Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 518
________________ 186 પ્રતિમાશતક કાવ્ય-૯૯) रीत्याऽखण्डब्रह्मणि जहदजहल्लक्षणायामन्तर्जल्पजं निर्विकल्पकसाक्षात्काररूपं ज्ञानमाविर्भवति भेदनयार्थव्युत्क्रान्ताभेदग्राहिद्रव्यार्थोपयोगेन वा। सोऽयमनालम्बनयोगश्चरमावञ्चकयोगप्रातिभमहिम्ना यदर्शनाद् भवति, सा भगवत्प्रतिमा परमोपकारिणी, तद्गुणवर्णने योगीन्द्रा अपि न क्षमा इत्यावेदितं भवति। ननु कथमर्वाग्दृशां भगवत्प्रतिमादर्शनाज्जातप्रमोदानां प्राणिनामिदं सम्भवति ? इषुपातज्ञातेन केवलज्ञानादर्वागेव तदभिधानात्। उक्तं च → 'द्रागस्मात्तदर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयं। एतच्च केवलं तज्ज्ञानं, यत्तत्परं ज्योतिरिति । षोडशक १५/ સમાધાન - અહીં વેદાંતીઓને માન્ય પદ્ધતિ સમજવા જેવી છે. “તત્ ત્વમ્ રિ’ ‘તે જ તું જ છે આ સ્થળે ‘ત' પદથી ઐશ્વર્યસર્વજ્ઞત્વવગેરેથી યુક્તપરમબ્રહ્મસ્વરૂપનો પરામર્શથાય છે. અને ‘ત્વ પદથી ઐશ્વર્યહીન, અલ્પજ્ઞત્વ વગેરે ઉપાધિથી યુક્ત જીવાત્મબ્રહ્મસ્વરૂપનો નિર્દેશ થાય છે. આ બન્ને વચ્ચેના સ્પષ્ટ ભેદના ખ્યાલમાં બન્ને વચ્ચેનો તે તું જ છે” આ અભેદ સંભવે નહિ. તેથી ત્યાં અભેદજ્ઞાન કરવા તેઓએ જહદ્ અજહં લક્ષણાનો ઉપયોગ કર્યો છે. (લક્ષ્યાર્થકે શક્યાર્થના અમુક અંશોને છોડવા અને બીજા અમુક અંશનેનછોડવા દ્વારા થતા બોધસ્થળે જહદજહન્દુ લક્ષણા કામ કરે છે.) અહીં ‘ત પદથી ઐશ્વર્યાદિગુણોથી વિશિષ્ટ બ્રહ્મનો નિર્દેશ છે. ત્યાં આ લક્ષણોદ્ધારા ઐશ્વર્યાદિ ગુણોને છોડી માત્ર શુદ્ધ બ્રહ્મનોજ ‘ત પદથી નિર્દેશ કરવો. તે જ પ્રમાણે ‘ત્વમ્ પદથી ઐશ્વર્યહીનતા વગેરે ગુણોથી વિશિષ્ટબ્રહ્મનો નિર્દેશ છે. ત્યાં આ લક્ષણાકારાએઐશ્વર્યહીનતાવગેરે ગુણોરૂપવૈશિસ્યને છોડી માત્રશુદ્ધબ્રહ્મતત્ત્વનો જ બોધ કરવો. આમ તે(=શુદ્ધ અખંડ બ્રહ્મ) તું =શુદ્ધ અખંડ બ્રહ્મ) છે.” એમ અભેદબોધ થવામાં વાંધો નથી. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં પણ આ જહદજહલક્ષણાથી યુગ્મ પદમાં રહેલા ઐશ્વર્ય સર્વજ્ઞત્વાદિ વૈશિષ્ટયનો ત્યાગ કરી માત્ર આત્મસ્વરૂપનો જ બોધ કરવો. તે જ પ્રમાણે આ જ લક્ષણાથી “અસ્મ પદમાં ઐશ્વર્યહીનતા આદિ વૈશિષ્ટ ભાગનો ત્યાગ કરી માત્ર આ આત્મસ્વરૂપનો જ સ્વીકાર કરવો. આમ ‘તું જ(=શુદ્ધ આત્મસ્વરૂપ) જ હું(=શુદ્ધ આત્મસ્વરૂપ) છું' એમ અભેદબોધ થઇ શકશે. આ પ્રમાણે “તું જ હું છું એવા પ્રકારના અંતર્જલ્પમાંથી નિર્વિકલ્પક સાક્ષાત્કારરૂપ જ્ઞાન પ્રગટે છે. આ નિર્વિકલ્પક સાક્ષાત્કારમાં “તું જ હું ઇત્યાદિ અંતર્જલ્પ પણ રહેતો નથી. (જેમ પરસ્પર નજીક આવેલી અને અંતે એકમેકમાં ભળી ગયેલી જ્યોતો પછી એકરૂપ થઇ પ્રકાશતી ભાસે છે, એમ) સર્વથા એકમેકતા થઇ જાય છે. આ વેદાંતીઓને માન્ય પ્રક્રિયાથી દર્શાવ્યું. અથવા તો, ભેદનય-ભેદજ્ઞાનને ઓળંગી ગયેલા શુદ્ધ સંગ્રહનયને માન્ય અભેદગ્રાહક દ્રવ્યાર્થક ઉપયોગથી પણ તે નિરાલંબનયોગ ઉત્પન્ન થાય છે. (વૈશિસ્ત્રગ્રાહકજ્ઞાન ભેદજ્ઞાનનું જનક બને છે. શુદ્ધદ્રવ્યનું ગ્રાહકજ્ઞાન અભેદબુદ્ધિનું કારણ બને છે. પોતાના જ જ્ઞાનમાં ભળેલા રાગ આદિ વિચિત્ર પરિણામો ઉપયોગને અશુદ્ધ-વૈશિટ્યગ્રાહક બનાવે છે. “કમળાના દર્દીને બધું પીળું જ દેખાય” એ ઉક્તિ ખોટી નથી. આ ઉપયોગ તરંગોવાળા ડહોળાયેલા પાણીમાં પડતા પ્રતિબિંબની ઉપમા પામે છે. જ્યારે રાગાદિ પરિણામો વિલય પામે છે. ત્યારે પોતાનો ઉપયોગ શુદ્ધ બને છે. અને તે સર્વત્ર બ્રહ્મઅદ્વૈતનું દર્શન કરે છે. જ્ઞાનમાં વૈશિષ્ટટ્ય રહેતું નથી. જ્ઞાન તરંગ વિનાના નિર્મળ જળમાં પડતા પ્રતિબિંબતુલ્યદશાને પ્રાપ્ત કરે છે. આ અભેદજ્ઞાનનો બોધ જીવમાત્રમાં રહેલી પરમાત્મદશાને પારખે છે અને પોતાને પરમાત્માથી અભિન્નરૂપે નીરખે છે. મૈત્રીઆદિ ચાર ભાવનાનું બીજ અને ફળ અભેદજ્ઞાન છે.) પરમાત્માસાથેનો અભેદ ઉપયોગ એટલો પ્રબળ બને છે, કે પરમાત્મા સાથેના પોતાના ભેદના જ્ઞાનને દબાવી દઇ, તેજ ઉપયોગ પ્રવર્તે છે. આ અનાલંબનયોગ ચરમ અવંચક્યોગ ફળાવંચકયોગ(=સાધુવગેરેના સદુપદેશઆદિથી ધર્મની સિદ્ધિના વિષયમાં અવશ્ય સાનુબંધ ફળની પ્રાપ્તિ)થી પ્રગટેલા પ્રાતિજ્ઞાનના મહિમાથી પ્રાપ્ત થાય છે. (પ્રતિભજ્ઞાન=શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનની મધ્યમાં રહેલો અને વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રગટેલો અનુભવાત્મક પ્રકાશવિશેષ. જેમકે રાત પૂરી થવા આવી ને સૂર્યોદય થવાને થોડીવાર પહેલાનો અરુણોદયકાળ.) આ પ્રાતિજજ્ઞાનથી જ સામર્થ્યયોગપ્રગટે છે. અને તેની પ્રાપ્તિના અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધી પ્રક્રિયાના પાયામાં પરમાત્માની પ્રતિમાનું દર્શન કામ કરે છે. માટે જ પ્રતિમા પરમ ઉપકારિણી છે. પ્રતિમાના આ ગુણ=ઉપકારનું

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548