________________
188
પ્રતિમાશતક કાવ્ય-૧૦૧) उत्प्रेक्षितेनैव क्रमस्यातन्त्रत्वात्, यथामनोराज्यमेव तत्र क्रमप्रवृत्तेः, 'ब्रह्माद्वयस्यान्वभवत्प्रमोदम्' इत्यादाविवेति बोध्यम्। इत्थं अमुना प्रकारेण किम् ? किम् ? इति प्रकल्पनपरैः कविभिस्त्वन्मूर्तिरुद्वीक्षिता सती जिज्ञासानिवर्त्तकस्य रूपस्य कुत्राप्यलाभात् सद्ध्यानप्रसादाद्-निर्विकल्पकलयाधिगमात्, किंशब्दमतिगच्छति, यत्तादृशं महःस्वप्रकाशज्ञानं दर्शयति। उक्तं च सिद्धस्वरूपं पारमर्षे → 'सव्वे सरा णियट्टति तक्का जत्थ ण विज्जए, मई तत्थ ण गाहिआ, ओए अप्पइट्ठाणस्सखेयन्ने, सेण सद्दे न रूवे[आचाराङ्ग १/५/६/१७०] इत्यादि। स्वत: सिद्धत्वादेव तत्र च न जिज्ञासेति सकलप्रयोजनमौलिभूतपरब्रह्मास्वादप्रदत्वाद्, भगवन्मूर्तिदर्शनं भव्यानां परमहितमिति द्योत्यते ॥ १००॥ प्रार्थनागर्भा स्तुतिमाह
त्वद्रूपं परिवर्ततां हृदि मम ज्योतिःस्वरूपं प्रभो ! __तावद्यावदरूपमुत्तमपदं निष्पापं नाविर्भवेत् । यत्रानन्दघने सुरासुरसुखं सम्पिण्डितं सर्वतो,
भागेऽनन्ततमेऽपि नैति घटनां कालत्रयीसम्भवि ॥१०१॥ - (दंडान्वयः- हे प्रभो ! मम हृदि ज्योतिःस्वरूपं त्वद्रूपं तावत् परिवर्ततां यावदरूपं निष्पापमुत्तमपदं नाविर्भवेत् । यत्रानन्दघने कालत्रयीसम्भवि सर्वतः सम्पिण्डितं सुरासुरसुखमनन्ततमेऽपि भागे घटनां नैति॥) જ્ઞાનના અથવા જ્ઞાન અને આનંદથી પ્રચુર. ઉન્નતિ=આબાદી-ઐશ્વર્ય. અહીં ઉત્સવવગેરે પણ ખરેખર તો બ્રહ્મના પરિણામરૂપ છે. માત્ર નવા નવારૂપે ઉન્મેલા જ કરાઇ છે. તેથી અહીં ક્રમના અભાવનો દોષ છે” એમ નહીં કહેવું કારણ કે અહીં ઉન્મેક્ષિત=કાલ્પનિક હોવાથી જ ક્રમ નિયામક નથી. આવા સ્થળે તો મનની રુચિને અનુરૂપ જ ક્રમપ્રવૃત્તિ હોય છે. “બ્રહ્માદ્વૈતનો પ્રમોદ અનુભવ્યો' ઇત્યાદિ શ્લોક અહીં સાક્ષી છે. આમ “કિ? કિ?' શબ્દની સહાયથી કાલ્પનિક સૃષ્ટિમાં સરી રહેલા કવિઓ તારી મૂર્તિના દર્શન કરીને તેના સ્વરૂપઅંગે કલ્પનાઓના ઘોડા દોડાવે છે. પણ સ્વરૂપ અંગેની જિજ્ઞાસાને સંતોષે એવું રૂપ અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ થતું નથી. તેથી આ જ પ્રતિમા સંધ્યાનના પ્રસાદથી=નિર્વિકલ્પક લયના અધિગમથી “કિમ્ શબ્દને અતિક્રમ કરનારા સ્વપ્રકાશજ્ઞાનને દેખાડે છે. અર્થાત્ પ્રતિમા પોતે અવર્ણનીય તેજ=પ્રકાશજ્ઞાન=આત્મસંવેદક જ્ઞાન પ્રાપ્ત કરાવી આપે છે. આ જ્ઞાન સિદ્ધના સ્વરૂપભૂત છે. આ સિદ્ધસ્વરૂપ શબ્દથી વર્ણનીય થતું નથી. પારસર્ષ=આચારગમાં સિદ્ધનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – સર્વે સ્વર=શબ્દો નિવર્તિત થાય છે. અર્થાત્ મોક્ષાવસ્થા શબ્દથી વર્ણવી શકાતી નથી. તર્કઃ સંભાવનાની કલ્પના – “મોક્ષના સ્વરૂપની કેવી સંભાવના છે?” તેવો તર્ક પણ થઇ શકતો નથી, કે ઔત્પાતિકીવગેરે મતિ=બુદ્ધિથી પણ મોક્ષની ઝાંખી થતી નથી. આ મોક્ષ સર્વકર્મમળથી રહિત હોવાથી જ એકરૂપ છે, અપ્રતિષ્ઠાન છે=અહીં કર્મ કે શરીરની પ્રતિષ્ઠા નથી. એવા મોક્ષના ખેદજ્ઞ=જાણકાર હોય છે, (અથવા અપ્રતિષ્ઠાન=નરકના જાણકાર હોય છે) ઇત્યાદિ તથા તે (મોક્ષ) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ વિનાનો છે.” આ પ્રમાણેનું સિદ્ધસ્વરૂપ
સ્વતઃ જ સિદ્ધ થઇ જવાથી તે વિષયમાં જિજ્ઞાસા રહેતી નથી. આ પ્રમાણે સર્વપ્રયોજનમાં મુગટ સમાન અર્થાત્ મુખ્યપ્રયોજનભૂત પરબ્રહ્મનો આસ્વાદ આપનારું હોવાથી ભગવાનની પ્રતિમાનું દર્શન ભવ્યજીવોને પરમ ઉપકારી નીવડે છે. એમ સ્પષ્ટ થાય છે. ૧૦૦
કાવ્યર્થ - હે પ્રભુ! મારા હૃદયમાં તારું જ્યોતિ સ્વરૂપ રૂપ ત્યાં સુધી પરિવર્તન પામો, કે જ્યાં સુધી પાપરહિતનું અરૂપ-ઉત્તમપદ પ્રગટ ન થાય. આ આનંદઘન ઉત્તમપદની આગળ ત્રણે કાળમાં સંભવતુ અને સર્વતઃ