________________
નિયભેદથી ભક્તિ
|
| 479
श्रीहेमसूरयः → 'अयं जनो नाथ तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः'।[अन्ययोग. द्वात्रिं. २] उदयनोऽपि सर्वप्रसिद्धमीश्वरमुद्दीश्य तन्यायचर्चाया उपासनात्वेनैव करणीयतामाह। तदुक्तं न्यायकुसुमाञ्जलौ तस्मिन्नेवं जातिगोत्रप्रवरचरणकुलधर्मादिवदासंसारं सुप्रसिद्धानुभावे भगवति भवे सन्देह एव कुतः? किं निरूपणीयम् ? तथापि- 'न्यायचर्चेयमीशस्य मननव्यपदेशभाक् । उपासनैव क्रियते श्रवणानन्तरागता॥[गा. ३] इति ॥ यदीयंव्यवहारभक्तिस्तदा निश्चयभक्तिः का ? इत्युच्यतामित्याकाङ्क्षायामाह - ‘स्वात्मे'ति। स्वात्मैवारामोऽत्यन्तसुखहेतुत्वान्नन्दनवनं यत्र, तादृशः (नन्दनवनसदृशः पाठा.)। स्वात्माકહેવી છે. તેથી ભક્તિ પદ વિધેય છે. અને અહીં વિધેયપદની જ પ્રધાનતા છે, તેથી “સા” અને “ઇયં એવો સ્ત્રીલિંગ નિર્દેશ કર્યો છે. જો “શણામલક્ષાલનમ્' આ ઉદ્દેશ્યપદને પ્રધાન કર્યું હોત, તો “સા' ને બદલે ‘ત’ અને ‘ઇયં” ને બદલે “ઇદમ્ એવો નપુંસકલિંગનો નિર્દેશ કર્યો હોત.) કારણ કે શિષ્ટ પુરુષો કહે જ છે કે, પરસિદ્ધાંતને દૂષિત કરવાપૂર્વક સ્વસિદ્ધાંતની સ્થાપના કરવાથી ભગવાનના વચનો યથાર્થ છે' તેવો નિશ્ચય થાય છે. તેથી ભગવાનના “યથાર્થવનવાદિપણું ગુણની સ્તવના થાય છે. ગુણસ્તવનાથી જ ગુણી ભગવાનની સ્તવના છે. આ સાચી સ્તવના જ ભગવાનની ઉપાસના છે. શ્રી હેમચંદ્રસૂરિજીએ અન્યથોગવ્યવચ્છેદ દ્વાર્દિશિકામાં કહ્યું જ છે કે – “હે નાથ ! આ માણસ(=કવિ) બીજા ગુણોદ્વારા તારી સ્તવના કરવાની ઇચ્છાવાળો છે જ, છતાં પણ પરીક્ષાવિધિમાં પોતાને પંડિત માનવાનો ડોળ કરતો તે(=કવિ) તારા યથાર્થવાદ'નામના એક ગુણની સ્તવના કરવા ભલે ઉદ્યમશીલ બને.”આમ ભગવાનના યથાર્થવાદ ગુણની સ્તવના જ ભગવાનની સાચી ભક્તિ છે. તેથી સ્વ અને પર સિદ્ધાંતનાં ક્રમશઃ સ્થાપન અને દૂષણ પણ ભગવાનની ભક્તિરૂપે જ કરણીય છે. ઉદયનાચાર્યું પણ કહ્યું જ છે કે સર્વદર્શનમાં પ્રસિદ્ધ એવા ઈશ્વરને ઉદ્દેશીને (ઉપાસનારૂપ હોવાથી જો ન્યાયચર્ચા કરણીય છે. ન્યાયકુસુમાંજલિ નામના ગ્રંથમાં કહ્યું જ છે કે – “આ પ્રમાણે (બ્રાહ્મણત્વાદિ, જાતિ, ગોત્ર(કાશ્યપાદિ) પ્રવર (યજ્ઞમાં પસંદગી પામતા ઋષિ) ચરણ (અવાંતર જાતિ) કુલ-ધર્મ આદિને સમાન સમસ્ત સંસારમાં પ્રસિદ્ધ પ્રભાવવાળા ભવ=જગત્સર્જક પરમાત્માના વિષયમાં સંદેહ જ છે ક્યાં? તેથી તેમના વિષયમાં શું નિરૂપણ કરવું? અર્થાત્ આ ઈશ્વરઅંગે કોઇ સંદેહ જ સંભવતો ન હોવાથી નિરૂપણ કરવા યોગ્ય પણ કંઇ નથી. છતાં પણ આ ન્યાયચર્ચાથી (અનુમિતિરૂપ) શ્રવણ પછી પ્રગટતા મનનના વ્યપદેશને પામેલી ઈશ્વરની ઉપાસના જ કરાઇ રહી છે.'તાત્ય - ઈશ્વરનું શ્રવણ ઘણીવાર થયું છે. આ શ્રવણ પછી અવશ્ય મનન કરવું જ જોઇએ. આ ન્યાયચર્ચા ઈશ્વરના મનનરૂપ જ છે. ઈશ્વરનું આ મનન જ ઈશ્વરની ઉપાસનારૂપ છે.
શંકાઃ- જો આ વ્યવહારભક્તિ ગણાતી હોય, તો નિશ્ચયનયને સંમત ભક્તિ કઇ? તે કહો.
સમાધાનઃ- “સ્વાત્મ' ઇત્યાદિ. પોતાનો આત્મા જ અત્યંત સુખજનક બનવાથી આરામ નંદનવન સમાન બને છે જેમાં, એવી સમાધિ. અથવા પોતાના આત્માને જ સમંતતઃ ક્રિીડા કરાવનારી સમાધિ=(૧) શુભ ઉપયોગરૂપ=સંપ્રજ્ઞાત સમાધિ, અર્થાત્ આત્મામાં જ રમતો અને આત્માને જ આહ્માદ ઉત્પન્ન કરતો શુભ ઉપયોગ સંપ્રજ્ઞાત સમાધિ છે. અથવા (૨) છેલ્લા વિકલ્પભૂત અને વચનરહિતના અથવા ચરમવિકલ્પથી નિર્વચન= ઉલ્લેખનીય દ્રવ્યાર્થિક ઉપયોગથી ઉત્પન્ન થયેલો અને લયરૂપ લેશથી અસંપ્રજ્ઞાત. અર્થાત્ અંતિમ વિકલ્પરૂપે જે ઓળખી શકાય એવા દ્રવ્યાર્થિક ઉપયોગજન્ય લયરૂપ અસંપ્રજ્ઞાત સમાધિ, આ બે પ્રકારની સમાધિ નિશ્ચયભક્તિ છે.
આ સમાધિથી અમે સંસારને બાધિતરૂપે સ્થાપ્યો છે. અર્થાત્ પરમ આત્મસ્વરૂપના ધ્યાનમાં ચડતાં ચડતાં અમે અપૂર્વ આનંદદાયક આત્મરણતારૂપ સમાધિમાં ચડી ગયા. એ સમાધિથી હવે અમને માત્ર આત્મસ્વરૂપ જ ભાસે છે. જાણે કે સાક્ષાત્ સિદ્ધઅવસ્થાને પામી ગયેલા અને તે સ્વરૂપમાં મગન બનેલા અમને નથી દેખાતો સંસાર