________________
183
પ્રતિમા ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન
त्वद्विम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तरं,
त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा। तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदो
लेखः किञ्चिदगोचरंत लसति ज्योतिः परं चिन्मयम् ॥ ९९॥ (दंडान्वयः→ त्वद्विम्बे हृदि विधृते प्रागेव रूपान्तरं न स्फुरति । तत: त्वद्रूपे स्मृते भुवि रूपमात्रप्रथा नो भवेत्। तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो युष्मदस्मत्पदोल्लेख: नो (भवति) किञ्चिदगोचरं परं चिन्मयं ज्योतिस्तु लसति॥)
'त्वद्विम्ब'इति। तव बिम्ब-त्वद्विम्बं, तस्मिन् हृदि विशेषेण धृते सति प्रागेव-सुतरां रूपान्तर (आ) कार्यान्तरं (आकारान्तरं) न स्फुरति-न स्मृतिकोटीमाटीकते, सदृशदर्शनविधया स्मारकेन त्वद्विम्बेन त्वदन्यस्य स्मृतिपथारोहायोगात्। त्वबिम्बमेव च तादृशं प्रकृतिरमणीयं येनान्यबिम्बमेव दृक्पथे नागन्तुं दीयते, कुतस्तरां तदाकारिणि देवत्वमुपनीतं दोषेणाऽपि भावात्, अवदाम चाष्टसहस्रीविवरणे- 'यदेवैतद्रूपंप्रथममथ सालम्बनपदे, तदेव ध्यानस्थं घटयति निरालम्बनसुखम् । रमागौरीगङ्गावलयशरकुन्तासिकलितं, कथं लीलारूपं स्फुटयतु પામે છે એમ માને છે. તેથી આ જ વચનો એ જીવો માટે નિયોગપર છે. પ્રસ્તુતમાં તેથી જ અનુગ્રાહકયોગ્યતાઅનુગ્રાહ્યયોગ્યતા વગેરે વાતો કરી છે. આ કાવ્યમાં ચમક અલંકાર છે. આ અલંકારનું લક્ષણ આ છે – “અભિધેયનો સદ્ભાવ હોય ત્યારે ભિન્ન અર્થવાળા વર્ણ(=અક્ષર)નો પૂર્વના ક્રમથી ફરીથી આવર્તન યમક કહેવાય.’૯૮
પ્રતિમા સ્થાનનું શ્રેષ્ઠ આલંબન કાવ્યર્થ - તારા બિંબને હૃદયમાં ધારણ કર્યા પછી સુતરાં બીજું કોઇ રૂપ હુરતું જ નથી. તે પછી તારા રૂપનું ધ્યાન ધરવાથી પૃથ્વીપર રૂપમાત્રની પ્રથા=પ્રસિદ્ધિ હેતી નથી. તે પછી તારા અને મારા વચ્ચેની અભેદબુદ્ધિના ઉદયથી ‘તું-હું એવા પદનો ઉલ્લેખ પણ રહેતો નથી. અને માત્ર શ્રેષ્ઠ, ચિન્મય અવર્ણનીય જ્યોતિ જ ટમટમી રહે છે.
હત્રિભુવનનાથ! તારું બિંબ હૃદયસિંહાસન પર બિરાજમાન થાય છે, અને જગતના બીજા તમામ (આ?) કાર્યો (અર્થાત્ આકારવાળી વસ્તુ કે વ્યક્તિઓ અથવા બીજા આકારો) સ્મરણપથ પર આવતા જ નથી. તારું બિંબ મને તારી જ યાદ અપાવે છે. (કારણ કે એક વસ્તુનું દર્શન પોતાને સમાન આકાર ધરાવતી જ બીજી વસ્તુનું સ્મરણ કરાવે છે, આ નિયમ છે. તેથી વીતરાગતાને કરુણાને વ્યક્ત કરતીતારી પ્રતિમાના દર્શનથી જેઓ વીતરાગ નથીનેકરૂણાવાન નથી, તેઓસ્મૃતિપથપર આવવા સંભવતા જ નથી.) તારું બિંબ સ્વભાવથી જ એટલું બધું રમણીય છે, કે બીજા બિંબોને દૃષ્ટિપથપર પણ આવવા દેતું નથી, તો પછી તે બીજા બિંબોના આકારવાળી વ્યક્તિઓમાં ઉપનીત દોષથી (ઉપનદોષ=ભ્રમાત્મક જ્ઞાનના સંબંધથી થતા અવસ્તુમાં વસ્તુત્વનાં બોધમાં કારણ ઉપનીતદોષ ગણાય છે.) પણ દેવપણાની બુદ્ધિ થવાનો સવાલ જ ક્યાં રહે? અન્ય દેવોની પ્રતિમાથી તદ્દન વિલક્ષણ એવી તારી પ્રતિમાનાં આકૃતિ, રૂપ, સ્વરૂપ એટલા બધા ચિત્તાકર્ષક છે, કે બીજા દેવોની પ્રતિમાપર લક્ષ જતું નથી-નજર પણ કરતી નથી. પછી એ-એ પ્રતિમા જેઓની છે, એઓઅંગે ભ્રાંતિથી પણ વિચાર કરવાની પણ વાત ક્યાંથી આવે? અમે (ટીકાકારે) અષ્ટસહસ્ત્રી ગ્રંથના વિવરણમાં કહ્યું જ છે કે – “જે આ રૂપ(=પ્રતિમાનું સ્વરૂપ છે) પ્રથમ સાલંબનસ્થાનરૂપ છે (અર્થાત્ સાલંબનધ્યાનમાં આલંબનભૂત છે.) તે જ રૂપ ધ્યાનમાં રહેલાને નિરાલંબન સુખ રચી આપે છે. (છદ્મસ્થના ધ્યાનનો વિષય બનતું પણ સ્વરૂપથી અદશ્ય કેવળજ્ઞાનાદિ સ્વરૂપનું ધ્યાન નિરાલંબન ધ્યાન છે. અર્થાત્ આ પ્રતિમાના સાલંબન ધ્યાનથી જ નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રતિમા વીતરાગઅવસ્થા અને સિદ્ધાવસ્થાની ઝાંખી કરાવે છે...પ્રતિમાના આધારે આ બે અવસ્થાનું ધ્યાન ધરતાં પ્રતિમા બાજુમાં રહી જાય છે, અને આ બે અવસ્થાના સ્વરૂપચિંતનમાં જીવ લીન થઇ જાય છે. તે વખતે સ્વરૂપષ્ટ કોઇપણ પ્રકારનું આલંબન રહેતું