्यानवद् । योगानुभवश्चात्र साक्षीति किं वृथा वागाडम्बरेण ॥ ९९॥ उक्तमेव भावयन्नभिष्टौति
किं ब्रह्मैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किम,
ज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी। इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्वीक्षिता,
किं शब्दातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ॥१००॥ (दंडान्वय:- किं ब्रह्मैकमयी ? किमुत्सवमयी ? किं श्रेयोमयी ? किमु ज्ञानानन्दमयी ? किमुन्नतिमयी? किं सर्वशोभामयी ? इत्थं किं किमिति प्रकल्पनपरैरुद्वीक्षिता त्वन्मूर्तिः सद्ध्यानप्रसादात् किं शब्दातिगमेव महः તતિ )
'किम्'इत्यादि । किं ब्रह्मकमयी-ब्रह्मैव एकं प्रचुरं यस्यां सा एकमयी, ब्रह्मणा एकमयी-ब्रह्मैकमयी, स्वरूपोत्प्रेक्षेयं, एवमग्रेऽपि किमुत्सवमयीत्यादौ । उत्सवादयोऽपि ब्रह्मविवर्ता एव नवरूपोत्प्रेक्षितास्तेन नाक्रमदोषः, વર્ણન કરવા યોગીન્દ્રો પણ સમર્થ નથી એમ કહેવાનો આશય છે.
શંકા- અર્વાગ્દશ=તદ્દન અલ્પજ્ઞ અને તદ્ભવે મોક્ષે નહીં જનારા છદ્મસ્થોને ભગવાનની પ્રતિમાના દર્શનથી પ્રમોદ ઉત્પન્ન થાય, તો પણ આ પ્રતિભજ્ઞાનની અને અનાલંબનયોગની પ્રાપ્તિ શી રીતે સંભવી શકે? કારણ કે આ સર્વ તો “ઇષપાત” દૃષ્ટાંતથી કેવળજ્ઞાનની તરત નજીકમાં જ સંભવે. (લક્ષ્યવેધી ધનુર્ધર ધનુષ્યપર બાણ ચઢાવી લક્ષ્ય તરફ એકાગ્ર થઇ બાણ છોડવાની તૈયારી કરે, તેના જેવો અનાલંબન યોગ છે. ધનુર્ધર=ાપક મુનિ, ધનુષ્ય= ક્ષપકશ્રેણિ, લક્ષ્મ=પરતત્ત્વ, તેતરફ વ્યાપારિત થયેલા પણ હજી સુધી નહિ છોડેલા બાણ જેવો અનાલંબનયોગ છે. બાણ છુટ્યા પછી અવશ્યલક્ષ્યવેધ કરે છે. તેમ આ ધ્યાનની પૂર્ણાહૂતિમાં તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ઇષપાત દષ્ટાંત છે.) કહ્યું જ છે કે – “આ અનાલંબનયોગથી શીઘતદર્શન=પર(શ્રેષ્ઠ)તત્ત્વદર્શનઇષપાતદષ્ટાંતમાત્રથી સમજવું. આ પરતત્ત્વદર્શનકેવળ= સંપૂર્ણ છે, ત–પ્રસિદ્ધ છે. અને તે કેવલજ્ઞાનરૂપ છે કે જે પરં=શ્રેષ્ઠ જ્યોતિ સ્વરૂપ છે.”
સમાધાન - તત્ત્વ =નિશ્ચયથી તો આ અનાલંબનયોગ કેવળજ્ઞાનની તરત પૂર્વમાં જ સંભવે છે. છતાં પણ પરતત્ત્વરૂપલક્ષ્યનાવેધ માટેની પૂર્વતૈયારીરૂપ હોવાથી અને મુખ્ય નિરાલંબનધ્યાનની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી યોગ્યતારૂપે કેવળજ્ઞાનની દૂર પૂર્વમાં પણ આ યોગ માનવામાં કોઇ બાધ નથી. અપ્રમત્ત સંયતોને ત્રણ અવસ્થાની (પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત આ ત્રણ અવસ્થા) ભાવનાવખતે રૂપાતીત અવસ્થાને પામેલા સિદ્ધોના ગુણના પ્રણિધાન વખતે શુક્લધ્યાનનાઅંશભૂત નિરાલંબનધ્યાન અનુભવસિદ્ધ છે. તે જ પ્રમાણે અહીં પણ નિરાલંબનયોગનો અનુભવ જ સાક્ષી છે. એ માટે ખોટા વચનોના ફટાટોપથી કંઇ પ્રયોજન નથી. ૯૯ો.
ઉપરોક્ત કથનની ભાવના કરતા સ્તવના કરે છે–
કાવ્યાર્થઃ- આ પ્રતિમા શું બ્રહ્મકમય છે? શું ઉત્સવમય છે? શું શ્રેયોમય છે? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નતિમય છે? શું સર્વશોભામય છે? આ પ્રમાણે “શું “શું એવી પ્રકલ્પનાઓમાં ડુબેલા કવિઓએ દર્શન કરેલી આ પ્રતિમા જ સધ્યાનના પ્રભાવથી, “કિં' શબ્દથી અતીત એવા પર જ્ઞાનપ્રકાશનું દર્શન કરાવે છે. - બ્રહ્મકમયી=બ્રહ્મ પ્રચુરપણે છે જેમાં, એવી=પ્રચુરબ્રહ્મમય, અહીં સ્વરૂપની ઉન્નેક્ષા કરવામાં આવી છે. આ જ પ્રમાણે ઉત્સવમયીવગેરે સ્થળોએ સમજવાનું છે. ઉત્સવમય= હર્ષમય. શ્રેયોમય કલ્યાણમય. જ્ઞાનાનંદમય=