________________
પ્રિતિમા ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન
1485 निश्चयतस्त्वन्मदभेदबुद्ध्युदयः स्यात्। तदुक्तं जो जाणदि अरहते' [प्रवचनसार १/८०] इत्यादि। ततो युष्मदस्मत्पदोल्लेखो न भवति, ध्यातृध्यानध्येयानांत्रयाणामेकत्वप्राप्तेः। ततः किञ्चिदगोचरं चिन्मयं ज्योति: परब्रह्माख्यं स्फुरति, तत्स्फुरणेनैव सर्वक्रियाणां साफल्यात् । अयं भावः-भगवद्विम्बे हृदि धृते भगवद्रूपानुस्मरणं, तद्ध्याने च क्षीणकिल्बिषत्वान्नैश्चयिकद्रव्यगुणपर्यायसाम्यपर्यालोचनायां त्वमहं अहं त्वमि'त्यभेदज्ञानं समापत्तिरूपं भवति। तत्र चान्तर्जल्पे युष्मदस्मत्पदे उल्लिख्येते, ततश्च भिन्नत्वेन ज्ञातयोरभेदस्यायोग्यत्वज्ञाने युष्मदस्मत्पदयोर्वेदान्तिછે, તો દેહાએ દ્રવ્યરૂપ છે, અને પરમાત્મસ્વરૂપ ભાવ છે. તો સ્થાપનામાંથી દ્રવ્યપર પહોંચ્યા એટલે તરત જ ક્રમ પ્રાપ્ત ભાવપર મીટ મંડાવાની જ... અને તેથી પરમાત્માના ધ્યાન પછી પરમાત્મસ્વરૂપનું ધ્યાન પ્રાપ્ત થાય છે. પરમાત્માના નિગોદઆદિ અવસ્થાથી જ વિશિષ્ટતથા સિદ્ધઅવસ્થાને યોગ્ય આત્મદ્રવ્યનું, પરમાત્માના જ્ઞાનઆદિ અનંત પ્રગટગુણોનું તથા બદલાતા જ્ઞાન-દર્શનઉપયોગઆદિ પર્યાયોનું ધ્યાન ધરતા ધરતા પોતાના આત્મસ્વરૂપ સાથે તુલના થાય છે.) (તેથી-વ્યવહારથી ભેદ હોવા છતાં) પોતાના આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયો પણ પરમાત્માના આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોને સમાન દેખાય છે. તેથી નિશ્ચયથી પરસ્પર અભેદની બુદ્ધિ પ્રગટે છે. પરમાત્મમય ઉપયોગથી અભિન્ન પોતાનો આત્મા પણ નિશ્ચયનયને માન્ય આગમ ભાવનિક્ષેપાથી પરમાત્મા બની જાય છે. અને જે પરમાત્માના ધ્યાનમાં પોતે છે, તે જ પરમાત્મસ્વરૂપને પોતે પામી ગયો હોવાની ઝાંખી થવાથી પોતાનામાં પરમાત્મા સાથે અભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું જ છે કે – “જો જાણ અરહંત' (જે દ્રવ્યગુણપર્યાયથી અરિહંતને ઓળખે છે, તે જ પોતાને ઓળખી શકે છે. અને તેનો મોહ લય-નાશ પામે છે.) તેથી પરમાત્મા અને પોતાની વચ્ચેનો ‘તું અને હું એવો શાબ્દિકઉલ્લેખ પણ વિલય પામે છે. કારણ કે હવે પોતે જ ધ્યાતા છે. ધ્યાનક્રિયા મુખ્યતઃ એકાગ્ર જ્ઞાનોપયોગરૂપ છે, આ ઉપયોગ પણ સ્વ-સ્વરૂપભૂત હોવાથી તેમાં પણ આત્મા પોતે જ પ્રવૃત્ત થાય છે. તેથી પોતે જ ધ્યાનક્રિયારૂપે પણ છે અને પરમાત્મસ્વરૂપને આગમભાવથી પામેલો અને પરમાત્માથી અભિન્ન બનેલો પોતે જ ધ્યેયરૂપે છે. આમ ધ્યાતા-ધ્યાન અને ધ્યેયની એકતાની સિદ્ધિ થવાથી બાહ્ય શબ્દઆદિ તમામ વિકલ્પો દૂર થાય છે, અને બાકી રહે છે, માત્ર અકલ્પનીય, અવર્ણનીય, એકમાત્ર જ્ઞાનમય પરમ આત્મસ્વરૂપ જ્યોતિ કે જેને યોગવિદો “પરમબ્રહ્મ તરીકે પહેચાને છે. આ માત્ર પરમાત્મસ્વરૂપની હયાતિનું જ સંવેદન કરતી જ્ઞાન-ધ્યાન જ્યોતિનો ટમટમાટ જ સર્વક્રિયાઓપર “સફળતા નો સિક્કો લગાવી આપે છે. અહીં તાત્પર્ય આ છે- ભગવાનનું બિંબ હૃદયમાં ધરવાથી ભગવાનના રૂપનું સ્મરણ-ધ્યાન થાય છે, અને તે ધ્યાન વખતે સર્વ મલિનભાવો ક્ષય પામ્યા હોવાથી નૈઋયિક દ્રવ્ય-ગુણ-પર્યાયની સમતાની પર્યાલોચના થાય છે. (નિશ્ચયનય કર્મઆદિથી અમિશ્રિત શુદ્ધ આત્મદ્રવ્યને, એ જ શુદ્ધ આત્મદ્રવ્યના દયિકભાવકે રાગદ્વેષઆદિ પરિણામોથી અકલંક્તિ જ્ઞાનઆદિ ગુણોને, તથા શુદ્ધોપયોગઆદિ પર્યાયોને જ સ્વીકારે છે. ઉપાધિ કે ઉપાધિથી ખરડાયેલા ભાવો તરફ ઉપેક્ષા રાખે છે. તેથી સિદ્ધઆત્મા અને સાધકઆત્માના નૈયિક દ્રવ્ય-ગુણ-પર્યાયો સમાન છે.) તે વખતે “તું જ હું અને “હું જ તું' એવું સમાપત્તિમય (=સમત્વની પ્રાપ્તિ રૂપ) અભેદજ્ઞાન પ્રગટે છે.
શંકા - અંતર્જલ્પ - માનસિકશબ્દમય ઉલ્લેખવખતે “તું અને હું એવો ઉલ્લેખ થાય છે. ત્યારે તું પદથી પરમવિશુદ્ધ, સર્વજ્ઞ, પરમાત્માનો પ્રકાશ થાય છે. અને હું પદથી અવિશુદ્ધ અલ્પજ્ઞ સંસારી જીવાત્મારૂપ પોતાનો બોધ થાય છે. આ બન્ને વચ્ચે આકાશ-જમીન જેટલા તફાવતનું જ્ઞાન પોતાને હોય જ છે. આમ ‘તું અને હું એ બન્ને વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન હોય, ત્યારે બન્ને વચ્ચે અભેદની બુદ્ધિ શી રીતે શક્ય બને? કારણ કે ભેદજ્ઞાન વખતે અભેદ બુદ્ધિ જ અયોગ્ય છે. ० पूर्णश्लोकोऽयम् - जो जाणइ अरिहंते, दव्वत्तगुणत्तपजयत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलुंजाइ तस्स लयं॥
(छाया - यो जानाति अर्हतो द्रव्यत्वगुणत्वपर्यायत्वैः। स जानाति आत्मानं मोहः खलु याति तस्य लयम्॥)
•
-
-
—
—
—
—
—
—
—
—